કેવી રીતે થયો દુનિયાની સૌથી મોટી રાજકીય પાર્ટી ભાજપનો જન્મ? જાણો ભાજપના વિકાસમાં કેવી રહી સંઘની ભૂમિકા
BJP Foundation Day: ભાજપની સ્થાપના તો 6 એપ્રિલ 1980ના દિવસે થઈ હતી. પરતું તેનો ઈતિહાસ ભારતીય જનસંઘ સાથે જોડાયેલો છે. ભારતને આઝાદી મળ્યાની સાથે જ દેશમાં એક નવી રાજકીય પરિસ્થિતિ પેદા થઈ. ગાંધીજીની હત્યા બાદ રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ પર પ્રતિબંધ લગાવાયો. જેના કારણે ઘણા હિન્દુઓ નારાજ થયા અને તેમને લાગવા માંડ્યું કે આ દેશમાં હિન્દુઓની લાગણીને ઠેસ પહોંચી રહી છે. આ બાબતે સંઘના પદાધિકારીઓએ વિચાર્યું કે સંઘની રાજકીય ક્ષેત્રે પ્રત્યક્ષ સામેલગીરી માટે રાજકીય પક્ષ બનવો જોઈએ.
યશ કંસારા, અમદાવાદઃ ભારતની સ્વતંત્રતાના એક વર્ષ પછી રાષ્ટ્રપિતા ગાંધીજીના ખૂનના આરોપસર રાષ્ટ્રીય સ્વંયસેવક સંઘ ઉપર પ્રતિબંધ લદાયો. આ સંજોગોમાં સંઘના સ્વયંસેવકોએ અનુભવ્યું કે પોતે નિર્દોષ હોવા છતાં તેમના માટે સંસદમાં અવાજ ઉઠાવનાર કોઈ જ ન હતું. ત્યારબાદ, ડો. શ્યામાં પ્રસાદ મુખરજી સાથે RSSએ મંત્રણાઓ કરી અને જન્મ થયો ભારતીય જન સંઘનો. પરંતુ, એવું તો શું થયું કે જેના કારણે ભારતીય જનતા પાર્ટીનો જન્મ થયો જાણો અહીં.
ભાજપની સ્થાપના તો 6 એપ્રિલ 1980ના દિવસે થઈ હતી. પરતું તેનો ઈતિહાસ ભારતીય જનસંઘ સાથે જોડાયેલો છે. ભારતને આઝાદી મળ્યાની સાથે જ દેશમાં એક નવી રાજકીય પરિસ્થિતિ પેદા થઈ. ગાંધીજીની હત્યા બાદ રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ પર પ્રતિબંધ લગાવાયો. જેના કારણે ઘણા હિન્દુઓ નારાજ થયા અને તેમને લાગવા માંડ્યું કે આ દેશમાં હિન્દુઓની લાગણીને ઠેસ પહોંચી રહી છે. આ બાબતે સંઘના પદાધિકારીઓએ વિચાર્યું કે સંઘની રાજકીય ક્ષેત્રે પ્રત્યક્ષ સામેલગીરી માટે રાજકીય પક્ષ બનવો જોઈએ. જન્મ થયો ભારતીય જનસંઘનો- આજ સમયે કેન્દ્રીય પ્રધાન મંડળમાંથી રાજીનામું આપનાર હિન્દુ નેતા ડૉ. શ્યામા પ્રસાદ મુખર્જી અને સંઘના સરસંઘચાલક ગોલવલકાર વચ્ચે બેઠક યોજાઈ હતી અને લાંબી મંત્રણાઓ ચાલી. જનસંઘે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘની વિચારસરણી સ્વીકાર્ય રહેતા 21મી એક્ટોબર 1951ના રોજ દિલ્લી ખાતે ભારતીય જનસંઘની સ્થાપના થઈ. જનસંઘની સંગઠનની કામગીરીમાં મદદ માટે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘે દીનદયાળ ઉપાધ્યાય, નાનાજી દેશમુખ, સુંદરસિંહ ભંડારી અને અટલ બિહારી વાજપયને પ્રચાર માટે મોકલ્યા. ભારતીય જનસંઘ RSSની રાજકીય પાંખરૂપે જન્મેલું સંગઠન હતું. ડો. શ્યામાપ્રસાદ મુખર્જીના જનસંઘે ભારતીયતાના ખ્યાલને પોતાની રાજકીય વિચારધારા માની હતી. ભારતીય સરહદો અને રાષ્ટ્રીય એકતાનું રક્ષણ, સમવાય તંત્રને બદલે એકતંત્રી રાજ્યવ્યવસ્થા, પાયાના ઉદ્યોગોનું રાષ્ટ્રીકરણ કરીને આર્થિક સમાનતા આણવી, માતૃભાષામાં શિક્ષણ જેવી બાબતો આ પક્ષનો મુખ્ય ઉદેશ્ય હતો. સામ્યવાદ અને ગૌ રક્ષા જેવા મુદ્દાઓના કારણે પક્ષનો અગ્રતાક્રમે હોવાથી તેની કટ્ટર હિન્દુવાદી પક્ષની છાપ હતી. તેમ છતાં પક્ષે ધારાસભાઓ અને સંસદની ચૂંટણીઓમાં 1952થી 1967 સુધી સતત વિકાસ સાધ્યો હતો. 1967માં ભવ્ય જોડાણનો ભાગ બન્યા પછી તેનો પ્રભાવ વધ્યો અને તે સાથે દેશમાં જમણેરી બળનો ઉભાર થયો. લાલકૃષ્ણ અડવાણીને સોંપવામાં આવી જનસંઘની ડોર- વર્ષ 1973માં ભારતીય જનસંઘની ડોર લાલકુષ્ણ અડવાણીને સોંપવામાં આવી. આ તે સમય હતો જ્યારે ઈન્દિરા ગાંધીએ લાદેલી કટોકટીના વિરોધમાં જનસંઘ વિપક્ષોની સાથે હતો. જે બાદ ભારતીય જનસંઘ અને અન્ય દળો સાથે આવ્યા અને મહાગઠબંધન બનાવવાનો નિર્ણય કર્યો. અને ત્યારબાદ, જન્મ થયો જનતા પાર્ટીનો. વર્ષ 1977માં છઠ્ઠી લોકસભા ચૂંટણીમાં આ મહાગઠબંધન કોંગ્રેસને 302 સીટોથી પછાડી હતી. જીત બાદ મોરારજી દેસાઈને પ્રધાનમંત્રી બન્યા હતા. અટલજીને વિદેશ મંત્રી અને લાલ કૃષ્ણ અડવાણીને સુચના અને પ્રસારણ મંત્રીનું પદ સોંપાયું હતું. જનતા પક્ષ તૂટી પડ્યો- પરંતુ, જયપ્રકાશ નારાયણના આગ્રહ અને દેશની આંતરિક કટોકટીની પરિસ્થિતિના દબાણના લીધે સાથે આવેલી પાર્ટીઓ લાંબા સમય માટે એક નહોતી રહી શકી. અને બિનકોંગી સરકાર થોડાક જ સમયમાં પરસ્પર વૈમનસ્ય અને આક્ષેપબાજીના કારણે અસ્થિર બની હતી. ત્યારબાદ, ઘણા પક્ષોએ પોતાનું સમર્થન પાછું ખેંચ્યું હતું. જેના કારણે જૂન 1979માં મોરારજી દેસાઈએ રાજીનામું આપ્યું અને ચૌધરી ચરણ સિંહ પ્રધાનમંત્રી બન્યા. પરંતુ, 15 જુલાઈ 1979માં જનતા પક્ષની સરકાર તૂટી પડી. સ્થાપના થઈ ભારતીય જનતા પાર્ટીની- 6 એપ્રિલ 1980ના રોજ મહાનગર મુંબઈમાં ભારતીય જનતા પક્ષનું સ્થાપના અધિવેશન યોજાયું હતું. ભાજપે મુંબઈ અધિવેશનમાં રાષ્ટ્રવાદ, રાષ્ટ્રીય ઐકય, લોકશાહી, વિધેયાત્મક બિનસાંપ્રદાયિકતા અને મૂલ્ય આધારિત રાજનીતિ જેવી બાબતો પર પોતાની પ્રતિબદ્ધતા વ્યક્ત કરી હતી. 1984માં ભારતીય જનતા પાર્ટીએ અટલ બિહારી વાજપયીના નૈતૃત્વમાં લોકસભા ચૂંટણી લડી અને તેમને માત્ર 2 સિટો મળી. ત્યારબાદ, 1986માં લાલકુષ્ણ અડવાણીને ભારતીય જનતા પાર્ટીના અધ્યક્ષ બનાવવામાં આવ્યા. અને તેમની લીડરશીપમાં 1989ની ચૂંટણીમાં BJPએ 89 સીટો જીતીને જનતા દળને સમર્થન આપ્યું અને આ રીતે વી.પી. સિહંની સરકાર બની. શરૂ થઈ રામ લલ્લાના જન્મ સ્થાન માટે લડત- 1989માં રામ મંદિર બનાવવા માટે આંદોલન શરૂ થયું અને ભાજપે તેમાં મુખ્ય ભૂમિકા ભજવી. 1990માં લાલકુષ્ણ અડવાણીએ સોમનાથથી અયોધ્યાય સુધીને રથયાત્રા કાઢી હતી. જે ભાજપના ઈતિહાસના સુનેરી અક્ષરોમાં લખાઈ છે. 1991માં સિનિયર નેતા મુર્લી મનોહર જોષી પાર્ટીના અધ્યક્ષ બન્યા. જ્યારે, અડવાણીની રથયાત્રોનો ફાયદો 1991ની લોકસભામાં ભાજપને થયો. ભાજપે એકલા હાથે 1991ની લોકસભા ચૂંટણીમાં 121 બેઠકો મેળવી હતી. જે એક મોટી સિદ્ધી હતી. 1993માં લાલકુષ્ણ અડવાણીએ પક્ષની કમાન સોંપવામાં આવી. જેના પરિણામ સ્વરૂપ ભાજપે 1996માં યોજાયેલી લોકસભા ચૂંટણીમાં 163 બેઠકો મેળવી હતી. 163 બેઠકો સાથે અટલ બિહારીની સરકાર તો બની ગઈ. પરંતુ, બહુમત ન હોવાના કારણે માત્ર 13 દિવસમાં સરકાર પડી ગઈ હતી. ભાજપ સરકાર ફરીએવાર આવી કેન્દ્રમાં- ત્યારબાદ, વર્ષ 1998ની લોકસભા ચૂંટણીમાં ભાજપે વાપસી કરી હતી અને 183 બેઠકો પર કબ્જો કર્યો હતો. જેના પગલે અટલજી બીજી વખતે પ્રધાનમંત્રી બન્યા હતા. હા પણ સરકાર પડી ગઈ હતી અને જેના કારણે 1999માં ફરીવાર ચૂંટણી યોજાઈ. પરંતુ આ વખતે પણ અટલજી જ ભારતના પ્રધાનમંત્રી બન્યા હતા. વર્ષ 2004માં ભાજપે 144 સીટો મેળવી અને કોંગ્રેસ ગઠબંધનથી પોતાની સરકાર બનાવી. અને દેશના પ્રધાનમંત્રી બન્યા ડો. મનમોહન સિંહ. 2005માં પાર્ટીની કમાન આવી રાજનાથ સિંહના હાથમાં આવી. તેમ છતાં પણ 2009માં ભાજપે લોકસભાની ચૂંટણી હાર્યું હતું. ત્યારબાદ, 2010થી 2013 સુધી નીતિન ગડકરીએ પાર્ટીનું નેતૃત્વ કર્યું ત્યાર પછી ફરીવાર રાજનાથ સિંહના હાથમાં પાર્ટીની ભાગડોર સોંપવામાં આવી. 2014 આવ્યું અને તે સમયે ભારતમાં એક નામ ચારોકોર ગૂંજી રહ્યું હતું તે છે નરેન્દ્ર મોદીનું. જેના પગલે અમિત શાહે પોતાની ચાણ્કય નીતિ દર્શાવી અને હર હર મોદી ઘર ઘર મોદીના નામથી ભાજપે પૂર્ણ બહુમતની સરકાર બનાવી. આ જીતથી ખુશ થઈને ભાજપે અમિત શાહને રાષ્ટ્રીય અધ્યક્ષ બનાવી દીધા. જે પછી તો PM મોદી અને અમિત શાહની જોડીએ દેશના અનેકો રાજ્યમાં ભાજપની સરકાર બનાવી. અને 2019ની લોકસભાની ચૂંટણીમાં ભાજપે શાનદાર જીત મેળવી અને નરેન્દ્ર મોદીના નેતૃત્વ હેઠળ પાછી સરકાર બનાવી.