પ્રાચીન સમયથી લગ્નમાં પીઠી ચોળવાનો રિવાજ ચાલ્યો આવે છે. કાયમ માટે એકબીજા સાથે પવિત્ર બંધનમાં બંધાતા પહેલા દુલ્હા અને દુલ્હનને પીઠી ચોળવામાં આવે છે. આ રસ્મ ખુબ ધામધૂમથી મનાવવામાં આવે છે. સગા સંબંધીઓ પણ સામેલ થાય છે. પરંતુ શું તમને એ વાતની ખબર છે કે લગ્ન પહેલા છોકરા અને છોકરીને પીઠી કેમ ચોળવામાં આવે છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આમ તો પીઠી ચોળવાની સેરેમનીમાં આજકાલ લોકો ખુબ ખર્ચો કરે છે. આ માટે હલ્દી થીમ ડેકોરેશનથી લઈને આઉટફિટ સુધીની ચીજો પર ધ્યાન આપવામાં આવતું હોય છે. પરંતુ જ્યારે પીઠી ચોળવાનો વારો આવે છે ત્યારે રસ્મના નામ પર થોડું થોડું છોકરા અને છોકરીને લગાવી દેવાય છે. આવામાં અમે તમને આજે પીઠી ચોળવા પાછળના કેટલાક કારણો વિશે જણાવીશું. 


પીઠી ચોળવાની રસ્મથી લગ્નની તૈયારીઓ શરૂ થાય છે. જેને દરેક સમાજનો લોકો પોત પોતાની રીતે આયોજિત કરે છે. કેટલીક  જગ્યાઓ પર લગ્નના ત્રણ દિવસ પહેલાથી દુલ્હન અને દુલ્હાને અલગ અલગ ઘરો પર પીઠી ચોળવામાં આવે છે. કેટલીક જગ્યાએ બંનેને સાથે જ લગ્નના દિવસે કે એક દિવસ પહેલા પીઠી ચોળવામાં આવે છે. 


ધાર્મિક કારણ
હિન્દુ ધર્મની માન્યતા મુજબ લગ્ન એક પવિત્ર બંધન છે. જેમાં નવા જોડાને આશીર્વાદ આપવા માટે દેવી દેવતાઓને આમંત્રણ આપવામાં આવે છે. જેમાં ભગવાન વિષ્ણુનું સ્થાન વિશેષ હોય છે. આથી તેમના આશીર્વાદ માટે તેમનો પસંદગીનો રંગ પીળો અને હળદરનો ઉપયોગ લગ્નમાં થાય છે. આ જ કારણ છે કે અનેક રસ્મોમાં પણ દુલ્હા દુલ્હન પીળા રંગના કપડાં પહેરતા હોય છે. 


Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube