નવી દિલ્હી : કોવિડ 19 મહામારી સામે લડવા માટે લાગુ કરવામાં આવેલા રાષ્ટ્રવ્યાપી લોકડાઉન (Lock Down) બાદથી પરિવારની આવક પર ભારે નકારાત્મક પ્રભાવ પડ્યો છે. આઇએએનએસ સીવોટર ઇકોનોમિક બેટરી વેવ સર્વેક્ષણમાં આ વાત સામે આવી છે, જ્યાં અડધાથી વધારે જવાબદાતાઓએ સંકેત આપ્યા છે. 

COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

સર્વેક્ષણ અનુસાર 53.2 ટકા પુરૂષોએ કહ્યું કે, તેમની આવક પર નકારાત્મક પ્રભાવ પડ્યો છે. સર્વેમાં તે જોવા મળ્યું કે, લોકોએ કાં તો પોતાની નોકરી ગુમાવી છે અથવા તો પહેલાની તુલનાએ તેમનો પગાર ઘટ્યો છે. તેમણે પગાર વગર રજા પર ઉતરી
જવા માટે મજબુર કરવામાં આવ્યા છે. આ ઉપરાંત એવા પણ લોકો છે, જે પાર્ટ ટાઇમ કામ કરવા માટે મજબુર છે. 

આ પ્રકારે 56.4 ટકા મહિલાઓ રાષ્ટ્રવ્યાપી બંધ પહેલાની તુલનામાં ઘટાડો કરવામાં આવ્યો છે. આ સર્વે જૂનના પહેલા અઠવાડીયામાં કરવામાં આવ્યું છે, જેમાં અલગ અલગ પૃષ્ટભુમિથી આવનારા 1397 લોકોની વાતચીત કરવામાં આવી છે. આ સર્વે સમગ્ર દેશમાં 500થી વધારે લોકસભા સીટો અંતર્ગત આવનારા લોકો વચ્ચે કરવામાં આવ્યું છે. સર્વેમાં સાપ્તાહિક રીતે 1000થી વધારે લોકો સાથે વાત કરવામાં આવી છે. 

આયુ વર્ગની દ્રષ્ટી કરવામાં આવેલા સર્વેમાં સામે આવ્યું કે, 61.6 ટકા વરિષ્ઠ નાગરિકોએ સ્વિકાર્યું કે, તેઓ ઓછી આવક પ્રાપ્ત કરી રહ્યા છે. આ સાથે જ નિમ્ન આવક સમુહ અને ઉચ્ચ આવક સમુહ બંન્ને જ પ્રભાવિત થયા છે. સૌથી વધારે નકારાત્મક પ્રભાવ એચઆઇજી સમુહ પર પડ્યો છે. જ્યાં 84.4 ટકા લોકોને તકલીફ ઉઠાવવી પડી છે. આ પ્રભાવ વ્યાપાર અને વાણીજ્ય ક્ષેત્રમાં પણ હોઇ શકે છે, જ્યાં વ્યાવસાયિક ગતિવિધિઓ પર પ્રતિકુળ પ્રભાવ પડી છે. 

રસપ્રદ બાબત છે કે, ઉચ્ચ શિક્ષણ પ્રાપ્ત કરનારાઓ માત્ર 25.3 ટકા અનુભવી રહ્યા છે કે, ઓછી આવક પ્રાપ્ત કરી રહ્યા છે. ધાર્મિક રીતે જોવામાં આવે તો સૌથી વધારે 79.5 ટકા શીખ સમુદાયનાં લોકોનું માનવું છે કે, આ દરમિયાન ઓછી આવક પ્રાપ્ત કરી રહ્યા છે. એટલે કે આ સમુદાય પર તેની સૌથી વધારે નકારાત્મક પ્રભાવ જોવા મળ્યો છે. 

જો ક્ષેત્રનાં આધારે જોઇએ તો દક્ષિણમાં સૌથી વધારે શીખ સમુદાયનાં લોકોએ સ્વિકાર્યું કે, આ દરમિયાન ઓછામાં ઓછી આવક પ્રાપ્ત કરી રહ્યા છે. એટલે કે આ સમુદાય પર તેની સૌથી વધારે નકારાત્મક પ્રભાવ જોવા મળ્યો છે. જો ક્ષેત્રના આધારે વાત કરીએ તો દક્ષિણાં સૌથી વધારે 68.9 ટકા ઉતરદાતાઓએ સ્વિકાર્યું કે, આ મુદ્દે સૌથી વધારે પ્રભાવિત થયા છે. બીજી તરફ પશ્ચિમ વિસ્તારમાં 55.4 ટકાએ કહ્યું કે, તેમના પર કોઇ જ પ્રભાવ પડ્યો નથી.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube