નવી દિલ્હીઃ બસવરાજ બોમ્મઈ કર્ણાટકના આગામી મુખ્યમંત્રી હશે. તેમની ગણના શક્તિશાળી લિંગાયત નેતા અને યેદિયુરપ્પાના નજીકના વિશ્વાસપાત્રોમાં થાય છે. બીએસ યેદિયુરપ્પાના રાજીનામા બાદ તેમની મુખ્યમંત્રી પદે પસંદગી કરવામાં આવી છે. યેદિયુરપ્પાએ તેમના નામનો પ્રસ્તાવ કર્યો અને ધર્મેન્દ્ર પ્રધાને તેમના નામની જાહેરાત કરી હતી. બુધવારે સવારે 11 કલાકે બસવરાજ મુખ્યમંત્રી પદના શપથ લેશે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

61 વર્ષના બસવરાજ બોમ્મઈનો જન્મ 28 જાન્યુઆરી 1960માં હુબલીમાં થયો હતો. પૂર્વ મુખ્યમંત્રી એસઆર બોમ્મઈના પુત્ર બસવરાજ કર્ણાટક ભાજપના મોટા નેતાઓમાં સામેલ છે. તેમણે ભૂમારાદ્દી કોલેજ ઓફ એન્જિનિયરિંગ એન્ડ ટેક્નોલોજીથી 1982માં બીઈની ડિગ્રી લીધી હતી. બસવરાજ બોમ્મઈના પત્નીનું નામ ચેન્નમ્મા છે અને તેમને બે બાળકો છે. બસવરાજ બોમ્મઈ આ વર્ષની શરૂઆતમાં કર્ણાટકના ગૃહમંત્રી બન્યા હતા. તે કર્ણાટક વિધાનસભાના 2004થી 2008 સુધી સભ્ય રહ્યા હતા. 


તેમનું પૂરુ નામ બસવરાજ સોમપ્પા બોમ્મઈ છે. કર્ણાટકના ગૃહ, કાયદા અને સંસદીય મામલાના મંત્રી રહેલા બોમ્મઈએ હાવેરી અને ઉડુપી જિલ્લાના પ્રભારી મંત્રી તરીકે પણ કાર્ય કર્યુ હતુ. તે પહેલા તેમણે જળ સંસાધન અને સહકારિતા મંત્રીના રૂપમાં કાર્ય કર્યુ હતું. 


આ પણ વાંચોઃ ગુજરાત કેડરના IPS અધિકારી દિલ્હીના નવા પોલીસ કમિશનર બન્યા


કર્ણાટકના પૂર્વ મુખ્યમંત્રી એસઆર બોમ્મઈના પુત્ર બસવરાજે મિકેનિકલ એન્જિનિયરિંગનો અભ્યાસ કર્યો છે. તેમણે કરિયરની શરૂઆત ટાટા સમૂહ સાથે કરી હતી. જનતા દળથી પોતાના રાજકીય જીવનની શરૂઆત કરી હતી. તેઓ 2008માં ભાજપમાં સામેલ થયા હતા. ત્યારબાદ તેમણે સતત પ્રગતિ કરી છે. ત્યારથી તેઓ ભાજપ પાર્ટી અને સરકારમાં મહત્વપૂર્ણ પદ સંભાળી રહ્યા છે. 


લિંગાયત સમુદાયના મજબૂત નેતા
પહેલા માનવામાં આવી રહ્યુ હતુ કે લિંગાયત સમુદાયથી મુખ્યમંત્રી પદના ઉમેદવાર પસંદ કરવાની પ્રાથમિકતા હશે, કારણ કે કર્ણાટકમાં લગભગ 17 ટકાની વસ્તીવાળા લિંગાયતનો રાજનીતિમાં મોટો પ્રભાવ છે. વિધાનસભા પ્રમાણે લગભગ 30 ટકા સીટો પર તેમનો પ્રભાવ છે. તેવામાં ભાજપ આ સમુદાયને નારાજ કરવા ઈચ્છતુ નથી. તેવા નામને નકારી દેવામાં આવ્યા જેમાં યેદિયુરપ્પાની સીધી ટક્કર થઈ રહી હોય. 


સૂત્રો અનુસાર યેદિયુરપ્પાને નેતૃત્વ તરફથી વિશ્વાસ આપવામાં આવ્યો છે કે તેમના પુત્રને ક્ષમતા અનુસાર યોગ્ય સ્થાન મળશે. બસવરાજ બોમ્મઈની પસંદગીથી તેને બળ મળ્યુ છે.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube