આખરે કેમ કાનુડાનો જન્મદિવસ બે દિવસ ઉજવવામાં આવે છે, શાસ્ત્રોમાં આ કારણ બતાવાયું છે
માન્યતા છે કે, ભગવાન શ્રીકૃષ્ણનો જન્મ ભાદ્રપદ એટલે કે ભાદો મહિનાના કૃષ્ણ પક્ષની અષ્ટમીના રોજ રોહિણી નક્ષત્રમાં થયો હતો. કેટલાક લોકો માટે અષ્ટમી તિથિ વધુ મહત્વ ધરાવે છે
નવી દિલ્હી :જન્માષ્ટમી હિન્દુઓનો પ્રમુખ તહેવારોમાંથી એક છે. આ તહેવાર શ્રી હરિ વિષ્ણુના આઠમા અવતાર શ્રીકૃષ્ણના જન્મદિવસના રૂપમાં ઉજવવામાં આવે છે. જન્માષ્ટમીનો તહેવાર બે દિવસ ઉજવવામાં આવે છે. આ વર્ષે પણ 23-24 ઓગસ્ટના રોજ જન્માષ્ટમી ઉજવવામાં આવશે. સાધુ-સંન્યાસ, શૈવ સંપ્રદાયે શુક્રવાર એટલે કે 23 ઓગસ્ટના રોજ જન્માષ્ટમી ઉજવી. જ્યારે કે વૈષ્ણવ સંપ્રદાયના મંદિરોમાં શનિવાર એટલે કે 24 ઓગસ્ટના રોજ જન્માષ્ટમી ઉજવવામાં આવશે. એવુ માનવામાં આવે છે કે, પહેલા દિવસે સાધુ-સંન્યાસી, શૈવ સંપ્રદાય દર વર્ષે જન્માષ્ટમી ઉજવે છે, જ્યારે કે બીજા દિવસે વૈષ્ણવ સંપ્રદાય અને વ્રજવાસી આ તહેવાર ઉજવે છે.
અંબાજી દર્શન કરીને પરત ફરતી લક્ઝરી બસને અકસ્માત, 33 મુસાફરો ઘાયલ
ઓગસ્ટના રોજ રોહિણી નક્ષત્રમાં થયો હતો કૃષ્ણજન્મ
માન્યતા છે કે, ભગવાન શ્રીકૃષ્ણનો જન્મ ભાદ્રપદ એટલે કે ભાદો મહિનાના કૃષ્ણ પક્ષની અષ્ટમીના રોજ રોહિણી નક્ષત્રમાં થયો હતો. કેટલાક લોકો માટે અષ્ટમી તિથિ વધુ મહત્વ ધરાવે છે. તો કેટલાક લોકો રોહિણી નક્ષત્ર થવા પર જ જન્માષ્ટમી પર્વ ઉજવે છે. આ કારણે જ આ વખતે જન્માષ્ટમી બે દિવસ ઉજવવામાં આવશે. કેમ કે, 23 ઓગસ્ટના રોજ અષ્ટમી તિથી હતી, પરંતુ રોહિણી નક્ષત્ર 24 ઓગસ્ટના રોજ છે.
વડોદરા : પીઝા હટના પીઝામાંથી વંદો નીકળ્યો, અધિકારીઓને ચેકિંગ માટે 40 મિનીટ બહાર ઉભા રાખ્યા
જન્માષ્ટમીનુ શુભ મુહૂર્ત : જન્માષ્ટમીની તિથી - 23 અને 24 ઓગસ્ટ
- અષ્ટમી તિથી પ્રારંભ - 23 ઓગસ્ટ 2019ના રોજ સવારે 8 વાગીને 9 મિનીટથી
- અષ્ટમી તિથી સમાપ્ત - 24 ઓગસ્ટ 2019ના રોજ સવારે 8 વાગીને 32 મિનીટ સુધી
- રોહિણી નક્ષત્ર પ્રારંભ - 24 ઓગસ્ટ 2019ના રોજ સવારે 3 વાગીને 48 મિનીટથી
- રોહિણી નક્ષત્ર સમાપ્ત - 25 ઓગસ્ટ 2019ના રોજ સવારે 4 વાગીને 17 મિનીટ સુધી
આ મંત્રનો જાપ કરો
ભગવાન શ્રીકૃષ્ણની પૂજામાં ‘कृं कृष्णाय नम:’ મંત્રનો જાપ કરો. મંત્ર જાપ ઓછામાં ઓછા 108 વાર કરો. આવું કરવાથઈ શ્રીકૃષ્ણ પ્રસન્ન થાય છે.
સમગ્ર ગુજરાતના લેટેસ્ટ સમાચાર, જુઓ LIVE TV :