ભારતના નક્શામાં હંમેશા કેમ શ્રીલંકાનો નક્શો પણ જોવા મળે છે? કારણ છે આ કાયદો
Sri Lanka is in Map of India: તમે જો ધ્યાનથી ભારતનો નક્શો જોયો હશે તો તેમાં શ્રીલંકાનો નક્શો પણ જોવા મળે છે. જ્યારે ભારતના નક્શામાં પાકિસ્તાન, ચીન, બાંગ્લાદેશ, અથવા મ્યાંમાર કે અન્ય કોઈ પણ પડોશી દેશનો નક્શો જોવા મળતો નથી.
Sri Lanka is in Map of India: તમે જો ધ્યાનથી ભારતનો નક્શો જોયો હશે તો તેમાં શ્રીલંકાનો નક્શો પણ જોવા મળે છે. જ્યારે ભારતના નક્શામાં પાકિસ્તાન, ચીન, બાંગ્લાદેશ, અથવા મ્યાંમાર કે અન્ય કોઈ પણ પડોશી દેશનો નક્શો જોવા મળતો નથી. નવાઈની વાત એ છે કે શ્રીલંકા ક્યારેય ભારતનો હિસ્સો રહ્યો નથી. જ્યારે પાકિસ્તાન અને બાંગ્લાદેશ ભારતથી અલગ થઈને બીજા દેશ બનેલા છે. શું તમે વિચાર્યું છે કે શ્રીલંકાનો નક્શો ભારતના નક્શા સાથે કેમ જોવા મળે છે.
આ પાછળ છે મહત્વનો કાયદો
જો તમે એમ વિચારતા હોવ કે ભારતનો શ્રીલંકા પર કોઈ પણ પ્રકારનો અધિકાર છે તો ના...બિલકુલ નહીં. ભારતના નક્શામાં શ્રીલંકાનો નક્શો જોવા મળે છે તેનો અર્થ બિલકુલ એમ નથી કે ભારતનો શ્રીલંકા પર કોઈ અધિકાર છે અથવા બંને દેશો વચ્ચે નક્શાને લઈને કોઈ કરાર છે. આ પાછળ એક રસપ્રદ કરાણ છે.
અત્રે જણાવવાનું કે આમ કરવા પાછળનું કારણ છે સમુદ્રી કાયદો. જેને ઓસિયન લો કહે છે. આ કાયદાને સંયુક્ત રાષ્ટ્રે બનાવ્યો છે. વર્ષ 1956માં આ કાયદાને બનાવવા માટે યુનાઈટેડ નેશન્સ કન્વેન્શન ઓન ધ લો ઓફ ધ સી (UNCLOS-1) નામના એક સંમેલનનું આયોજન કરાયું હતું. વર્ષ 1958માં સંયુક્ત રાષ્ટ્રે આ સંમેલનનું રિઝલ્ટ જાહેર કર્યું. તેમા સમુદ્ર સંલગ્ન સરહદો અંગે એકમત રાખવામાં આવ્યો હતો. વર્ષ 1982 સુધી ત્રણ સંમેલન આયોજિત કરાયા. જેણે સમુદ્ર સંલગ્ન કાયદાઓને આંતરરાષ્ટ્રીય સ્તરે માન્યતા આપી.
200 નોટિકલ માઈલના અંતરનો વિસ્તાર દેખાડવો જરૂરી
કાયદામાં એ નક્કી થયું કે ભારતના નક્શામાં કોઈ પણ દેશની બેસલાઈનથી 200 નોટિકલ માઈલ વચ્ચે આવનારી જગ્યાને દેખાડવી જરૂરી છે. એટલે કે કોઈ દેશ સમુદ્ર કિનારે વસેલો છે તો તે સ્થિતિમાં તે દેશના નક્શામાં તેની સરહદથી 200 નોટિકલ માઈલ્સ વચ્ચે આવનારો વિસ્તાર પણ નક્શામાં દેખાડવામાં આવશે.
200 નોટિકલ માઈલ્સ એટલે 370 કિલોમીટર અંતર થાય છે. આથી ભારતની સરહદથી 370 કિલોમીટરના અંતર સુધીનો વિસ્તાર નક્શામાં દેખાડવામાં આવે છે. આ જ કારણ છે કે શ્રીલંકાનો નક્શો ભારતના નક્શામાં સામેલ થતો રહે છે. અત્રે જણાવવાનું કે ભારતના ધનુષકોડીથી શ્રીલંકાનું અંતર માત્ર 18 નોટિકલ માઈલ જ છે. આથી ભારતના નક્શામાં શ્રીલંકા મહત્વનું સ્થાન ધરાવે છે. જ્યારે પાકિસ્તાન, ચીન, બાંગ્લાદેશ અથવા મ્યાંમાર સમુદ્રી વિસ્તારમાં આવતા નથી.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube