Knowledge: કોણે બનાવ્યું છે આવું કીબોર્ડ? જાણો કેમ આડાઅવળા હોય છે ABCD ના બટન
ABCD વાળા કીબોર્ડના કારણે ટાઇપરાઈટર પર લખવું મુશ્કેલ થતું હતું. મુખ્ય કારણ તો એ હતું કે શબ્દો ખુબ જ નજીક હોવાના કારણે ટાઇપિંગમાં પ્રોબ્લેમ થઈ રહી હતી. ત્યારે, અંગ્રેજી વર્ડસ્ માં સૌથી વધુ E,I,S,M નો ઉપયોગ થાય છે. જ્યારે, X, Y, Z જેવા આલ્ફાબેટ્સનો ઓછો ઉપયોગ થાય છે.
KEYBOARD: ઘણી વખત આપણે એવી વાતોથી અજાણ હોયે છે, જે આપણી આજુ બાજુ છે. તો ચાલો જણાવીએ તમને કીબોર્ડથી જોડાયેલી રોચક વાતો. દરેકે બાળપણમાં જ્યારે નવું નવું કમ્પયુટર શીખવાનું શરૂ કર્યું હતું, ત્યારે કીબોર્ડ પર આલ્ફાબેટ શોધવામાં સમય લાગતો હતો. એક લાઈન ટાઇપ કરવા માટે મીનિટો લાગતી હતી. તે સમયે તમામે વિચાર્યું હશે કે કીબોર્ડ બનાવનાર કેટલો ના સમજ હશે કે લાઈનમાં ABCD લખવાની જગ્યાએ આવું કીબોર્ડ બનાવ્યું. પણ જ્યારે, મોટા થયા ત્યારે ખબર પડી કે આડા અવડા શબદોથી જ ધડાધડ કીબોર્ડ પર જોયા વગર ટાઇપિંગ થઈ શકે છે.
કીબોર્ડનો ઈતિહાસ-
કીબોર્ડનો ઈતિહાસ ટાઇપરાઈટરથી જોડાયેલો છે. એટલે કે કમ્પયુટરના આવ્યા પહેલાંથી જ QWERTY કીબોર્ડનું ફોર્મેટ ચાલી આવી રહ્યું છે. વર્ષ 1868માં ક્રિશ્ટોફર લથામ શોલ્સ જેમણે ટાઇપાઈટર ઈન્વેન્ટ કર્યું હતું, તેમણે પહેલાં ABCD ફોર્મેટમાં કીબોર્ડ બનાવ્યું હતું. જે બાદ તેમને લાગ્યું કે જે સ્પીડમાં તેમને ટાઇપ કરવું હતું તે સ્પીડથી નથી થતું. સાથે અનેક Keysને લઈ પણ સમસ્યાઓ સામે આવી રહી હતી.
કીબોર્ડ માટે આખરે કેમ આ ફોર્મેટ નક્કી કરવામાં આવ્યો-
ABCD વાળા કીબોર્ડના કારણે ટાઇપરાઈટર પર લખવું મુશ્કેલ થતું હતું. મુખ્ય કારણ તો એ હતું કે શબ્દો ખુબ જ નજીક હોવાના કારણે ટાઇપિંગમાં પ્રોબ્લેમ થઈ રહી હતી. ત્યારે, અંગ્રેજી વર્ડસ્ માં સૌથી વધુ E,I,S,M નો ઉપયોગ થાય છે. જ્યારે, X, Y, Z જેવા આલ્ફાબેટ્સનો ઓછો ઉપયોગ થાય છે. જેથી વધારે મુશ્કેલી પડી રહી હતી. ત્યારે, 1870માં ઘણા બધા પરિક્ષણ બાદ QWERTY ફોર્મેટ અસતીત્વમાં આવ્યું.