નવી દિલ્હી: જો તમે ટ્રેનમાં મુસાફરી કરતા હોવ તો તમે એ વસ્તુ પર કદાચ ધ્યાન આપ્યું હશે કે સામાન્ય રીતે એસી કોચ ટ્રેનમાં બરાબર વચ્ચે જ હોય છે. મોટાભાગે ટ્રેનોમાં પહેલા એન્જિન, પછી જનરલ ડબ્બા, પછી કેટલાક સ્લિપર ડબ્બા, વચ્ચે એસી ડબ્બા અને ત્યારબાદ સ્લિપર, જનરલ ડબ્બા અને લાસ્ટમાં ગાર્ડ રૂમ હોય છે. જો કોઈ ટ્રેનમાં તમામ એસી ડબ્બા હોય તો વાત અલગ છે. નહીં તો સામાન્ય રીતે વ્યવસ્થા આ પ્રકારે હોય છે. પરંતુ શું તમે જાણો છો કે આવું કેમ હોય છે? આવો જાણીએ તે પાછળનું કારણ...


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

રેલવેના એક સીનિયર અધિકારી આ અંગે જણાવે છે કે સેફ્ટી અને મુસાફરોની સુવિધાને ધ્યાનમાં લઈને આમ કરવામાં આવે છે. ટ્રેનોમાં આ પ્રકારો કોચ લગાવવાનો ક્રમ અંગ્રેજોના રાજથી શરૂ થયું હતું. 


તમે એ વાત પર જરૂર ધ્યાન આપ્યું હશે કે ટ્રેન સ્ટેશનોના એક્ઝિટ ગેટ સ્ટેશનની બિલકુલ વચ્ચે હોય છે. આવામાં જ્યારે ટ્રેન પ્લેટફોર્મ પર રોકાય છે ત્યારે એસી કોચ આ એક્ઝિટ ગેટથી ખુબ નજીક હોય છે. આ પ્રકારે એસીમાં મુસાફરી કરનારા મુસાફરો ભીડથી બચીને ઓછા સમયમાં સ્ટેશન પરથી બહાર નીકળી શકે છે. જ્યારે જનરલ ડબ્બાની ભીડ પ્લેટફોર્મ પર બંને બાજુ વહેંચાઈ જાય છે. 


UP ચૂંટણી: ફરીથી ચર્ચામાં આવ્યા 'પીળી સાડીવાળા મેડમ', જાણો આ વખતે કેમ બદલાઈ ગયો લૂક


અધિકારીએ જણાવ્યું કે સામાન્ય રીતે જનરલ ડબ્બા અને સ્લિપર ડબ્બામાં વધુ મુસાફરો હોય છે. તેમની સરખામણીમાં એસી ડબ્બામાં ઓછા મુસાફરો હોય છે. જ્યારે એસી અને સ્લિપર ડબ્બાના ટ્રેનમાં અલગ અલગ જગ્યાએ પ્લેસમેન્ટ હશે તો તેમા ચડનારા મુસાફરોની સંખ્યા પણ વહેંચાઈ જશે. આ પ્રકારે રેલવે એડમિનિસ્ટ્રેશનને પણ ભીડ મેનેજ કરવામાં મદદ મળે છે. 


Success Story: 6ઠ્ઠા ધોરણમાં નાપાસ, પછી તો ડરને જ બનાવી લીધો પ્રેરણાસ્ત્રોત અને આ રીતે બની ગયા IAS ઓફિસર


રેલવેમાં અપર ક્લાસના ડબ્બા વચ્ચે લગાવવાનું ચલણ જ્યારથી ભારતમાં સ્ટીમ એન્જિનની  બોલબાલા હતી ત્યારથી શરૂ થયેલું. ત્યારબાદ ડીઝલ એન્જિન આવ્યા. આ બંને એન્જિનમાં ખુબ અવાજ થતો હતો. જ્યારે ટ્રેન ચાલતી હોય ત્યારે અવાજ વધુ હોય છે. અપર ક્લાસના મુસાફરોને ઓછો અવાજ આવે તે માટે તેમના ડબ્બા એન્જિનથી થોડા દૂર લગાવવામાં આવતા. જો કે હાલ મોટાભાગના ઈલેક્ટ્રિક એન્જિન ચાલે છે જેના દોડવાથી અવાજ ઓછો આવે છે. 


દેશના વધુ સમાચારો વાંચવા માટે કરો ક્લિક...


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube