કોલકત્તાઃ બંગાળમાં વિધાનસભા ચૂંટણી  (West Bengal Assembly Election 2021) માટે જોરશોરથી ચૂંટણી પ્રચાર ચાલી રહ્યો છે. આ વચ્ચે ભાજપના રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ મુકુલ રોય (Mukul Roy) ની વાય પ્લસ સુરક્ષાને અપગ્રેડ કરી ઝેડ શ્રેણી કરી દેવામાં આવી છે. ગૃહમંત્રાલયના સૂત્રોએ બુધવારે આ જાણકારી આપી છે. મહત્વનું છે કે મુકુલ રોય બંગાળના પ્રભાવશાળી નેતાઓમાંથી એક છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ઉલ્લેખનીય છે કે મુકુલ રોય નદિયા જિલ્લાના કૃષ્ણાનગર ઉત્તર વિધાનસભા સીટથી ચૂંટણી મેદાનમાં છે. પાર્ટીએ આ સીટ પરથી તેમને ટિકિટ આપી છે. તો તેમના ધારાસભ્ય શુભ્રાંશુ રોયને ભાજપે ઉત્તર 24 પરગના જિલ્લાની બીજપુર સીટથી મેદાનમાં ઉતાર્યા છે. 


આ પણ વાંચોઃ Assam Election: જેલમાં બંધ પોતાના પુત્રને ચૂંટણી જીતાડવા ઘરે-ઘરે ફરી રહ્યાં છે 84 વર્ષીય માતા, આ છે ઈચ્છા


કાલે પ્રચાર પડઘમ શાંત
બંગાળ વિધાનસભા ચૂંટણીના પ્રથમ તબક્કાના ચૂંટણી પ્રચાર ગુરૂવારે સાંજે સમાપ્ત થઈ જશે. પ્રથમ તબક્કાની 30 સીટો માટે 191 ઉમેદવાર મેદાનમાં છે. પ્રથમ તબક્કા માટે 222 ઉમેદવારોએ ઉમેદવારી કરી હતી. તે માટે નોટિફિકેશન 2 માર્ચે જાહેર થયું હતું. ઉમેદવારી કરવાની અંતિમ તારીખ 9 માર્ચ હતી. 10 માર્ચે ઉમેદવારોની સ્ક્રૂટની થઈ અને અરજી પરત લેવાની અંતિમ તારીખ 12 માર્ચ હતી. પ્રથમ તબક્કાનું મતદાન 27 માર્ચે થશે. 


તૃણમૂલ ઉમેદવારોની ઉમેદવારી રદ્દ કરવા રાજીબ બેનર્જીએ ચૂંટણી પંચને લખ્યો પત્ર
હાવડા જિલ્લાના ડોમઝૂડ વિધાનસભા સીટથી ભાજપ ઉમેદવાર રાજીબ બેનર્જીએ ત્યાં ટીએમસીની ટિકિટ પર ચૂંટણી લડી રહેલ કલ્યાણ ઘોષની ઉમેદવારી રદ્દ કરવા માટે ચૂંટણી પંચને પત્ર લખ્યો છે. તેમણે કહ્યું કે, ટીએમસી ઉમેદવાર કલ્યાણ ઘોષના નામથી ચૂંટણી પ્રચાર કરી રહ્યા છે જ્યારે તેમણે ઉમેદવારી પત્રમાં પોતાનું નામ કલ્યાણેંદુ ઘોષ લખ્યુ છે. તેમણે ચૂંટણી પંચને ખોટી માહિતી આપી છે જેથી તેમની ઉમેદવારી રદ્દ કરવી જોઈએ. 


દેશના વધુ સમાચારો વાંચવા માટે કરો ક્લિક...


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube