West Bengal: કોલકાતામાં `ટીમ મમતા`ની શપથ વિધિ, 43 મંત્રીએ લીધા પદ અને ગોપનીયતાના શપથ
બંગાળ સરકારના મંત્રીમંડળે આજે શપથ લીધી જેમાં કુલ 43 મંત્રીઓ સામેલ થયા. જેમાંથી 40એ આજે રાજભવનમાં મંત્રીપદના શપથ લીધા જ્યારે 3 નેતાઓએ વર્ચ્યુઅલ રીતે શપથ લીધા.
કોલકાતા: પશ્ચિમ બંગાળની વિધાનસભા ચૂંટણીમાં પ્રચંડ જીત મેળવ્યા બાદ મમતા બેનર્જી સતત ત્રીજીવાર રાજ્યના મુખ્યમંત્રી બની ગયા છે. મમતા બેનર્જીએ શપથ લઈને કામકાજ પણ સંભાળી લીધુ છે. પરંતુ હવે તેમની ટીમનો વારો છે. બંગાળ સરકારના મંત્રીમંડળે આજે શપથ લીધી જેમાં કુલ 43 મંત્રીઓ સામેલ થયા. જેમાંથી 40એ આજે રાજભવનમાં મંત્રીપદના શપથ લીધા જ્યારે 3 નેતાઓએ વર્ચ્યુઅલ રીતે શપથ લીધા.
Corona: કોરોનાના નવા કેસ ઘટ્યા, પણ હજુ સ્થિતિ ગંભીર, US ના ટોપ એક્સપર્ટે કહ્યું- વાયરસને હરાવવા આ એકમાત્ર ઉપાય
રાજભવનમાં તમામ કેબિનેટ મંત્રીઓ, સ્વતંત્ર પ્રભાર, રાજ્ય મંત્રીઓને શપથ લેવડાવવામાં આવી. આ દરમિયાન મમતા બેનર્જી પણ હાજર રહ્યા હતા. નવા મંત્રીમંડળમાં અનેક જૂના વફાદારોને તક મળી છે તો કેટલાક નવા પણ સામેલ કરાયા છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube