કોલકાતા : કોલકાતા મેટ્રો રેલમાં શનિવારે એક ખુબ જ દુખદ દુર્ઘટના સામે આવી છે. કોલકાતાના પાર્ક સ્ટ્રીટ મેટ્રો સ્ટેશન પર એક વૃદ્ધનો હાથ દરવાજામાં ફસાયા બાદ ટ્રેન ચાલવા લાગી હતી, જેના કારણે યાત્રીનું મોત નિપજ્યું હતું. ઘટના શનિવારે સાંજે પોણા સાત વાગ્યાની આસપાસ બની. મૃતક યાત્રીની ઓળખ 66 વર્ષીય સજલ કુમાર કાંજીલાલ તરીકે થઇ છે. તેઓ દક્ષિણ કોલકાતાના એક વિસ્તારમાં રહેતા હોવાનું જણાવાઇ રહ્યું છે. મળતી માહિતી અનુસાર વૃદ્ધ યાત્રીનો હાથ મેટ્રોના દરવાજામાં ફસાઇ ગયો હતો અને ત્યાર બાદ ટ્રેન ચાલવા લાગી હતી અને તેઓ ઘણા લાંબા અંતર સુધી ઘસડાતા રહ્યા હતા. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

BJP-RSS નું મોટુ પરિવર્તન, સંગઠમ મહામંત્રીને સોંપાઇ મહત્વની જવાબદારી
પ્રાપ્ત માહિતી અનુસાર પાર્ક સ્ટ્રીટથી આ મેટ્રો ગરિયા તરફ જઇ રહી હતી. આ દરમિયાન વૃદ્ધ યાત્રી મેટ્રોમાં ચડી રહ્યા હતા, તેઓ ચડે તે પહેલા જ અચાનક મેટ્રોનાં દરવાજા બંધ થઇ ગયા જેના કારણે તેમનો હાથ ફસાઇ ગયો અને શરીર મેટ્રોની બહાર રહી ગયું. મેટ્રો ચાલવા લાગતા તેઓ સાથે ઘસડાવા લાગ્યા હતા. ડ્રાઇવરને માહિતી મળ્યા બાદ ઇમરજન્સી બ્રેક લગાવી હતી. દરવાજો ખુલતાની સાથે જ તેઓ ટ્રેક પર પડી ગયા હતા. તેમને તત્કાલ નજીકનાં પોલીસ સ્ટેશન લઇ જવામાં આવ્યા. જ્યાં ડોક્ટરે તેમને મૃત જાહેર કર્યા હતા. 


TTD ની મોટી જાહેરાત, તિરુમલાના બાલાજી મંદિરમાં VVIP દર્શન થશે બંધ
કર્ણાટકનાં બળવાખોર ધારાસભ્યો પહોંચ્યા શિરડી, દરેક પક્ષ ઠોકે છે દાવા !
પોલીસે મૃતદેહનું પંચનામું ભરીને પોસ્ટમોર્ટમ માટે મોકલી દીધું છે. મળતી માહિતી અનુસાર દરવાજાના સેંસર ખરાબ થઇ ગયા હતા. મેટ્રોના જનરલ મેનેજર પીસી શર્માએ આ મુદ્દે ઉચ્ચ સ્તરીય તપાસનાં આદેશ આપ્યા છે.બીજી તરફ મેટ્રોની તરફથી કહેવામાં આવ્યું કે, આ ઘટના ખુબજ દુખદ છે. અમે આ મુદ્દે ખુબ જ ગંભીર છીએ અને તપાસ કરી રહ્યા છે. જો આ ઘટનામાં મેટ્રો ડ્રાઇવર કે અન્ય કોઇની ભુલ સામે આવશે તો તેની વિરુદ્ધ પણ કાર્યવાહી કરવામાં આવશે. બીજી તરફ મેટ્રોમાં મુસાફરી કરતા મુસાફરો સુરક્ષા મુદ્દે સવાલ ઉઠાવી રહ્યા છે. પોલીસે કેસ દાખલ કરીને કાર્યવાહી ચાલુ કરી દીધી છે.