CBIvsPOLICE LIVE: પશ્ચિમ બંગાળમાં હાઇવોલ્ટેજ ડ્રામા, TMC કાર્યકરોનું હિંસક પ્રદર્શન
ભાજપ નેતૃત્વ પર ભડકેલા મમતાએ કહ્યું કે, ભાજપના ટોપ નેતૃત્વ હલકી રાજનીતિ કરી રહ્યું છે, તેઓ ન માત્ર રાજનીતિક પાર્ટી પરંતુ પોલીસ અધિકારીઓને પણ ટાર્ગેટ કરે છે
કોલકાતા : પશ્ચિમ બંગાળની રાજધાની કોલકાતા શહેર આજે અભુતપુર્વ રાજનીતિક ઘટનાક્રમની સાક્ષી બન્યું. શારદા ચીટફંડ સ્કેમ ગોટાલા સીબીઆઇની એક ટીમ કોલકાતાનાં પોલીસ કમિશ્નર રાજીવ કુમારના ઘરે પહોંચી. જો કે સીબીઆઇની ટીમને અંદર જવા નહોતી દેવાઇ. કોલકાતા પોલીસ પુછપરછ કરવા માટે દબાણ કરતા સ્થાનિક પોલીસે તેમને કસ્ટડીમાં લઇ લીધા હતા. મમતા બેનર્જીને આ અંગે માહિતી મળતા તેઓ કમિશ્નરનાં ઘરે પહોંચી ગયા હતા. તેમણે મોદી સરકાર વિરુદ્ધ સંવૈધાનિક યુદ્ધની જાહેરાત કરી દીધી હતી.
સીબીઆઇ ઓફીસને પહેલા પોલીસે અને પછી સીઆરપીએફએ ઘેરી લીધું
કોલકાતા પોલીસ કમિશ્નરે ઘરે ડેપ્યુટી કમિશ્નર રેંકનાં બે અધિકારીઓએ સીબીઆઇ ટીમને અંદર જતા અટકાવ્યા હતા. કોલકાતા પોલીસના અનુસાર સીબીઆઇ ટીમને કોર્ટનો વોરંટ આપવા જણાવ્યું હતું. કોલકાતા પોલીસના અનુસાર સીબીઆઇ અધિકારીઓએ જણાવ્યું કે, તેઓ સિક્રેટ મિશન પર છે, પરંતુ જ્યારે તેમને વિગતવાર માહિતી અંગે પુછવામાં આવ્યું તો સીબીઆઇ અધિકારીઓ જવાબ આપી શક્યા નહોતા. જેથી તેમને કસ્ટડીમાં લેવાયા હતા. ત્યાર બાદ સીબીઆઇ ઓફીસને પોલીસે ઘેરી લીધું હતું. જો કે ત્યાર બાદ સીઆરપીએફને ફરજંદ કરી દેવાઇ હતી.
કસ્ટડીમાં સીબીઆઇનાં 5 અધિકારી
કોલકાતા પોલીસે પહેલા કમિશ્નરનાં ઘરે પહોંચી સીબીઆઇ ટીમના ડ્રાઇવરને કસ્ટડીમાં લેવામાં આવ્યા અને પછી પાંચ સીબીઆઇ અધિકારીઓને પણ કસ્ટડીમાં લઇ લેવામાં આવ્યા. કોલકાતા પોલીસે નિવેદન આપીને કહ્યું કે, સીબીઆઇ પાસે પુરતા દસ્તાવેજ નહોતા. જરુરૂ ડોક્યુમેન્ટ પહોંચ્યા હતા. બીજી તરફ કોલકાતા પોલીસે સીબીઆઇના જોઇન્ટ ડાયરેક્ટર પંકજ શ્રીવાસ્તવને કસ્ટડીમાં લેવા માટે તેમના ઘરે પહોંચી હતી. સીબીઆઇના સુત્રોનું કહેવું છે કે કમિશ્નરના ઘરે જરૂરી ડોક્યુમેન્ટને ન્ષ્ટ કરવામા આવી શકે છે. મળતી માહિતી અનુસાર સીબઈઆઇ હવે રાજ્યપાલ પાસે આ સ્થિતીનો ઉકેલ લાવવા માટે અપીલ કરી શકે છે.
સીબીઆઇ ઓફીસને કોલકાતા પોલીસે ઘેર્યું
ત્યાર બાદ થોડા જ સમયમાં પોલીસે સોલ્ટલેકની સીજીઓ કોમપલેક્સમાં આવેલી સીબીઆિ ઓફીસને ઘેરી લીધું હતું. આ દરમિયાન કોલકાતા પોલીસના કમિશ્નર રાજીવ કુમાર પોતાના જ ઘરમાં હતા અને મીડિયાને ચહેરો દેખાડીને અંદર જતા રહ્યા હતા.
મમતાએ મીડિયાનુ સંબોધન કર્યું.
કમિશ્નર રાજીવ કુમારના ઘરની બહાર નિકળતા જ મમતા બેનર્જીએ નરેન્દ્ર મોદી સરકાર પર શાબ્દિક પ્રહારો કર્યાહ તા. મમતાએ કહ્યું કે, મને દુખ છે કે રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજીત ડોભાલ એજન્સીને નિર્દેશ આપી રહી છે. તેઓ તેને લાગુ કીર રહ્યા છે., જે વડાપ્રધાન મોદી કહી રહ્યા છે. તેમણે જનતાને જણાવવું પડશે કે આ યોગ્ય નથી તઇ રહ્યું. મોદીએ કહ્યું કે, સમગ્ર દેશ મોદી-શાહથી પરેશાન છે. દેશમાં આ સમયે ઇમરજન્સી કરતા પણ ખરાબ પરિસ્થિતી છે. મોદી સરકારનાં આ વલણ વિરુદ્ધ હું ધરણા કરીશ.
ધરણા પર બેઠી મમતા બેનર્જી
રાજીવ કુમારના ઘરે મીડિયાને સંબોધિત કર્યા બાદ મમતા બેનર્જી મેટ્રો ટ્રેન પહોંચ્યા અને ત્યાં ધરણા પર બેસી ગયા હતા. મમતા બેનર્જીએ કહ્યું કે આ સંવૈધાનિક સંકટ છે. તેમણે કહ્યું કે, આ તેમનો સત્યાગ્રહ છે. મમતા બેનર્જીએ કહ્યું કે, દેશની સિસ્ટમ ખોરવાઇ ચુકી છે. અહીં ખાસ વાત છે કે સીબીઆઇ જે અધિકારીની વિરુદ્ધ તપાસ કરવા ગઇ હતી, તે અધિકારીઓ પણ એટલે કે કોલકાતા પોલીસ કમિશ્નર રાજીવ કુમાર પણ મમતા બેનર્જીની સાથે ઘરણા પર બેસી ગયા.
તમામ સીબીઆઇ અધિકારીઓની મુક્તિ
મમતા બેનર્જી ધરણા પર બેઠા, કલકતા પોલીસે કસ્ટડીમાં રહેલા તમામ પાંચ અધિકારીઓને મુક્ત કરી દીધાહ તા. સાથે જ સીબીઆઇ ઓફીસ પરનો પહેરો પણ હટાવી દીધો હતો.
સીબીઆઇ ઓફીસમાં સીઆરપીએફએ કબ્જો સંભાળ્યો
કોલકાતામાં ઇશ્યું આ ઘટનાક્રમ વચ્ચે અર્ધસૈનિક દળોની એક ટુકડી સોલ્ટ લેક પહોંચી અને સીબીઆઇ અધિકારીઓને પોતાનાં કબ્જામાં લઇ લીધો. અત્રે ઉલ્લેખનીય છે કે, રાજનીતિક રીતે ખુબ જ સંવેદનશીલ મુદ્દો છે. શનિવારે જ્યારે મીડિયામાં સમાચાર આવ્યા કે ચિટફંડ ગોટાળા મુદ્દે સીબીઆઇને કોલકાતા પોલીસ કમિશ્નરની તલાશ હોય તો આ મુદ્દે પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જી કુદી પડ્યા હતા.
પોલીસ કમિશ્નરની ઇમાનદારી સવાલોથી પર-મમતા
મમતા બેનર્જીએ ટ્વીટ કરીને કહ્યું કે, કોલકાતા પોલીસ કમિશ્નર વિશ્વના સૌથી સારા અધિકારી છે. મમતાએ ટ્વીટ કરીને કહ્યું કે, તેમની ઇમાનદારી અને બહાદુરી પર સવાલો ઉઠાવી શકાય નહી. તેઓ દિવસરાત કામ કરી રહ્યા છે. હાલમાં જ તેઓ એક દિવસની રજા પર હતા. ભાજપ પર ભડકેલા મમતાએ કહ્યું કે, ભાજપનું ટોપ નેતૃત્વ હલકા પ્રકારની રાજનીતિ કરી રહ્યું છે. ન માત્ર રાજનીતિક પાર્ટીઓ પરંતુ તે લોકો પોલીસને પણ ટાર્ગેટ કરી રહ્યા છે. તેઓ આ સંસ્થાઓને બરબાદ કરી રહ્યા છે. મમતા બેનર્જીએ કહ્યું કે, અમે તેની ઘોર નિંદા કરીએ છીએ.
વિપક્ષનાં નેતાઓનું મમતા બેનર્જીને સમર્થન
આ સમગ્ર ઘટનાક્રમમાં પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીને વિપક્ષનો સંપુર્ણ સહયોગ મળી રહ્યો છે. દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ સોમવારે મમતા બેનર્જીને મળવા માટે કોલકાતા જઇ શકે છે. ત્યાર બાદ રાહુલ ગાંધી, ઉમર અબ્દુલ્લાહ, અખિલેશ યાદવ, તેજસ્વી યાદવ, ચંદ્રબાબુ નાયડુ, માયાવતી, શરદ પવારે પણ આ મુદ્દે મમતા બેનર્જી સાથે મુલાકાત કરી હતી.
સીબીઆઇ દ્વારા રાજ્યપાલને મળવા માટે સમય મંગાવાયો
પશ્ચિમ બંગાળમાં રવિવારે કોલકાતા પોલીસ કમિશ્નરની પુછપરછ કરવા સીબીઆઇની ટીમને રાજ્ય પોલીસે કસ્ટડીમાં લઇ લીધો હતો. ત્યાર બાદથી જ સીબીઆઇ રાજ્યમાં અસંમજસની સ્થિતીમાં જોવા મળ્યું હતું. બીજી તરફ હવે સીબીઆઇ આ મુદ્દે પશ્ચિમ બંગાળના રાજ્યપાલ કેસરીનાથ ત્રિપાઠી પાસે જશે. સીબીઆઇએ આ મુદ્દે વાતચીત કરવા માટે રાજ્યપાલ પાસે સમયની માંગણી કરી હતી.
શું છે ચારદા ચીટફંડ
વર્ષ 2013માં દેશમાં સમાચારોમાં છવાયેલ શારદા ગોટાળામાં 10 હજાર કરોડ રૂપિયાનો ગોટાળો થયો હોવાનો આરોપ છે. જેના અનુસાર શારદા ચીટફંડ ગ્રુપના ચેરમેન અને મેનેજિંગ ડાયરેક્ટર સુદીપ્ત સેને અનેક સ્કીમો દ્વારા બંગાળ અને ઓરિસ્સાની આશરે 14 લાખ રોકાણકારો પાસેથી પૈસા એકત્ર કર્યા અને તેને ઠગ્યા. ઇડી અત્યાર સુધી શારદની છ સંપત્તીઓ જપ્ત કરી ચુકી છે. જેની કિંમત 500 કરોડ રૂપિયા છે. એક્ટર સાથે રાજનીતિજ્ઞ બનેલા તૃણમુલ કોંગ્રેસના સાંસદ મિથુન ચક્રવર્તી બ્રાંડ એમ્બેસેડર તરીકે શારદા કંપની પાસેથી લેવાયેલા 1.20 કરોડ રૂપિયા પહેલા જ ઇડીને સોંપી ચુક્યા છે.