નવી દિલ્હી : કોલકાતા પોલીસ કમિશ્નર રાજીવ કુમારની સીબીઆઇએ 9 ફેબ્રુઆરી શિલોંગમાં કરોડો રૂપિયાના શારદા ચીટ ફંડ ગોટાલા અંગે પુછપરછ કરશે. આ માહિતી અધિકારીઓએ ગુરૂવારે આપી હતી. બે દિવસ પહેલા સુપ્રીમ કોર્ટ દ્વારા તેમને તપાસ એજન્સીને સહયોગ કરવા માટેનો નિર્દેશ આપ્યો હતો. અધિકારીઓએ જણાવ્યું કે, સીબીઆઇ 1989 બેંચના આઇપીએસ અધિકારી કુમારની પુછપરછ એટલા માટે કરવા માંગે છે કારણ કે શારદા અને અન્ય પોંજી ગોટાળા મુદ્દે તપાસ માટે રચાયેલી સીટના પ્રમુખ હતા. 

COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

રાજીવ કુમાર સહિત અનેક હાઇપ્રોફાઇલ શંકાસ્પદની પુછપરછ દરમિયાન વધારે શ્રમબળ પુરૂ પાડવા માટે સીબીઆઇએ દિલ્હી, ભોપાલ, લખનઉ એકમનાં 10 અધિકારીઓને 20 ફેબ્રુઆરીએ કોલકાતા ખાતે મોકલ્યા હતા. એક અધિકારી આદેશમાં જણાવવામાં આવ્યું કે, નવી દિલ્હીમાં વિસેષ એકનાં પોલીસ અધીક્ષક જગરૂપ એસ. ગુસિન્હાની સાથે એસપી વી.એમ મિત્તલ, સુરેન્દ્ર મલિક, ચંદર દીપ, ઉપાધીક્ષક અતુલ હજેલા, આલોક કુમાર શાહી અને પી.કે શ્રીવાસ્તવ, નિરીક્ષક હરિશંકર ચાંદ, રિતેશ દાનહી અને સુરજીત દાસ કોલકાતામાં ફરજંદ થશે. 

અગાઉ જણાવાયું કે, આ અધિકારીઓ અસ્થાયી રીતે સીબીઆઇ ઇઓ-ચાર કોલકાતામાં પદસ્થ થશે. તેમને શુક્રવાર સુધીમાં કોલકાતા પહોંચવા માટે કહેવામાં આવ્યું છે અને અસ્થાયી રીતે તેઓ 20 ફેબ્રુઆરી સુધી ત્યાં રહેશે. ઉલ્લેખનીય છે કે, સુપ્રીમ કોર્ટે મંગળવારે કોલકાતા પોલીસ કમિશ્નર રાજીવ કુમારને નિર્દેશ આપ્યો હતો કે તેઓ સીબીઆઇ સમક્ષ હાજર થાય અને તપાસમાં સંપુર્ણ સહયોગ કરે. જો કે કમિશ્નરની ધરપકડ નહી કરવા માટેની પણ ટકોર સીબીઆઇને કરવામાં આવી હતી. જેથી સીબીઆઇ દ્વારા માત્ર તેમની પુછપરછ જ થઇ શકશે.