PM Modi નો વિપક્ષને જવાબ, હા, મિત્રો માટે કામ કરીશ, કારણ કે મારા મિત્ર ગરીબ છે
થોડા સપ્તાહ પહેલા કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને અમિત શાહનું નામ લીધા વગર અમે બે અમારા બેના નારા સાથે મિત્રો માટે કામ કરવાનો આરોપ લગાવ્યો, જેનો આજે પીએમ મોદીએ જવાબ આપ્યો છે.
કોલકત્તાઃ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી (Narendra Modi) પશ્ચિમ બંગાળ (West Bengal) ના પ્રવાસ પર છે. આ દરમિયાન તેમણે કોલકત્તાના બ્રિગેડ પરેડ ગ્રાઉન્ડ (Brigade Parade Ground) માં રેલી સંબોધિત કરી અને વિપક્ષ પર નિશાન સાધ્યુ હતું. આ સાથે તેમણે વિપક્ષના 'મિત્રોને ફાયદો પહોંચાડનાર' માટે કામ કામ કરનાર' નિવેદનનો વળતો જવાબ આપ્યો હતો.
તેમણે કહ્યું, આજકાલ અમારા વિરોધી કહે છે કે મોદી પોતાના મિત્ર માટે કામ કરે છે. આપણે બધા જાણીએ છીએ કે બાળકમાં આપણે જ્યાં મોટા થયા, બાળપણમાં જ્યાં રમ્યા હોયે, જેની સાથે અભ્યાસ કર્યો હોય, તે આપણા જીવનભર પાકા મિત્રો હોય છે. પરંતુ મારૂ જીવન શરૂઆતથી દેશને સમર્પિત રહ્યુ છે. દેશભરના ગરીબ મારા મિત્ર છે. હું તેના માટે કામ કરી રહ્યો છું.
આ પણ વાંચોઃ મોંઘા LPG સિલિન્ડર વિરુદ્ધ મમતા બેનર્જીની પદયાત્રા, કહ્યું- અસલ પરિવર્તન હવે દિલ્હીમાં થશે
મિત્રો માટે કામ કરવાથી વિપક્ષ પરેશાન
બંગાળમાં પણ મેં મારા મિત્રોને 90 લાખ ગેસ કનેક્શન આપ્યા છે. હું 7 લાખથી વધુ ઘરોને ફ્રીમાં વીજળીનું કનેક્શન આપ્યું છે. આ સિવાય 60 લાખથી વધુ શૌચાલય અને ઘર બનાવ્યા છે. દલિત, પછાત, પીડિત, શોષિત, વંચિત, મારા બધા મિત્રોને આ યોજનાનો લાભ મલ્યો છે. પરંતુ વિપક્ષને તેનાથી સમસ્યા છે.
શું મિત્રોની મદદ કરવી ખોટુ છે?
પીએમે કહ્યુ, બંગાળના ચાવાળા અને ટી ગાર્ડનમાં કામ કરનાર અમારા ભાઈ-બહેન તો મારા વિશેષ મિત્ર છે. મારા આવા કામોથી તેની પણ અનેક મુશ્કેલીઓ ઓછી થઈ રહી છે. અમારી સરકારના પ્રયાસોથી મારા આ ચાવાળા મિત્રોને સોશિયલ સિક્યોરિટી સ્કીમ્સનો લાભ મળ્યો છે. કોરોનાએ વિશ્વને પરેશાન કર્યું, પરંતુ મેં મારા દરેક મિત્રને ફ્રીમાં રાશન, ગેસ સિલિન્ડર અને કરોડો રૂપિયા બેન્ક ખાતામાં જમા કરાવ્યા છે.
આ પણ વાંચો- Kisan Mahapanchayat માં સામેલ થયા પ્રિયંકા ગાંધી, કહ્યું- ભાજપ સરકાર કિસાનોનું શોષણ કરી રહી છે
નક્કી કરો દોસ્તી ચાલશે કે તોલાબાજી?
પીએમ મોદીએ આગળ કહ્યું કે, મારા દોસ્ત જ્યારે દોસ્તી નિભાવે છે, તો ગુસ્સામાં વિપક્ષી દળ તેમાં વિઘ્નનું કામ કરે છે. પરંતુ આજે હું તેમને સ્પષ્ટ કહેવા ઈચ્છુ છું કે, કાન ખોલીને સાંભળી લો. હું હિન્દુસ્તાનના પોતાના 130 કરોડ દોસ્તોની મદદ કરતો રહીશ. બંગાળ કે કોઈ અન્ય સરકાર મને રોકી શકશે નહીં. હું બંગાળના ગરીબ લોકોને ફ્રી સારવારની સુવિધા આપવા ઈચ્છુ છું. પરંતુ મમતા બેનર્જીને તેમાં પણ ડર લાગી રહ્યો છે. તેથી તેઓ કહી રહ્યાં છે કે ખેલા હોબા. તેઓ ખુબ રમ્યા છે. તમે શું બાકી છોડ્યુ છું. હવે તમે લોકો નક્કી કરો 'દોસ્તી' ચાલશે કે 'તોલાબાજી?'
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube