કોલકત્તા: પશ્ચિમ બંગાળે (West Bengal) ગૌરવનો નવો તાજ હાંસલ કર્યો છે. સંયુક્ત રાષ્ટ્ર સંઘની કલ્ચર યૂનિટ યુનેસ્કો (UNESCO) એ દુર્ગા પૂજાને હેરિટેજ લિસ્ટમાં સામેલ કરી છે. યુનેસ્કો (UNESCO) એ બુધવારે દુર્ગા પૂજાને માનવતાના અમૂર્ત સાંસ્કૃતિક વારસાની પ્રતિનિધિ યાદીમાં સામેલ કરવાની જાહેરાત કરી છે. આ નિર્ણય પેરિસમાં 13 થી 18 ડિસેમ્બર દરમિયાન યોજાનારી આંતર સરકારી સમિતિના 16મા સત્રના બીજા દિવસે લેવામાં આવ્યો હતો. આ માત્ર બંગાળ માટે જ નહીં પરંતુ સમગ્ર ભારત માટે એક મોટી ખુશખબરી છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

કેન્દ્રીય સાંસ્કૃતિક મંત્રાલયના એક અધિકારીએ જણાવ્યું હતું કે ધર્મ, લિંગ અને આર્થિક સ્થિતિના અવરોધોને દૂર કરવા માટેના સમાવેશી દ્રષ્ટિકોણ માટે પ્રશંસા કરવામાં આવી હતી. યુનેસ્કોની વેબસાઈટે લખ્યું છે કે દુર્ગા પૂજાને ધર્મ અને કલાના સાર્વજનિક પ્રદર્શનના શ્રેષ્ઠ ઉદાહરણ તરીકે અને સહયોગી કલાકારો અને ડિઝાઇનરો માટે સમૃદ્ધ મેદાન તરીકે જોવામાં આવે છે.

Corona: ભારતમાં ઓમિક્રોનનો આંકડો 65 એ પહોંચ્યો, 10 રાજ્યોમાં એન્ટ્રી


જણાવી દઈએ કે બંગાળ સરકારે દુર્ગા પૂજાને હેરિટેજની યાદીમાં સામેલ કરવા માટે યુનેસ્કોને અરજી કરી હતી. હવે યુનેસ્કોએ આ અરજી સ્વીકારી લીધી છે. દર વર્ષે સપ્ટેમ્બર-ઓક્ટોબરમાં દુર્ગા પૂજાનું આયોજન કરવામાં આવે છે. ભારતમાં ઉજવવામાં આવતો આ એક મહત્વપૂર્ણ તહેવાર છે. તે ખાસ કરીને બંગાળમાં ઉજવવામાં આવે છે. આ 10 દિવસનો તહેવાર છે. તે સમગ્ર દેશમાં નવરાત્રિ તરીકે ઉજવવામાં આવે છે.

નવા વર્ષથી લોકોને લાગશે મોટો આંચકો, પ્રાઇવેટ હોસ્પિટલોએ લીધો આ મોટો નિર્ણય


આ પહેલાં 2017 માં કુંભ મેળાને અને 2016માં યોગને આ માન્યતા મળી હતી. પંજાબના પરંપરાગત પિત્તળ અને તાંબાના શિલ્પને 2014માં માન્યતા મળી હતી, જ્યારે મણિપુરના સંકીર્તન અનુષ્ઠાન ગાયનને 2013માં માન્યતા મળી હતી.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube