Shri Krishna Janmashtami 2022 LIVE Updates: ભગવાન શ્રીકૃષ્ણના જન્મસ્થળ મથુરા સહિત દેશભરમાં જન્માષ્ટમીનો તહેવાર ધૂમધામથી ઉજવાઈ રહ્યો છે અને મંદિરો ઉપરાંત લોકોએ પોતાના ઘરોમાં પણ લડ્ડુ ગોપાલની પ્રતિમાને રંગબેરંગી પોષાકથી સજાવ્યા છે. અત્રે જણાવવાનું કે આ વખતે શ્રીકૃષ્ણ જન્માષ્ટમી 19 ઓગસ્ટના રોજ ઉચ્ચ રાશિના ચંદ્રમાંમાં મનાવવામાં આવી રહી છે. પરંતુ જન્માષ્ટમીનું શુભ મુહૂર્ત ગઈ કાલે એટલે કે 18મી ઓગસ્ટે જ શરૂ થઈ ગયું હતું. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

શ્રીકૃષ્ણ જન્માષ્ટમી દર વર્ષે દેશભરમાં ખુબ ધૂમધામથી ઉજવાય છે. ભગવાન શ્રીકૃષ્ણના પ્રગટોત્સવનું પર્વ જન્માષ્ટમી તરીકે ઉજવાય છે. અત્રે જણાવવાનું કે ભગવાન શ્રીકૃષ્ણે શ્રાવણ મહિનાની કૃષ્ણ પક્ષની અષ્ટમી તિથિના રોજ મથુરામાં જન્મ લીધો હતો. હિન્દુ માન્યતાઓ મુજબ આ દિવસે દેશભરમાં જન્માષ્ટમી ઉજવાય છે. દેશભરના મંદિરો અને ઘરોમાં આ દિવસે ભગવાન કૃષ્ણના બાળ સ્વરૂપની પૂજા થાય છે. 


પીએમ મોદીએ પાઠવી શુભેચ્છાઓ
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ટ્વીટ કરીને જન્માષ્ટમીની શુભેચ્છાઓ પાઠવી છે. તેમણે લખ્યું કે તમામ દેશવાસીઓને જન્માષ્ટમીના પાવન-પુનીત અવસરે હાર્દિક શુભેચ્છાઓ. ભક્તિ અને ઉલ્લાસનો આ ઉત્સવ દરેકના જીવનમાં સુખ સમૃદ્ધિ અને સૌભાગ્ય લઈને આવે. જય શ્રીકૃષ્ણ!


Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube