Krishna Janmashtami 2019: શ્રી કૃષ્ણના આ 10 મંત્રમાં છે ગજબની શક્તિ, અવશ્ય કરો જાપ
Krishna Janmashtami 2019 પર ભગવાન કૃષ્ણની પૂજા થાય છે. આ દરમિયાન શ્રીકૃષ્ણના મંત્રોનો જાપ કરવામાં આવે છે. કહેવાય છેકે મંત્ર જાપથી જીવનની દરેક પ્રકારની મુશ્કેલીઓ દૂર થાય છે.
Krishna Janmashtami 2019 પર ભગવાન કૃષ્ણની પૂજા થાય છે. આ દરમિયાન શ્રીકૃષ્ણના મંત્રોનો જાપ કરવામાં આવે છે. કહેવાય છેકે મંત્ર જાપથી જીવનની દરેક પ્રકારની મુશ્કેલીઓ દૂર થાય છે. આજે અમે તમને આવા જ 10 મંત્રો અંગે જણાવીએ છીએ. આ સાથે જ જાણો કે આ મંત્રોનો જાપ ક્યારે અને કઈ રીતે કરવો જોઈએ.
1. कृं कृष्णाय नमः
કહેવાય છે કે આ મંત્રનો જાપ કરવાથી અટવાયેલું ધન પ્રાપ્ત થાય છે. ઘર પરિવારમાં સુખ વર્ષા થાય છે. આ મંત્રને સવારે સ્નાન બાદ 108 વાર જાપ કરવો જોઈએ.
2. ऊं श्रीं नमः श्रीकृष्णाय परिपूर्णतमाय स्वाहा
તેનો રોજ સવારે જાપ કરો. આ મંત્ર ખુબ શક્તિશાળી ગણાય છે. તેનાથી ધન લાભ થાય છે.
3. गोवल्लभाय स्वाहा
તેનાથી ધન પ્રાપ્તિ થાય છે. આ મંત્રનો જાપ દિવસમાં કોઈ પણ સમયે કરી શકાય છે.
4. गोकुल नाथाय नमः
આ મંત્રનો જાપ કરનારાઓની તમામ ઈચ્છાઓ પૂરી થાય છે. બસ તેનો યોગ્ય ઉચ્ચારણ થવો જોઈએ.
5. क्लीं ग्लौं क्लीं श्यामलांगाय नमः
સંપૂર્ણ સિદ્ધિઓને પ્રદાન કરે છે આ મંત્ર. દિવસમાં કોઈ પણ સમયે જાપ કરી શકો છો. સવારે નિત્ય કર્મોથી નિવૃત્ત થઈને જાપ કરવામાં આવે તો ઉત્તમ ગણાય છે.
6. नमो भगवते श्रीगोविन्दाय
આ મંત્રના જાપથી વિવાહ જલદી થાય છે. સવારે સ્નાન બાદ આ મંત્રનો 108વાર જાપ કરવો જોઈએ.
7. ऐं क्लीं कृष्णाय ह्रीं गोविंदाय श्रीं गोपीजनवल्लभाय स्वाहा ह्र्सो
વાણીનું વરદાન મળે છે. આ મંત્રના સતત જાપથી એવું પણ થાય છે કે તમે જે બોલો છો તેની યોગ્ય અસર પડવાની શરૂઆત થાય છે.
8. ॐ श्रीं ह्रीं क्लीं श्रीकृष्णाय गोविंदाय गोपीजन वल्लभाय श्रीं श्रीं श्री
જીવનમાં કોઈ પણ પ્રકારની બાધા હોય તો દૂર થાય છે. ધનની અછત રહેતી નથી.
9. ॐ श्री कृष्णाय शरणं मम
ભગવાન શ્રીકૃષ્ણ મદદ કરે છે જે રીતે તેમણે દ્રૌપદીની મદદ કરી હતી.
10. ॐ नमो भगवते वासुदेवाय नम:
આ મંત્રનો જાપ કોઈ પણ કરી શકે છે. ખુબ જ પુણ્ય પ્રદાન કરતો આ મંત્ર છે.