ધ હેગ : આંતરરાષ્ટ્રીય કોર્ટ (ICJ)માં ભારતીય નાગરિક કુલભૂષણ જાધવ કેસનાં બીજા દિવસે મંગળવારે (ભારતીય સમયાનુસાર 2.30 વાગ્યે) સુનવણી ચાલુ થઇ ચુકી છે. આ વખતે પાકિસ્તાન તરફથી સીનિયર વકીલ ખાવર કુરૈશી પોતાની દલીલો રજુ કરી રહ્યા છે. આ કેસમાં જ્યારે પાકિસ્તાની વકીલ પોતાની દલીલો કરી રહ્યા હતા તેમાં તેઓ કુલભૂષણ જાધવના કથિત નકલી પાસપોર્ટ રાખવા અને તેને સંબંધિત પોતાનો પક્ષ રજુ કરી રહ્યા હતા. જો કે ઉત્તેજીત થઇને તેઓ ખુબ મોટા અવાજે દલીલો કરી રહ્યા હતા. 

COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

જે અંગે આઇસીજે જજોના પેનલ અધ્યક્ષ અબ્દુલ કાવી અહેમદ યુસૂફે તેમને ટોકતા કહ્યું કે, કૃપા કરીને ધીરે બોલો. આ અંગે ભોંઠા પડેલા કુરેશીએ ત્યાર બાદ દલિલો ધીરે ધીરે રજુ કરવાનુ ચાલુ કર્યું હતું. કુરેશીએ કહ્યું કે, આ મુદ્દે ભારતનું આચરણ અપ્રાસંગીક છે. આંતરરાષ્ટ્રીય કોર્ટ (ICJ)માં સોમવારે કુલભૂષણ જાધવ સંબંધિત મુદ્દે ભારતીય પક્ષ દ્વારા પોતાની દલીલો રજુ કરવામાં આવ્યા બાદ કોર્ટ દ્વારા મંગળવાર સુધી સ્થગિત કરી દેવાઇ હતી. ભારતને 20 ફેબ્રુઆરીએ ફરીથી પોતાનો પક્ષ રજુ કરવા માટેની તક આપવામાં આવશે, જ્યારે પાકિસ્તાન 21 ફેબ્રુઆરીએ આ મુદ્દે અંતિમ દલિલ રજુ કરશે. 


આ અગાઉ સોમવારે પાકિસ્તાને કહ્યું કે, આંતરરાષ્ટ્રીય કોર્ટમાં કુલભૂષણ જાધવ મુદ્દે જે મહત્વનાં સવાલો પુછવામાં આવ્યા હતા, ભારતે તે સવાલોનાં જવાબ નહોતા આપ્યા. પાકિસ્તાનની એક સૈન્ય કોર્ટે જાધવને મોતની સજા ફટકારી હતી. આઇસીજે મુખ્યમથકમાં સોમવારે ચાર દિવસીય સુનવણી એવા સમયે ચાલુ થઇ છે જ્યારે જમ્મુ કાશ્મીરમાં પાકિસ્તાનનાં આતંકવાદી સંગઠન જૈશ એ મોહમ્મદ દ્વારા કરવામાં આવેલા આતંકવાદી હૂમલામાં 41 સીઆરપીએફ જવાનો શહીદ થઇ ગયા બાદ ભારત અને પાકિસ્તાન વચ્ચે તણાવ વધી ગયો છે. 


સુનવણી પહેલા દિવસે ભારતે આંતરરાષ્ટ્રીય કોર્ટ (ICJ)ને અપીલ કરી કે પાકિસ્તાની સૈન્ય કોર્ટ દ્વારા કુલભૂષણ જાધવને અપાયેલા મૃત્યુદંડને નિરસ્ત કરવામાં આવશે અને તેની તત્કાલ મુક્તિ માટેના આદેશ આપવામાં આવે, કારણ કે પાકિસ્તાનની સૈન્ય કોર્ટમાં જાધવ વિરુદ્ધ અપાયેલો ચુકાદો નિશ્ચિત પ્રક્રિયાઓનાં લઘુત્તમ સ્તરને સંતુષ્ટ કરવામાં નિરાશાપુર્ણ રીતે નિષ્ફળ રહ્યું. પાકિસ્તાનનાં વિદેશ કાર્યાલયના પ્રવક્તા મોહમ્મદ ફૈસલે સોશીયલ મીડિયા પોસ્ટ કરીને આપેલા એક સંદેશમાં કહ્યું કે, ભારતના તર્કોમાં કંઇ જ નવુ નથી.