નવી દિલ્હીઃ દેશના રાજધાનીમાં  મુખ્યપ્રધાન અને ઉપરાજ્યપાલની શક્તિઓને લઈને આવેલા સુપ્રીમ કોર્ટના નિર્ણય બાદ આમ આદમી પાર્ટીથી નારાજ ચાલી રહેલા નેતા ડો. કુમાર વિશ્વાસે ટકાક્ષ કર્યો છે. મહત્વનું છે કે, સુપ્રીમ કોર્ટે નિર્ણય આપતા કહ્યું કે એલજી સ્વતંત્ર રૂપથી કોઈ નિર્ણય ન કઈ શકે, જ્યાં સુધી બંધારણ મંજૂરી ન આપે. ઉપરાજ્યપાલ દિલ્હી સરકારની સલાહથી કામ કરે. આ સાથે વ્યવસ્થા આપતા સુપ્રીમ કોર્ટે કહ્યું કે, કેટલાક મામલાને છોડીને દિલ્હી સરકારને કાયદો બનાવવાનો અધિકાર છે. કોર્ટે કહ્યું કે, ચૂંટાયેલી સરકાર જનતા માટે જવાબદાર છે. તેથી અધિકારોમાં સંતુલન જરૂરી છે. બંધારણનું સન્માન કરવું જોઈએ. આપણે બધા અલગ નથી. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

સુપ્રીમ કોર્ટના નિર્ણય બાદ ખુશી મનાવી રહેતા આપ કાર્યકર્તાઓ પર નિશાન સાધતા કુમાર વિશ્વાસે પ્રખ્યાત શાયર મેરાજ ફૈજાબાદીનો એક શેર લખ્યો. કુમાર વિશ્વાસે શાયરાના અંદાજમાં તે જણાવ્યું કે, દિલ્હીની કોઈને ચિંતા નથી બસ બધા તે વાત પર લડી રહ્યાં છે કે સરકાર કોન છે. તેણે પોતાના ટ્વીટમાં લખ્યું. 'કિસ કો યે ફિક્ર હૈ કી કબીલે કા ક્યા હુઆ?' સબ ઇસ પે લડ રહે હૈ સરકાર કોન હો..! (મેરાજ ફૈજાબાદી)



મહત્વનું છે કે, સુપ્રીમ કોર્ટના આ નિર્ણય બાદ સીએમ અરવિંદ કેજરીવાલે આને લોકતંત્રની જીત ગણાવી. 


કેજરીવાલે કહ્યું, સુપ્રીમ કોર્ટના નિર્ણય દિલ્હીની જનતાની જીત છે. કેજરીવાલે નિર્ણયના થોડા સમય બાદ ટ્વીટ કહ્યું, દિલ્હીના લોકોની એક મોટો જીત.. લોકતંત્ર માટે એક મોટી જીત..



આ મામલા પર વકીલ સોમનાથ ભારતીએ કહ્યું કે, જમીન, કાયદો અને પોલીસ પર દિલ્હી સરકારનો હક નથી. આ ત્રણ વિષયો સિવાય દિલ્હી સરકાર તમામ વસ્તુ પર પોતાનો હક માંગી શકે છે. કોર્ટના નિર્ણય બાદ મીડિયાને સંબોધિત કરતા દિલ્હીના ઉપમુખ્યમંત્રી મનીષ સિસોદિયાએ કહ્યું કે, તે આ નિર્ણયથી ખુશ છે અને આ સુપ્રીમ કોર્ટની ઐતિહાસિક ટિપ્પણી છે. હવે કોઈ ફાઇલ મોકલવી પડશે નહીં. તેમણે કહ્યું કે, ત્રણ વિષયોને છોડીને દિલ્હી સરકાર પાસે તમામ અધિકારો હાજર છે.