નવી દિલ્હી: દિલ્હીમાં અરવિંદ કેજરીવાલની સરકાર તરફથી લાગૂ કરાયેલી નવી લિકર એટલે કે દારૂ પોલિસી વિવાદમાં સપડાઈ છે. કેજરીવાલના જૂના સાથી અને જાણીતા કવિ કુમાર વિશ્વાસે આ પોલિસીને લાગૂ કરવા પાછળ લાંચખોરીનો આરોપ લગાવ્યો છે. વિશ્વાસે સોશિયલ મીડિયામાં કહ્યું કે નવી પોલિસી હેઠળ દારૂના ઠેકા વહેંચવા માટે 500 કરોડ રૂપિયાની લાંચ લેવાઈ છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

કુમાર વિશ્વાસની વિસ્ફોટક ટ્વીટ
કુમાર વિશ્વાસે સોમવારે સોશિયલ મીડિયા પર નવી દારૂ પોલિસી સંલગ્ન એક ખબર રિટ્વીટ કરતા પોસ્ટ લખી. આ પોસ્ટમાં તેમણે લખ્યું કે 'પીનારાની ઉંમર 21થી (ઘટાડી) 18 (વર્ષ) કરવા અને 1000 નવા ઠેકા ખોલવાની પોલિસી લાગૂ કરવાની ભલામણને લઈને 2016માં દિલ્હી દારૂ માફિયા, દારૂ જમાખોર વિધાયક મારી પાસે આવ્યો હતો.' વિશ્વાસે આગળ ટ્વીટ કરીને લખ્યું કે 'મે તેને ધુત્કારીને ભગાડ્યો હતો અને બંને નેતાઓને ચેતવ્યા હતા. હવે નાનાવાળાના સાળાએ 500 કરોડની ડીલમાં મામલો સેટ કરી લીધો.'



વિશ્વાસના નીકટના સૂત્રોનું કહેવું છે કે તેમણે પોતાની પોસ્ટમાં બંને નેતાઓ શબ્દ દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ અને ડેપ્યુટી સીએમ મનિષ સિસોદિયા માટે ઉપયોગમાં લીધા છે. સાથે જ નાનાવાળા લખીને તેમણે સિસોદિયા તરફ જ ઈશારો કર્યો છે. 


આરોપો બાદ ટ્વિટર પર છેડાઈ જંગ
વિશ્વાસના આ આરોપ બાદ હવે આપ વિધાયક નરેશ બાલ્યાન સાથે ટ્વિટર પર તેમની જંગ છેડાઈ ગઈ છે. કુમારના આરોપ પર દિલ્હીના ઉત્તમ નગરથી આપના ધારાસભ્ય નરેશ બાલ્યાન વિફર્યા અને ટ્વિટર પર જ જવાબ આપતા કહ્યું કે 'લાગે છે કે આજે સવારે ખોટા પદાર્થનું સેવન કરી લીધુ છે તમે. 2021 સુધી દિલ્હીમાં દારૂ પીવાની ઉંમર 25 વર્ષ હતી, નવી નીતિ બાદ 21 વર્ષ કરાઈ છે. બીજું તથ્ય એ છે કે દારૂનો એક પણ ઠેકો(દુકાન) વધ્યો નથી, 4 ઓછા થયા છે, બાકી અમને ખબર છે કે રાજ્યસભાનું દર્દ જીવનભર રહેશે, આવું જ જુઠ્ઠાણું ફેલાવતા રહો.'


Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube