શિશુપાલ 99 ભૂલ કરી લે, ભગવાન કૃષ્ણ મારા હાથે કરાવશે ઉદ્ધાર, કેજરીવાલ પર કુમાર વિશ્વાસનો હુમલો
કુમાર વિશ્વાસે આગળ કહ્યું કે, પંજાબની 300 વર્ષની લડાઈ છે કે દિલ્હીના કોઈ તાનાશાહની તાકાત નહોતી કે પંજાબને આંખ દેખાડી શકે. મને લાગે છે કે ખોટા મધપૂડામાં હાથ નાખ્યો છે અને પંજાબ જલદી તેને પાઠ ભણાવી દેશે.
નવી દિલ્હીઃ પંજાબ તથા હરિયાણા હાઈકોર્ટમાંથી રાહત મળ્યા બાદ આમ આદમી પાર્ટીના પૂર્વ નેતા તથા જાણીતા કવિ કુમાર વિશ્વાસે એકવાર ફરી દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ પર હુમલો કર્યો છે. કુમાર વિશ્વાસે કેજરીવાલનું નામ લીધા વિના કહ્યું કે શિશુપાલ હજુ 99 ભૂલ કરી લે. ઈશ્વર ઈચ્છશે તો ઉદ્ધાર ભગવાન શ્રીકૃષ્ણ મારા હાથે કરાવશે. કવિએ એમ પણ કહ્યું કે આ વખતે હાથ ખોટા મધપૂડામાં નાખવામાં આવ્યો છે અને પંજાબ ટૂંક સમયમાં તેના માટે પાઠ ભણાવશે.
મહત્વનું છે કે પંજાબ તથા હરિયાણા હાઈકોર્ટે કુમાર વિશ્વાસ અને ભાજપ નેતા તજિંદર પાલ સિંહ બગ્ગા વિરુદ્ધ પંજાબ પોલીસ દ્વારા અલગ-અલગ મામલામાં નોંધાયેલી એફઆઈઆરને બુધવારે રદ્દ કરી દીધી. આપના રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલ વિરુદ્ધ કથિત ભડકાઉ નિવેદનને લઈને પંજાબની રૂપનગર પોલીસે કુમાર વિશ્વાસ વિરુદ્ધ કેસ દાખલ કર્યો હતો.
આ પણ વાંચોઃ રેસલર સુશીલ કુમારનું જેલમાંથી બહાર આવવું થયું મુશ્કેલ, કોર્ટે ઘડ્યા આરોપ
માનને હું પાર્ટીમાં લઈને આવ્યો
પોતાની પ્રતિક્રિયા આપતા કુમાર વિશ્વાસે કોર્ટ, વકીલ, પંજાબની જનતાનો આભાર માન્યો. તેમણે કહ્યું- ચુકાદાના છેલ્લા પેરામાં કોર્ટે સ્પષ્ટ કર્યું કે આ મામલો સત્તાના ખોટા ઉપયોગનો છે. અભિવ્યક્તિની આઝાદીને આ રીતે દબાવી શકાય નહીં. તેમણે દાવો કર્યો કે ભગવંત માન (પંજાબના મુખ્યમંત્રી) ને પાર્ટીમાં હું લઈને આવ્યો હતો. બે વખત તે મારી પાસે રાજીનામુ આપવા આવ્યા હતા. બંને વખતે મેં તેમને ગળે લગાવીને કહ્યું કે તમે પંજાબનું ભવિષ્ય છો. ઉતાવળ ન કરો. ભગવંત માને નક્કી કરવાનું છે કે પંજાબને ત્યાંના યુવાન, કિસાન ચલાવશે કે દિલ્હીમાં બેઠેલા લોકો ચલાવશે.
'પંજાબ પાઠ ભણાવશે'
કુમાર વિશ્વાસે આગળ કહ્યું કે પંજાબની 300 વર્ષની લડાઈ છે કે દિલ્હીના કોઈ તાનાશાહની તાકાત નહોતી કે પંજાબને આંખ દેખાડી શકે. મને લાગે છે કે ખોટા મધપૂડામાં હાથ નાખ્યો છે અને પંજાબ જલદી પાઠ ભણાવશે. માનને આગ્રહ છે કે તે સમય રહેતા પોતાના સ્વાભિમાનને જાગ્રુત રાખે. તો કેજરીવાલ પર હુમલો કરવા માટે તેનું નામ ન લેવાને લઈને જ્યારે વિશ્વાસને પૂછવામાં આવ્યું તો કહ્યું- મારી જીભ આ સમયે ભગવાન રામનું નામ લે છે. જ્યારે મેં આત્મસંતુષ્ટ નિરાશ વામન કહ્યો, ત્યારે બધા સમજી ગયા. શિશુપાલ 99 ભૂલો કરે છે. ભગવાન ઈચ્છે તો ભગવાન કૃષ્ણ એમનો મોક્ષ મારા હાથે કરાવશે. તે માટે હવે સમય આવી ગયો છે."
આ પણ વાંચોઃ દિવાળીના બીજા દિવસે સૂર્યગ્રહણ, આ પાંચ રાશિના લોકોને મળશે શુભ સમાચાર
ભડકાઉ નિવેદનને લઈને દાખલ કરવામાં આવ્યો હતો કેસ
એપ્રિલમાં મોહાલીમાં ભડકાઉ નિવેદન અને આપરાધિક ધમકી આપવાના આરોપોમાં બગ્ગા વિરુદ્ધ કેસ દાખલ કરવામાં આવ્યો હતો. કોર્ટનો નિર્ણય આવ્યા બાદ વરિષ્ઠ વકીલ ચેતલ મિત્તલે જણાવ્યું કે ન્યાયમૂર્તિ અનૂપ ચિતકારાએ પ્રાથમિકતાઓને નકારવાનો આદેશ આપ્યો છે. કુમાર વિશ્વાસે ન્યાયપાલિકા અને પોતાના પ્રશંસકોનો આભાર માન્યો હતો. તો ભાજપ નેતા બગ્ગાએ ટ્વીટ કર્યું- સત્યમેવ જયતે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube