Punjab Assembly Elections 2022: પંજાબમાં 20 ફેબ્રુઆરીએ મતદાન થવાનું છે. મતદાન પહેલા પંજાબમાં રાજકારણ ચરમસીમા પર છે. આ તમામ વચ્ચે આમ આદમી પાર્ટીના પૂર્વ નેતા અને કવિ કુમાર વિશ્વાસે અરવિંદ કેજરીવાલ પર મોટો આરોપ લગાવ્યો છે. કુમાર વિશ્વાસે જણાવ્યું છે કે અરવિંદ કેજરીવાલ પંજાબમાં અલગતાવાદીઓના સમર્થક હતા. વિશ્વાસે જણાવ્યું કે, "એક દિવસ, તેમણે મને જણાવ્યું હતું કે તે કાં તો (પંજાબના) મુખ્યમંત્રી  બનશે અથવા એખ સ્વતંત્ર રાષ્ટ્ર (ખાલિસ્તાન) ના પ્રથમ પીએમ બનશે."


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

કુમાર વિશ્વાસે જણાવ્યું હતું કે, 'અરવિંદ કેજરીવાલને તે સમજવું જોઈએ કે પંજાબ માત્ર એક રાજ્ય નથી, તે એક ભાવના છે. મેં પહેલા તેમને કહ્યું હતું કે અલગતાવાદી અને ખાલિસ્તાની સંગઠનો સાથે જોડાયેલા લોકોનો સાથ ન લે. તો કેજરીવાલે મને કહ્યું કે ના-ના થઈ જશે. કુમાર વિશ્વાસે કહ્યું, 'મેં તેમને જણાવ્યું હતું કે આ જે અલગાવવાદી સંગઠનો છે, ખાલિસ્તાની ચળવળ સાથે જોડાયેલા લોકો છે, તેમનો સાથ ન લે, છેલ્લી ચૂંટણીમાં તેમણે જણાવ્યું હતું કે એવું નહીં થાય, ચિંતા ન કરો.'


કુમાર વિશ્વાસે દાવો કર્યો, 'એક દિવસ તે મને કહે છે કે તમે ચિંતા ન કરો...તો હું એક સ્વતંત્ર રાજ્યનો મંત્રી બનીશ. મેં કહ્યું કે આ અલગાવવાદ છે. 2020નો જનમત આવી રહ્યો છે, આખી દુનિયા ફંડિંગ કરી રહી છે. તો તે કહે છે કે શું થયું. હું સ્વતંત્ર દેશનો પ્રથમ પીએમ બનીશ. આ માણસના વિચારોમાં ઘણો અલગાવવાદ છે. બસ કોઈક રીતે સત્તા મળે.


રાહુલ ગાંધીને પણ કેજરીવાલ પર લગાવ્યા હતો આરોપ
અગાઉ કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ પણ કેજરીવાલ પર આ પ્રકારનો આરોપ લગાવ્યો હતો. પંજાબમાં એક રેલીને સંબોધિત કરતા રાહુલે જણાવ્યું હતું કે, પંજાબને જોઈએ છે સ્થિર સરકાર હું ઈચ્છું છું કે તમે યાદ રાખો કે કંઈ પણ થઈ જાય, તમને એક આંતકવાદીના ઘરમાં કોંગ્રેસનો નેતા નહીં મળે, પરંતુ ઝાડૂના સૌથી મોટા નેતા (અરવિંદ કેજરીવાલ) ત્યાં મળે છે. પંજાબના સામે મોટો ખતરો છે. જેના માટે ચરણજીત ચન્ની જેવા મજબૂત સીએમની જરૂરિયાત છે.


એક જમાનામાં બન્ને સાથી મિત્રો હતા કેજરીવાલ અને વિશ્વાસ
ઉલ્લેખનીય છે કે કવિ કુમાર વિશ્વાસ અને અરવિંદ કેજરીવાલ 2012માં ભ્રષ્ટાચાર વિરુદ્ધ અન્ના આંદોલન દરમિયાન નજીક આવ્યા હતા. અણ્ણા આંદોલનના અંત પછી જ્યારે આમ આદમી પાર્ટીની રચના કરવામાં આવી ત્યારે કુમાર વિશ્વાસ પણ સ્થાપક સભ્યોમાંના એક હતા. પાર્ટીની રચના બાદ કેજરીવાલ અને કુમાર વિશ્વાસની મિત્રતા ખીલી. જોકે, દિલ્હીમાં સત્તામાં AAPની સરકાર બન્યા બાદ કુમાર વિશ્વાસ અને અરવિંદ કેજરીવાલ વચ્ચેના સંબંધો બગડવા લાગ્યા હતા.


આટલું જ નહીં, થોડા સમય પછી કુમાર વિશ્વાસે આમ આદમી પાર્ટીથી પોતાને સંપૂર્ણપણે દૂર કરી લીધા. કેજરીવાલના મતભેદોને કારણે AAPથી દૂર થઈ ગયેલા કુમાર વિશ્વાસ છેલ્લા ઘણા સમયથી આમ આદમી પાર્ટીની સરકારની ઘણી નીતિઓની ટીકા કરતા હતા.