બેંગ્લુરુ: કર્ણાટકના મુખ્યમંત્રી એચડી કુમારસ્વામીએ મંગળવારે રાજ્યના વિતરકોને કહ્યું છે કે તેઓ કર્ણાટકવાસી હોવાના નાતે તેમને અપીલ કરે છે કે 'આ પ્રકારના માહોલમાં રજનીકાંતની ફિલ્મ 'કાલા' રિલીઝ નહીં કરે પરંતુ એક મુખ્યમંત્રી તરીકે તેઓ પોતે હાઈકોર્ટના આદેશનું પાલન આ મુદ્દે કરશે. તેમણે કહ્યું કે રાજ્ય સરકાર તરીકે મારે હાઈકોર્ટના નિર્દેશોનું પાલન કરવું પડશે અને તેનું હું ધ્યાન રાખીશ. આ મારી જવાબદારી પણ છે. આપણે હાઈકોર્ટના નિર્દેશોનું પાલન કરવું પડશે.'


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

મુખ્યમંત્રીએ કહ્યું કે એક મુખ્યમંત્રી તરીકે નહીં પરંતુ એક વ્યક્તિ તરીકે એક કર્ણાટકવાસી તરીકે આ ફિલ્ના પ્રોડ્યુસર અને વિતરકોને આ માહોલમાં ફિલ્મ રિલીઝ ન કરવાનો આગ્રહ કરું છું. અત્રે જણાવવાનું કે હાઈકોર્ટે રાજ્ય સરકારને સુપરસ્ટાર રજનીકાંતની ફિલ્મ 'કાલા'ને શાંતિપૂર્ણ માહોલમાં રિલીઝ માટે જરૂરી સુરક્ષા ઉપલબ્ધ કરાવવાના મંગળવારે નિર્દેશ આપ્યાં છે. કાવેરી મુદ્દા પર અભિનેતાની ટિપ્પણીથી નારાજ કન્નડ સમર્થિત સંગઠનોએ ફિલ્મની રિલીઝ રોકવાની ધમકી આપી છે.


ન્યાયમૂર્તિ જી નરેન્દ્રની પેનલે સુપ્રીમ કોર્ટના પદ્માવતની રિલીઝના સંબંધમાં આપેલા એક ફેસલાના આધારે આ નિર્દેશ આપ્યો. નોંધનીય છે કે સુપ્રીમે સંજય લીલા ભણસાલીની ફિલ્મની રિલીઝ પર રાજસ્થાન સહિત ચાર રાજ્યોમાં લગાવાયેલા પ્રતિબંધના ફેસલા પર રોક લગાવી હતી.


ન્યાયાધીશે પદ્માવતના સુપ્રીમ કોર્ટના ફેસલાને ટાંકતા કહ્યું કે વાણી તથા અભિવ્યક્તિ અને ખાસ કરીને ફિલ્મના માધ્યમથી અભિવ્યક્તિની સ્વતંત્રતામાં કાપ મૂકી શકાય નહીં. રચનાત્મક સમાગ્રી બંધારણની કલમ 19 (1) એનો એક મહત્વનો પહેલુ છે. જેને ખતમ કરી શકાય નહીં.


અહેવાલો મુજબ રજનીકાંતે કહ્યું હતું કે કર્ણાટકમાં જે પણ સરકાર આવે તેણે કાવેરી જળ વિતરણ સંબંધિત સુપ્રીમના ફેસલાને પૂર્ણ રીતે લાગુ કરવો જોઈએ. જેના પર કર્ણાટક ફિલ્મ ચેમ્બર્સ ઓફ કોમર્સે 29મી મેના રોજ 'કાલા' રિલીઝ ન થવા દેવાનો નિર્ણય લીધો હતો. 'કાલા' સાત જૂનના રોજ રિલીઝ થવાની છે.