કુંભ 2019: અખાડાની જેમ શંકરાચાર્ય બનાવશે સેવા દળ
શંકરાચાર્યની પરંપરા અને સનાતન સંદેશને વિશ્વના જન જન સુધી પહોંચાડવા માટે શંકરાચાર્ય સેવા દળની તાતી જરૂર છે
નવી દિલ્હીઃ પ્રયાગરાજમાં 21 જાન્યુઆરીના રોજ માઘી પૂર્ણિમાના ઉપલભ્યમાં શંકારાચાર્ય ટ્રસ્ટની એક બેઠક મળી હતી. જેમાં અખાડાના વર્તમાન સ્વરૂ પર ચર્ચા કરવામાં આવી હતી. આ સાથે જ એક મહત્વનો નિર્ણય એવો લેવાયો કે શંકરાચાર્યની પરંપરા અને સનાતન સંદેશને વિશ્વમાં જન જન સુધી પહોંચાડવા માટે શંકરાચાર્ય સેવા દળની તાતી જરૂર છે.
બેઠકને સંબોધિત કરતા શંકરાચાર્ય ટ્રસ્ટના અધ્યક્ષ શામ્ભવી પીઠાધીશ્વર સ્વામી આનંદ સ્વરૂપજી મહારાજે જણાવ્યું કે, વર્તમાન પરિદૃશ્યમાં શંકરાચાર્યની પરંપરાની જવાબદારી જોનારા અખાડા હવે માત્ર ભંડારા સુધી જ મર્યાદિત થઈ ગયા છે. તેમનું પોતાની પરંપરા પ્રત્યેનું સમર્પણ હવે માત્ર પૈસા સુધી આવીને અટકી ગયું છે. કોઈ નિયમ અને સંયમ જોવા મળતો નથી. આજે અખાડામાં સાધુ પૈસા માટે કે પાવર માટે કે પછી નશા માટે સામેલ થઈ રહ્યા છે.
તેમણે જણાવ્યું કે, આવી ખોટી પ્રવૃત્તિને જોતાં હવે શંકરાચાર્ય ટ્રસ્ટે એ નિર્ણય લીધો છેકે વૈશ્વિક પરિદૃશ્યમાં સનાતન ધર્મના મૂળ સ્વરૂપને જન જન સુધી પહોંચાડવા માટે શાસ્ત્ર અને યુદ્ધકળામાં પારંગત લોકોનું એક જૂથ બનાવવામાં આવશે. ગામડાથી માંડીને શહેર સુધીની ટૂકડીઓ બનાવાશે. સંગઠનના કાર્ય અને સંમેલન દરમિયાન એક ચોક્કસ ગણવેશ નક્કી કરાશે, સાથે હાથમાં 4 ફૂટનો એક દંડો હશે જે ચાર વેદના જાણકાર અને ચાર વેદોને સમર્પિત હશે.