પ્રયાગરાજના આ મંદિરમાં દર્શન વિના અધૂરું રહેશે કુંભ સ્નાન, પુરાણોમાં છે તેની વિગતવાર કહાની
Prayagraj Famous Temple: પ્રયાગરાજમાં સ્થિત દેવીનું આ મંદિર શક્તિપીઠોમાં એક છે. કહેવાય છે કુંભ સ્નાન બાદ આ મંદિરમાં જરૂરથી દર્શન કરવા જોઈએ.
Kumbh Mela 2025: તીર્થનગરી પ્રયાગરાજમાં આ વર્ષે મહાકુંભ મેળાની મેજબાની કરવા જઈ રહ્યું છે. મહાકુંભમાં લાખો શ્રદ્ધાળુઓ ભેગા થાય છે, જે પવિત્ર સંગમમાં આસ્થાની ડુબકી લગાડીને મહાપુણ્યની પ્રાપ્તિ થાય છે. પ્રયાગરાજમાં સંગમ સિવાય ઘણા પ્રાચીન અને પ્રસિદ્ધ મંદિર સ્થિત છે, જેના દર્શન માત્રથી શુભ ફળની પ્રાપ્તિ થાય છે. આ જ મંદિરોમાં એક છે કલ્યાણી દેવી મંદિર, જે શક્તિપીઠોમાં સામેલ થાય છે. આ મંદિરનો ઉલ્લેખ પ્રાચીન ગંથ્રો જેવા કે પદ્મ પુરાણ, મત્સ્ય પુરાણ અને બ્રહ્મવૈવર્ત પુરાણમાં પણ મળે છે. આવો આ દિવ્ય મંદિર વિશે વિસ્તારથી જાણીએ...
શક્તિપીઠોમાં સામેલ છે કલ્યાણી દેવી મંદિર
પ્રયાગરાજના કલ્યાણી દેવી મંદિર માત્ર અત્યંત પ્રાચીન મંદિર જ નથી, પરંતુ તેણે ચમત્કારી પણ મંદિર માનવામાં આવે છે. એવું માનવામાં આવે છે કે અહીં સ્થિત મા કલ્યાણીની 32 અંગુલ ઉંચી પ્રતિમા મહર્ષિ યાજ્ઞવલ્ક્ય દ્વારા સ્થાપિત કરવામાં આવી હતી. એવું કહેવાય છે કે તેમણે અહીં ધ્યાન અને તપ કરીને આધ્યાત્મિક સિદ્ધિઓ પ્રાપ્ત કરી હતી.
મંદિરનો ઈતિહાસ અને વાસ્તુકલા
પુરાતત્વવિદો અનુસાર, અહીં સ્થિત મૂર્તિ 7મી શતાબ્દીની છે. આ મંદિરના જીર્ણોદ્વર 1892માં થયો, જોકે વિભિન્ન યુગોમાં ઘણા રાજાઓએ તેનું પુનર્નિર્માણ કરાવ્યું. મંદિરની વાસ્તુકલા પ્રાચીન શૈલીની છે, જે તેની ધાર્મિક અને ઐતિહાસિક મહત્વને વધારે છે. અહીં દેવી માની મૂર્તિ એક ખાસ પથ્થરમાંથી બનેલી છે, જે ખુબ જ આકર્ષક અને મનમોહક છે. નવરાત્રિ અને મહાકુંભ જેવા વિશેષ અવસરો પર અહીં ભક્તોની ભારે ભીડ જોવા મળે છે.
ધાર્મિક અને આધ્યાત્મિક મહત્વ
કલ્યાણી દેવીને આદ્યાશક્તિના રૂપ માનવામાં આવે છે. ભક્તોનું માનવું છે કે અહીં સાચા મનથી કરવામાં આવેલી પ્રાર્થના જરૂરથી સ્વીકાર થાય છે. નવરાત્રિ દરમિયાન અહીં ભક્તોની ભારે ભીડ જોવા મળે છે. તેના સિવાય સાધુ સંતોએ પણ આ મંદિરમાં ધ્યાન અને જ્ઞાનની સાધના કરી છે. મંદિરમાં પ્રવેશ કરતા જ શ્રદ્ધાળુઓને માનસિક શાંતિનો અનુભવ થાય છે. આ સ્થાન માત્ર ધાર્મિક જ નહીં પરંતુ આધ્યાત્મિક શક્તિનું કેન્દ્ર પણ છે.
મહાકુંભ 2025માં વિશેષ અવસર
મહાકુંભ મેળા દરમિયાન સંગમમાં સ્નાન કર્યા બાદ શ્રદ્ધાળુઓ કલ્યાણી દેવી મંદિરના દર્શનને અવશ્ય પ્રાથમિકતા આપે છે. આ પવિત્ર સ્થાન ફક્ત તમારા ધાર્મિક અનુભવને જ સમૃદ્ધ બનાવશે નહીં પરંતુ તમને અદ્ભુત માનસિક શાંતિ પણ આપશે.
(Disclaimer: અહીં આપવામાં આવેલી માહિતી સામાન્ય માન્યતાઓ અને માહિતી પર આધારિત છે. ZEE NEWS આની પુષ્ટિ કરતું નથી.)