લદ્દાખ: શનિવારે સવારે લદ્દાખ ભૂકંપ (Earthquake in Ladakh) થી ધ્રૂજી ઉઠ્યું. લોકોમાં ભયનો માહોલ છે. લોકો સવારે જ્યારે પોતાના ઘરમાં સુતા હતા, ત્યારે ભૂકંપ (Earthquake) એ બધાને ધ્રૂજાવી નાખ્યા. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

લદ્દાખમાં ભૂકંપના ભારે આંચકા
નેશનલ સેંટર ફોર સીસ્મોલોજી (National Center for Seismology) ના અનુસાર લદ્દાખમાં આજે સવારે 5 વાગે 11 મિનિટ પર ભૂકંપ આવ્યો હતો. રિક્ટર સ્કેલ (Richter Scale) પર ભૂકંપની તીવ્રતા 3.6 રહી.  

Gold Price Today 6th March: સતત ફીકી પડી રહી છે સોનાની ચમક, સોનું 12,300 તો ચાંદી 15,105 થઇ સસ્તી


લદ્દાખમાં ભૂકંપથી ડર્યા લોકો
તમને જણાવી દઇએ કે આજે લદ્દાખ ભૂકંપના ભારે આંચકા (Earthquake in Ladakh) હચમચી ગયું. ભૂકંપ આવતાં લોકો પોતાના ઘરની બહાર નિકળી ગયા. ત્યાં અફરા તફરીનો માહોલ સર્જાયો હતો. ભૂકંપના લીધે સીલિંગ ફેન અને અન્ય સામાન્ય ડગમગવા લાગ્યો. 


અત્રે ઉલ્લેખનીય છે કે નેશનલ સેંટર ફોર સીસ્મોલોજી હજુ તપાસ કરી રહી છે કે ભૂકંપનું કેંદ્ર ક્યાં અને જમીનથી કેટલું નીચે હતું. જોકે અત્યાર સુધી ભૂકંપના લીધે લદ્દાખમાં કોઇ જાનહાનિ કે નુકસાનના સમાચાર નથી. તે અંગે તપાસ ચાલુ છે. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube