20 વર્ષ પછી સપનું સાકાર! હવે આખુ વર્ષ સંપૂર્ણ રીતે દેશ સાથે જોડાયેલ રહેશે લદાખ
ભારતમાં 20 વર્ષ પહેલા જોવામાં આવેલ સપનું પૂર્ણ થવા જઇ રહ્યું છે. હવે આખા વર્ષ દરમિયાન લદાખ (Ladakh)ને દેશ સાથે જોડવાનું શક્ય બનશે. રોહતાંગ પાસ (Rohtang Pass)ની નીચેથી નીકળતી સુરંગની શરૂઆત થતાં જ લદાખ પહોંચવાનો સૌથી ટૂંકો અને સૌથી સરળ રસ્તો પણ ખુલશે. આ માર્ગ મનાલીથી હિમાચલના દાર્ચા, શિંકુલા પાસ તરફ જશે અને લદાખની ઝાંસ્કર ખીણ (Zanskar Valley)થી આગળ વધશે.
નવી દિલ્હી: ભારતમાં 20 વર્ષ પહેલા જોવામાં આવેલ સપનું પૂર્ણ થવા જઇ રહ્યું છે. હવે આખા વર્ષ દરમિયાન લદાખ (Ladakh)ને દેશ સાથે જોડવાનું શક્ય બનશે. રોહતાંગ પાસ (Rohtang Pass)ની નીચેથી નીકળતી સુરંગની શરૂઆત થતાં જ લદાખ પહોંચવાનો સૌથી ટૂંકો અને સૌથી સરળ રસ્તો પણ ખુલશે. આ માર્ગ મનાલીથી હિમાચલના દાર્ચા, શિંકુલા પાસ તરફ જશે અને લદાખની ઝાંસ્કર ખીણ (Zanskar Valley)થી આગળ વધશે.
આ પણ વાંચો:- સારા સમાચાર: કોવિશીલ્ડ વેક્સિનનું ભારતમાં ટૂંક સમયમાં શરૂ થઇ શકે છે ટ્રાયલ
નવા માર્ગની સુવિધા
આ રૂટ પર હિમવર્ષા ઓછી થાય છે અને મોટાભાગના રસ્તા નદીની સાથે ચાલે છે. તેથી, આ એકમાત્ર રસ્તો હશે જેના દ્વારા લેહ અને કારગિલ તરફનો માર્ગ ભારે હિમવર્ષામાં પણ ખુલ્લો રહેશે. આ રસ્તા ઉપર આવતા એક જ શિંગુલા ઉપર ટનલ બનાવવાનું કામ શરૂ થઇ રહ્યું છે જેમાં ત્રણ વર્ષનો સમય લાગશે. પરંતુ આ ટનલ બને તે પહેલાં જ આ માર્ગ લદાખનો ત્રીજો માર્ગ બનવા માટે તૈયાર છે.
આ પણ વાંચો:- મહારાષ્ટ્રને બદનામ કરવાની કોશિશ થઈ રહી છે: CM ઉદ્ધવ ઠાકરે
અત્યાર સુધી, કારગિલ (Kargil) અથવા લેહ (Leh) સુધી પહોંચવા માટે માત્ર બે જ માર્ગો હતા. એક રસ્તો શ્રીનગર (Srinagar)થી જોજિલા પાસને પાર કરીને કારગિલ અને લેહ સુધી પહોંચવાનો છે અને બીજો માર્ગ મનાલીથી રોહતાંગ (Manali-Rohtang), લાચુંગ લા (Lachung La), બરાલાચલા અને તંગલાંગ લા થઇને લેહ અને ત્યારબાદ કારગિલ સુધીનો છે. પરંતુ બંને માર્ગો વર્ષના કેટલાક મહિના જ ખુલ્લા રહે છે, બાકીનો સમય ભારે હિમવર્ષાને કારણે બંધ રહે છે.
આ પણ વાંચો:- વિધાનસભા ચૂંટણી પહેલા PM મોદીએ બિહારને આપી મોટી ભેટ
વ્યૂહાત્મક મહત્વ
કારગિલ યુદ્ધ સમયે એક ત્રીજો માર્ગ બનાવવાની યોજના હતી, જેના દ્વારા લદાખ તરફનો રસ્તો આખા વર્ષ દરમિયાન ખુલ્લો મુકી શકે છે. આ વસ્તી અને સેના માટે પણ ફાયદાકારક હતું અને ઉનાળાના ચાર મહિનામાં આખા વર્ષની લોજિસ્ટિક્સ એકત્રિત કરવાની હતી. જો દુશ્મન કોઈ રસ્તો બંધ કરે છે, તો પછી સેના માટે સંકટ વધી જાય છે. જેમ કે, 1999માં કારગિલમાં થયુ હતું. રસ્તો પણ લાંબો છે. લેહથી મનાલીનું અંતર 475 કિમી છે પરંતુ સારા હવામાનમાં પણ ચાર પાસને પસાર કરવામાં બે દિવસનો સમય લાગે છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube