નવી દિલ્હી: લદ્દાખમાં ભારત અને ચીનના સૈનિકો વચ્ચે થયેલા હિંસક સંઘર્ષમાં શહીદ જવાનોને કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે શ્રદ્ધાંજલિ આપી છે. લદ્દાખ હિંસામાં ભારતીય સેનાના 20 જવાનો શહીદ થયા છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ પણ વાંચો:- લોહિયાળ સંઘર્ષ પર વિદેશ મંત્રીનો જવાબ, કહ્યું- ગલવાનમાં જે થયું તે ચીનનું પ્લાનિંગ હતું


અમિત શાહે ટ્વિટ કર્યું- લદ્દાખની ગલવાન ખાડીમાં માતૃભૂમિની રક્ષા કરતા શહીદ થયા આપણા બહાદુર સૈનિકોને ગુમાવવાનું દુ:ખ શબ્દોમાં વ્યક્ત નથી કરી શકાતું. રાષ્ટ્ર આપણા અમર નાયકોને સલામ કરે છે જેમણે ભારતીય ક્ષેત્રને સુરક્ષિત રાખવા માટે બલિદાન આપ્યું છે. તેમની બહાદુરી ભારતની આપણી માતૃભૂમિ પ્રતિ પ્રતિબદ્ધતા દેખાડે છે.


શહીદ કર્નલ સંતોષ બાબુની 9 વર્ષીની દીકરીએ પિતાને આપી શ્રદ્ધાંજલિ, તસવીર જોઈ ભાવુક થયા લોકો


LAC પર તણાવ: હાઇ એલર્ટ પર નૌકાદળ, દરિયાઈ સીમા પર તૈનાત યુદ્ધ જહાજ


ગલવાન ખાડીમાં ભારતીય સૈનિકોના શહીદોના મુદ્દે પીએમ મોદીએ કહ્યું કે જવાનોનું બલિદાન વ્યર્થ નહી જાય. તેનો મુંહતોડ જવાબ આપવામાં આવશે. ભારત શાંતિ ઇચ્છે છે. આપણે કોઈને ઉશ્કેરતા નથી પરંતુ જવાબ આપણને જવાબ આપતા આવડે છે.