દુમકા: ઝારખંડ (Jharkhand) ના દુમકા (Dumka) જિલ્લામાં માણસાઇને શર્મસાર કરનાર કિસ્સો સામે આવ્યો છે. અહીં એક મહિલાના સંબંધીએ જ તેને એવું દર્દ આપ્યું જેને તે કદાચ જ ભૂલી શકશે. અહીં તમને જણાવી દઇએ કે આ ઘટના રાનીશ્વર પોલીસ મથક વિસ્તારની છે જ્યાં એક મહિલાને ખુલ્લેઆમ નિવર્સ્ત્ર (Naked) કરી ચંપલની માળા પહેર્યા બાદ તેને માર મારીને આખા ગામ સામે ફરવા માટે મજબૂર કરવામાં આવી. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

'12 પર FIR, 6 ધરપકડ'
રાનીશ્વરના પોલીસ પ્રભારી રાજીવ પ્રકાશે સમગ્ર મામલે જાણકારી આપતાં કહ્યું કે ગુરૂવારે સાંજે પીડિત મહિલાના નિવેદન પર બે મહિલાઓ સહિત 12 લોકો વિરૂદ્ધ પ્રાથમિકી FIR દાખલ કરવામાં આવી હતી. પોલીસે હવે આ મામલે 6 આરોપીઓની શુક્રવારે સાંજે ધરપકડ કરી લીધી છે. 

NRI યુવતિના રાક્ષસી પતિની સચ્ચાઇ સાંભળી લોહી ઉકળવા માંડશે, સેક્સ બાદ ટોર્ચ વડે ચેક કરતો હતો ગુપ્તાંગ


પ્રેમી સાથે સાથે ગઇ હતી મહિલા
પોલીસ (Police) પ્રભારીના અનુસાર મસાનજોર પોલીસ ક્ષેત્રની રહેવાસી મહિલાના લગ્ન રાનીશ્વરના એક ગામમાં માણિક મિર્ઘા સાથે થઇ હતી. છ મહિના પહેલાં કથિત રીતે માણિક અને કુલુગૂ ગામની એક પરિણિત મહિલા વચ્ચે પ્રેમ થઇ ગયો અને એક મહિના પૂર્વે મહિલા માણિક સાથે પશ્વિમ બંગાળના વર્ધમાન જતી રહી. 

China નો મોટો નિર્ણય: દેશના તમામા બિઝનેસમેન અને અમીરોની સંપત્તિ જપ્ત કરી ગરીબોમાં વહેંચી દેવાશે


પરિજનો પર આરોપ
પોલીસ (Police) મથકના ઇન્ચાર્જના જણાવયા અનુસાર બુધવારે સાંજે બંને પોતાના ગામ પરત ફરે. તેના પર મણિકની પત્ની અને ઘરના બાકી લોકોએ મહિલાને પકડી લીધી અને પહેલાં તેની જોરદાર મારઝૂડ કરી. પછી તેના કપડાં ઉતારીને ફેંકી દીધા. હૈવનિયત અહીંયા જ અટકી નહી. આરોપીઓએ મહિલાને નગ્ન (Naked) અવસ્થામાં જૂતાની માળા પહેરાવી અને આખા ગામમાં વરઘોડો નિકાળ્યો. મહિલાએ પોતાના પરિજનો પર આરોપ પણ લગાવ્યો છે. જે 12 લોકો વિરૂદ્ધ ફરિયાદ દાખલ કરવામાં આવી છે, તે તમામ મણિકના ઘરવાળા છે. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube