નવી દિલ્હી: રાજસ્થાનની રાજધાની જયપુરમાં રાજનીતિ સાથે જોડાયેલા એક મહિલાનો અશ્લીલ વીડિયો ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. આ મામલે મહિલાએ પોલીસ સ્ટેશનમાં એમ કહીને ફરિયાદ નોંધાવી છે કે વીડિયોમાં એડિટિંગ કરીને અશ્લીલ બનાવી વાયરલ કરાઈ રહ્યો છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

સામાન્ય વીડિયોને એડિટ કરીને બનાવી દીધો અશ્લીલ
હકીકતમાં મહિલાનો જે અશ્લીલ વીડિયો વાયરલ થઈ રહ્યો છે તે બસ્સીમાં આરઓબીના લોકાર્પણ સમયનો વીડિયો છે. આ વીડિયોને એડિટ કરીને અશ્લીલ બનાવી દેવાયો અને પછી તેને સોશિયલ મીડિયા પર વાયરલ કરી દેવાયો. 


જેવો આ વીડિયો મહિલાના ધ્યાનમાં આવ્યો તો મહિલા તરફથી બસ્સી  પોલીસ મથકમાં કેસ દાખલ કરાયો. પોતાની ફરિયાદમાં મહિલાએ કહ્યું કે તેમની સામાજિક અને રાજનૈતિક પ્રતિષ્ઠાને નુકસાન પહોંચાડવામાં આવી રહ્યું છે. 


Gay couple enters into wedlock: હૈદરાબાદમાં સમલૈંગિક કપલે ધામધૂમથી કર્યા લગ્ન, જુઓ Photos


વીડિયો વાયરલ કરનારા વિરુદ્ધ કડક કાર્યવાહીની માગણી
આ મામલે મહિલાએ સામાન્ય વીડિયોને એડિટ કરીને અશ્લીલ વીડિયો બનાવી વાયરલ કરનારા વિરુદ્ધ કડક કાર્યવાહીની માગણી કરી છે. આ મામલાની ગંભીરતા જોતા બસ્સી પોલીસ મથક પ્રભારી અરુણ પુનિયા મામલાની તપાસ કરી રહ્યા છે. 


ચિંતાજનક ખુલાસો! ઓમિક્રોનને રોકવામાં મોટાભાગની રસી નિષ્ફળ, માત્ર આ 2 જ રસી છે કારગર


પહેલા પણ આવી ચૂક્યા છે આવા મામલા
રાજસ્થાનમાં આ કોઈ પહેલો કેસ નથી જ્યાં કોઈ મહિલાનો વીડિયો એડિટ કરીને તેને અશ્લીલ બનાવવામાં આવ્યો હોય. એક વર્ષ પહેલા જયપુરના કરધની પોલીસ મથકમાં 23 વર્ષની યુવતી પણ આવા જ એક મામલાનો શિકાર બની હતી તેના ઈમેઈલ પર એક નવેમ્બર 2020ના રોજ કોઈ અજાણ્યા વ્યક્તિએ આપત્તિજનક તસવીરો અને વીડિયો મોકલ્યા હતા અને તેની પાસે એક લાખ રૂપિયાની માગણી કરી હતી. ડિમાન્ડ પૂરી ન થાય તો ફોટો અને વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ કરવાની ધમકી પણ આપી હતી. યુવતીએ ગભરાઈને કરધની પોલીસ મથકમાં પહોંચી કેસ દાખલ કર્યો હતો. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube