શ્રીનગરઃ જમ્મૂ-કાશ્મીરના લદ્દાખ સ્વાયત્ત પર્વતીય વિકાસ પરિષદ (એલએએચડીસી) કારગિલના ચૂંટણીમાં ખંડિત જનાદેશ મળ્યો છે. અધિકારીઓએ શનિવારે જણાવ્યું કે, ચૂંટણીમાં કોઈપણ પાર્ટીને બહુમત મળ્યો નથી. અહીં નેશનલ કોન્ફરન્સ સૌથી મોટી પાર્ટી બનીને ઉભરી છે. તમને જણાવી દઈએ કે એલએએચડીસી કારગિલ માટે 27 ઓગસ્ટે મતદાન થયું હતું. ચૂંટણી પરિણામ ભાજપ માટે ખાસ રહ્યા કારણ કે આ ચૂંટણીમાં પાર્ટીએ પ્રથમવાર ખાતુ ખોલ્યું છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

અધિકારીઓએ જાણકારી આપી કે ફારૂખ અબ્દુલ્લાની આગેવાનીવાળી નેશનલ કોન્ફરન્સ 10 સીટોની સાથે સૌથી મોટી પાર્ટી બનીને ઉભરી છે. કોંગ્રેસ 8 સીટો સાથે બીજા સ્થાને રહી છે. તો આ પરિણામોની જાહેરાત બાદ નેશનલ કોન્ફરન્સના ઉપાધ્યક્ષ ઉમર અબ્દુલ્લાએ પાર્ટીના કારગિક અને પ્રાદેશિક નેતૃત્વને શુભેચ્છા આપી છે. 



ભાજપે ખોલ્યું ખાતુ
અધિકારીઓએ જણાવ્યું કે, પીપુલ્સ ડેમોક્રેટિક પાર્ટી (પીડીપી)ના ખાતામાં બે સીટ આવી જ્યારે તેની પૂર્વ ગઠબંધન સહયોગી ભાજપના ખાતામાં માત્ર એક સીટ આવી છે. આ સાથે એલએએચડીસી કારગિલની ચૂંટણીમાં ભાજપનું ખાતુ ખુલ્યું છે. 


26 સીટો પર થઈ હતી ચૂંટણી
તેમણે જણાવ્યું કે 30 સીટોવાળી એલએએચડીસી કારગિલની 26 સીટો પર ચૂંટણી યોજાઈ અને બાકીના ચાર ઉમેદવારોની નિમણૂક પ્રદેશ સરકાર દ્વારા કરવામાં આવશે. અધિકારીઓએ જણાવ્યું કે મધ્યરાત્રી સુધી મતગણનાનું કાર્ય પૂર્ણ થયું છે.