Lakhimpur Case: આશીષ મિશ્રાને રિમાન્ડ પર લેશે પોલીસ, સોમવારે કોર્ટમાં કરશે અરજી
લખીમપુર ખીરી ક્રાઇમ બ્રાન્ચની ટીમ સોમવારે લખીમપુર ખીરીની એક કોર્ટમાં આશીષ મિશ્રા ઉર્રે મોનૂના રિમાન્ડ માટે એક અરજી દાખલ કરશે.
લખનઉઃ લખીમપુર ખીરીમાં સાત દિવસ પહેલા થયેલી હિંસામાં ચાર કિસાનોની સાથે કુલ 8 લોકોના મોત થયા હતા. આ હિંસાના મુખ્ય કથિત આરોપી આશીષ મિશ્રાની શનિવાર ધરપકડ બાદ હવે પોલીસની સક્રિયતા વધી છે. પોલીસ હવે કેન્દ્રીય ગૃહરાજ્યમંત્રી અજય મિશ્રાના પુત્ર મોનીની પૂછપરછ માટે રિમાન્ડ લેવાના પ્રયાસમાં છે. પોલીસ તેને લઈને સોમવારે રિમાન્ડ મેજિસ્ટ્રેટની સમક્ષ પોતાની અરજી પણ કરશે.
લખીમપુર ખીરી ક્રાઇમ બ્રાન્ચની ટીમ સોમવારે લખીમપુર ખીરીની એક કોર્ટમાં આશીષ મિશ્રા ઉર્રે મોનૂના રિમાન્ડ માટે એક અરજી દાખલ કરશે. પોલીસનો પ્રયાસ આ હિંસાના મામલામાં હકીકત સામે લાવવાનો છે. આશીષ મિશ્રાને કાલે રાત્રે ધરપકડ બાદ ન્યાયીક કસ્ટડીમાં મોકલવામાં આવ્યો છે.
આ પણ વાંચોઃ વારાણસીથી પ્રિયંકાનો સરકાર પર હુમલો, કહ્યું- ગૃહ રાજ્યમંત્રીના રાજીનામા સુધી લડત ચાલુ રહેશે
ઉત્તર પ્રદેશના એડીજી લો એન્ડ ઓર્ડર પ્રશાંત કુમારે જણાવ્યુ કે, લખીમપુર ખીરી પોલીસે કેન્દ્રીય ગૃહ રાજ્યમંત્રી અજય મિશ્રાના પુત્ર આશીષ મિશ્રાને કસ્ટડીમાં લેવા માટે અરજી કરી છે. અમારો પ્રયાસ છે કે આશીષની કસ્ટડી લઈને ત્રણ ઓક્ટોબરની ઘટના વિશે પૂછપરછ કરીએ. આશીષ મિશ્રાના નામે એફઆઈઆર નોંધાયેલી છે. જેમાં આરોપ લગાવવામાં આવ્યો છે કે તે લખીમપુર ખીરીમાં ચાર કિસાનોને કચડનાર વાહનોમાંથી એકમાં હતો.
લખીમપુર ખીરી હિંસાના પ્રકરણમાં આશરે સાત દિવસ બાદ આશીષ મિશ્રાની સાથે અન્ય બેની ધરપકડ બાદ હવે બધાની નગર પોલીસની આગામી કાર્યવાહી પર છે. લોકોનું કહેવુ છે કે આશીષ ઘણા ફોન રાખે છે. આ કેસની તપાસ કરી રહેલી પોલીસની ટીમે હજુ સુધી તેના ફોન વિશે કોઈ માહિતી જાહેર કરી નથી. લખીમપુર ખીરીમાં 12 કલાકથી વધુ સમય સુધી પૂછપરછ બાદ શનિવારે હત્યાના આરોપમાં આરોપી આશીષ મિશ્રાની ધરપકડ કરી હતી. લખીમપુર ખીરી હિંસા મામલામાં મંત્રીના પુત્ર અને અન્ય વિરુદ્ધ નોંધાયેલા કેસની તપાસ માટે અગ્રવાલના નેતૃત્વમાં નવ સભ્યોની એસઆઈટીની રચના કરવામાં આવી છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube