Lakhimpur: ખેડૂતોને જીપથી કચડી નાખવાની ઘટનાનો એક કથિત Video થયો વાયરલ, પ્રિયંકા વાડ્રાએ પણ કર્યો ટ્વીટ
વાયરલ થઈ રહેલા વીડિયોમાં એક જીપ જોવા મળી રહી છે. જેનો સામેનો કાચ તૂટેલો છે. વીડિયોમાં દેખાવકારો કાળા ઝંડા લઈને જઈ રહ્યા છે અને જીપ આગળ વધી રહેલા ખેડૂતોને પાછળથી આવીને ટક્કર મારતી જોવા મળી રહી છે.
લખનૌ: ઉત્તર પ્રદેશ (Uttar Pradesh) ના લખીમપુર ખીરીમાં થયેલી હિંસા અંગે રાજકીય બબાલ ચાલુ છે અને સીતાપુરમાં પોલીસ અટકાયતમાં રખાયેલા કોંગ્રેસના મહાસચિવ પ્રિયંકા ગાંધીએ એક વીડિયો પણ શેર કર્યો છે. પ્રિયંકા ગાંધીએ લખીમપુર હિંસા અગાઉ ખેડૂતોને જીપથી કચડવાનો એક કથિત વીડિયો શેર કર્યો છે. ઝી ન્યૂઝ આ વાયરલ થયેલા વીડિયોની સત્યતાની પુષ્ટિ કરતું નથી, જેને પ્રિયંકા ગાંધી ઉપરાંત અનેક લોકોએ શેર કર્યો છે.
વીડિયોમાં શું છે?
વાયરલ થઈ રહેલા વીડિયોમાં એક જીપ જોવા મળી રહી છે. જેનો સામેનો કાચ તૂટેલો છે. વીડિયોમાં દેખાવકારો કાળા ઝંડા લઈને જઈ રહ્યા છે અને જીપ આગળ વધી રહેલા ખેડૂતોને પાછળથી આવીને ટક્કર મારતી જોવા મળી રહી છે. જીપની પાછળ ઝડપથી એક કાર પણ નીકળતી જોવા મળી છે. અત્રે જણાવવાનું કે ઝી ન્યૂઝ આ વીડિયોની પુષ્ટિ કરતું નથી.
Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube