Lakhimpur Kheri Violence: પ્રશાસન અને ખેડૂતો વચ્ચે આ શરતો પર થઈ સમજૂતિ
ઉત્તર પ્રદેશના લખીમપુર ખીરીમાં રવિવારે ખેડૂતોના પ્રદર્શન દરમિયાન થયેલી હિંસામાં 8 લોકોના મોત થયા. મૃતકોમાં 4 ખેડૂતો, 3 ભાજપના કાર્યકરો અને એક ભાજપના નેતાનો ડ્રાઈવર સામેલ છે. આ બધા વચ્ચે લખીમપુર ખીરી મામલે ઉત્તર પ્રદેશનું રાજકારણ ગરમાઈ ગયું છે.
લખનૌ: ઉત્તર પ્રદેશના લખીમપુર ખીરીમાં રવિવારે ખેડૂતોના પ્રદર્શન દરમિયાન થયેલી હિંસામાં 8 લોકોના મોત થયા. મૃતકોમાં 4 ખેડૂતો, 3 ભાજપના કાર્યકરો અને એક ભાજપના નેતાનો ડ્રાઈવર સામેલ છે. આ બધા વચ્ચે લખીમપુર ખીરી મામલે ઉત્તર પ્રદેશનું રાજકારણ ગરમાઈ ગયું છે અને અલગ અલગ પાર્ટીઓના નેતા લખીમપુર ખીરી આવવાની કોશિશમાં છે. યુપી પોલીસે કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધીની અટકાયત કરી છે. જ્યારે કોંગ્રેસે દાવો કર્યો છે કે તેમની ધરપકડ થઈ છે. આ બાજુ આજે સવારથી જ આ મામલે મોટી રાજકીય ઉથલપાથલ જોવા મળી રહી છે.
સહાયની કરી જાહેરાત
લખીમપુર ખીરી હિંસા અંગે ખેડૂતો અને પ્રશાસન વચ્ચે સહમતિ બની ગઈ છે. મૃતકોના આશ્રિતોને નોકરી અને 45 લાખ રૂપિયા વળતર આપવામાં આવશે. જ્યારે ઘાયલોને 10 લાખ રૂપિયા સહાય કરવામાં આવશે. આ ઉપરાંત પ્રશાસન તરફથી એવું આશ્વાસન પણ આપવામાં આવ્યું છે કે 8 દિવસમાં અપરાધીઓની ધરપકડ કરવામાં આવશે અને ઘટનાની ન્યાયિક તપાસ કરવામાં આવશે. એવું કહેવાય છે કે વાતચીત બાદ હાઈકોર્ટના એક રિટાયર્ડ જસ્ટિસ રવિવાર હિંસાની તપાસ કરશે.
ટિકૈતનું અલ્ટીમેટમ
ખેડૂત નેતા રાકેશ ટિકૈત અને એડીજી (લો એન્ડ ઓર્ડર) પ્રશાંત કુમારે જોઈન્ટ પ્રેસ કોન્ફરન્સ કરીને આ જાણકારી આપી. આ બાજુ રાકેશ ટિકૈતે કહ્યું કે કેન્દ્રીય ગૃહ રાજ્યમંત્રીનું નામ એફઆઈઆરમાં દાખલ થયું છે, 10-11 દિવસનો સમય જે પ્રશાસને માંગ્યો છે તેની અંદર કાર્યવાહી ન કરાઈ તો અમે પંચાયત કરીશું. અમે ત્યાં સુધી ખેડૂતોના અંતિમ સંસ્કાર નહીં કરીએ અને પાંચ ડોક્ટરોની નિગરાણીમાં પોસ્ટમોર્ટમ થશે અને તેનું વીડિયો રેકોર્ડિંગ પણ કરાશે.
તેમણે કહ્યું કે હજુ પણ ઈન્ટરનેટ ચાલુ નથી. આથી અમને ઘણા બધા વીડિયો પુરાવા ન મળ્યા હોઈ શકે. પરંતુ જેવું ઈન્ટરનેટ ચાલશે તમારી પાસે કોઈ વીડિયો હોય તો અમને જરૂર મોકલો.
ઝી ન્યૂઝના પત્રકાર સાથે ધક્કામુક્કી
લખીમપુર ખીરીમાં ઝી ન્યૂઝના પત્રકાર વિશાલ પાંડે સાથે ધક્કામુક્કી કરવામાં આવી. તેમને ફરસા અને તલવાર લઈને ધમકાવવામાં આવ્યા તથા રિપોર્ટિંગ કરતા રોકવામાં આવ્યા.
Drugs Party: આખરે આ રીતે NCB ની પકડમાં આવ્યો બોલીવુડ બાદશાહનો લાડકો પુત્ર આર્યન, વાંચો રેડની ઈનસાઈડ સ્ટોરી
કોંગ્રેસનો દાવો- પ્રિયંકા ગાંધી ધરપકડ કરાયા
આ બધા વચ્ચે યુપી પોલીસે દાવો કર્યો છે કે પ્રિયંકા ગાંધીજીને હરગાંવથી ધરપકડ કરીને સીતાપુર પોલીસ લાઈન લઈ જવાઈ રહ્યા છે. કૃપા કરીને બધા ત્યાં પહોંચો. જ્યારે યૂથ કોંગ્રેસના અધ્યક્ષ શ્રીનિવાસે ટ્વીટ કરીને કહ્યું કે 'આખરે એ જ થયું, જેની ભાજપ પાસેથી આશા હતી. મહાત્મા ગાંધીના લોકતાંત્રિક દેશમાં ગોડસેના ઉપાસકોએ ભારે વરસાદ અને પોલીસબળ સાથે સંઘર્ષ કરતા અન્નદાતાઓને મળવા જઈ રહેલા અમારા નેતા પ્રિયંકા ગાંધીજીની હરગાંવથી ધરપકડ કરી. આ તો લડાઈની ફક્ત શરૂઆત છે! કિસાન એક્તા જિંદાબાદ.'
Farmers Protest: લખીમપુર હિંસામાં 8 લોકોના મોત, સ્થિતિ તણાવપૂર્ણ, ઈન્ટરનેટ સેવા બંધ
પોલીસે બીએસપી નેતા સતીષ ચંદ્રને રોક્યા
પ્રિયંકા ગાંધી અગાઉ બીએસપી મહાસચિવ સતીષચંદ્ર મિશ્રાએ પણ પોતાના લખનૌ સ્થિત ઘરેથી લખીમપુર ખીરી જવાની કોશિશ કરી પરંતુ પોલીસે તેમને તેના ઘરથી દૂર જવા દીધા નહીં. સતીષચંદ્ર મિશ્રાએ પોલીસકર્મીઓને રોકવા બદલ સવાલ પણ પૂછ્યા. પોલીસે જવાબ આપ્યો કે લખીમપુર ખીરીમાં શાંતિ ભંગ થવાની આશંકાના કારણે તેમને જવાની મંજૂરી નથી.
શું છે આ સમગ્ર મામલો?
લખીમપુર ખીરીમાં હેલિપેડ પર ધરણાથી શરૂ થયેલું ખેડૂતોનું પ્રદર્શન હિંસક બની ગયું જેમાં 8 લોકોના મોત થયા. હકીકતમાં રવિવારે લખીમપુર ખીરીમાં યુપીના ડેપ્યુટી સીએમ કેશવપ્રસાદ મૌર્ય મુલાકાત કરવાના હતા. કેશવપ્રસાદ મૌર્ય લખીમપુર ખીરીમાં કેન્દ્રીય ગૃહ રાજ્યમંત્રી અજય મિશ્રા ટેનીના ગામ જઈ રહ્યા હતા. અજય મિશ્રા ટેનના પુત્ર આશીષ મિશ્રા કેશવ પ્રસાદ મૌર્યને રિસિવ કરવા પહોંચ્યા હતા પરંતુ ત્યાં પહેલેથી જ ખેડૂતો હાજર હતા જે કેશવ પ્રસાદનો વિરોધ કરવા માટે ભેગા થયા હતા.
ત્યારબાદ ખેડૂતોએ અજય મિશ્રા ટેનીના પુત્રનો વિરોધ શરૂ કરી દીધો અને પછી ખેડૂતોએ આ નેતાઓના કાફલાને રોકવાની કોશિશ કરી. ત્યારબાદ કેન્દ્રીય ગૃહ રાજ્યમંત્રી અજય મિશ્રાના પુત્ર આશીષ મિશ્રાએ પ્રદર્શન કરી રહેલા ખેડૂતો પર કથિત રીતે ગાડી ચડાવી દીધી. લખીમપુરમાં તણાવ જોતા પ્રશાસને ઘટનાસ્થળના 20 કિમીના દાયરામાં ઈન્ટરનેટ સેવા બંધ કરી છે. મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે ADG લો અને ઓર્ડર સહિત પોલીસના સીનિયર ઓફિસરોને ઘટનાસ્થળે મોકલ્યા છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube