પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના લક્ષદ્વીપના શાંત રમણીય ટાપુઓ પર હાલના પ્રવાસે ભારતમાં એક અલગ જ કુતૂહલ પેદા કરી દીધુ છે. ટુરિઝમ સેક્ટર્સ પણ લક્ષદ્વીપને લઈને ખુબ એક્ટિવ થઈ ચૂક્યા છે. અનેક ટ્રાવેલ કંપનીઓ અને એરલાઈન્સે પણ ઓફરો આપવાની શરૂ કરી દીધી છે. અહીં એક સારા ડેસ્ટિનેશન પ્લાન પણ તૈયાર કરી શકાય છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

જો તમે લક્ષદ્વીપ જવા અંગે વિચારી રહ્યા હોવ તો અહીંના નિયમો, પરમિટ અને કુલ ખર્ચ અંગે ખાસ જાણવું જોઈએ. આ ઉપરાંત સરકાર તરફથી બહાર પાડવામાં આવેલી ગાઈડલાઈન પણ જોઈ લેવી જોઈએ. લક્ષદ્વીપ જઈ રહ્યા હોવ અને પરમિટ ન હોય તો તમે પરેશાનીમાં મૂકાઈ શકો છો. 


શું છે લક્ષદ્વીપ જવાના નિયમો?
1967માં લક્ષદ્વીપ, મિનિકોય અને અમીનદીવી ટાપુ સમુહના કેટલાક નિયમો અને શરતો બનાવવામાં આવી હતી. જે હેઠળ આ જગ્યાઓ પર ન રહેતા લોકોએ એન્ટ્રી માટે અને રહેવા માટે પરમિટ લેવી પડશે. જો કે સરકારી અધિકારીઓ, સૈનિકો અને ટાપુ પર જવા કે કામ કરનારા તેમના પરિવારને પરમિટની જરૂર નથી. બીજી બાજુ વિદેશી પર્યટકો માટે લક્ષદ્વીપ સહિત ભારતમાં એન્ટ્રી માટે માન્ય પાસપોર્ટ અને ભારતીય વિઝા રાખવા જરૂરી છે. 


પરમિટ લેવા માટે કેટલો થાય ખર્ચો?
લક્ષદ્વીપ પર્યટનની અધિકૃત વેબસાઈટ મુજબ પૂર્વ અનુમતિનો હેતુ સ્વદેશી અનુસૂચિત જનજાતિઓની સુરક્ષા કરવાનો છે, જે વિસ્તારની વસ્તીના લગભગ 95 ટકા છે. 1967ના નિયમો મુજબ એન્ટ્રી પરમિટ ફોર્મ ઓનલાઈન (Lakshadweep Permit Form) ભરી શકાય છે અને તેને પ્રશાસક પાસે જમા કરવું જરૂરી છે. અરજી ફી પ્રતિ અરજીકર્તા 50 રૂપિયા છે. જેમાં 12થી 18 વર્ષની ઉંમરના માટે 100 રૂપિયા અને 18 વર્ષથી વધુ ઉંમરના લોકો માટે 200 રૂપિયાનો એક્સ્ટ્રા ચાર્જ છે. 


પોલીસની પણ મંજૂરી
ભારતની અન્ય જગ્યાઓથી આવતા લોકોએ પોતાના સંબંધિત જિલ્લાના પોલીસ આયુક્ત પાસેથી પોલીસ ક્લિયરન્સ સર્ટિફિકેટ પણ લેવું જરૂરી છે. આ ઉપરાંત અરજીકર્તાએ 3 પાસપોર્ટ સાઈઝના ફોટા પોતાના આઈડી કાર્ડની સેલ્ફ અટેસ્ટેડ ફોટોકોપી પણ આપવી પડશે. 


કેટલો થાય ખર્ચો
પીએમ મોદીના લક્ષદ્વીપ ટુર અને માલદીવ બહિષ્કારના મુદ્દા ઉઠ્યા બાદ હવે અનેક લોકો આ જગ્યાએ જવામાં રસ દાખવી રહ્યા છે. ટ્રાવેલ કંપની મેક માય ટ્રિપ મુજબ દિલ્હીથી લક્ષદ્વીપ જવા માટે 5 દિવસ અને ચાર રાતનો ખર્ચો 25થી 50 હજાર રૂપિયાની આસપાસ છે. જો કે તેના શરૂઆતના ટુર પેકેજની કિંમત 20 હજારની આજુબાજુ છે. લક્ષદ્વીપ જવા માટે તમારે કોચીથી અગત્તી એરપોર્ટ માટે ટિકિટ લેવી પડશે. લક્ષદ્વીપ જવા માટે કોચી એક માત્ર એરપોર્ટ છે. અગત્તી પહોંચ્યા બાદ તમે બોટ કે હેલિકોપ્ટરથી લક્ષદ્વીપ જઈ શકો છો. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube