રાજસ્થાનના મેવાડના પુર્વ રાજપરિવારના સભ્ય લક્ષ્યરાજ સિંહ તેમના વર્લ્ડ રેકોર્ડને લઈને જાણીતા છે. ઉદયપુર રોયલ ફેમીલીના લક્ષ્યરાજ સિંહ અત્યાર સુધી સાત ગિનીઝ વર્લ્ડ રેકોર્ડ બનાવી ચુક્યા છે. આ વખતે લક્ષ્યરાજ સિંહે પર્યાવરણ સંરક્ષણને ધ્યાનમાં રાખીને બીજરોપણનો અનોખો રેકોર્ડ બનાવ્યો છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

તમે જીવનમાં ઘણા શોખીન લોકોને જોયા હશે. કોઈને સ્ટંટ કરવાનો , કોઈને વાંચનનો શોખ તો કોઈને કુકિંગનો શોખ તો કોઈને જૂની વસ્તુઓ કલેક્શન કરવાનો શોખ હોય છે. આમ તો શોખ ઘણા પ્રકારના હોય છે પણ રાજસ્થાનના મેવાડના પૂર્વ રાજપરિવારના લક્ષ્યરાજ સિંહને જુદા જુદા વર્લ્ડ રેકોર્ડ બનાવવાનો શોખ છે. જીં હાં લક્ષ્યરાજ સિંહ અત્યાર સુધી 7 વિશ્વ કિર્તીમાન બનાવી ચુક્યા છે.
ઉદયપુરના રોયલ ફેમિલીના લક્ષ્યરાજ સિંહ દર વર્ષે કંઈને કંઈ નવું કરવાની ઈચ્છા ધરાવે છે. સામાન્ય રીતે તેઓ દરેક રેકોર્ડ તેમના જન્મદિવસના દિવસે કરતા હોય છે. લક્ષ્યરાજ સિંહ સામાજિક  અને પર્યાવરણ સંરક્ષણ માટે કરેલા કાર્યોને લઈને દુનિયાભરમાં જાણીતા છે. હાલ લક્ષ્યરાજ સિંહ સાતમો વિશ્વ રેકોર્ડ તેમના નામે કરાવ્યો છે. આ વખતે લક્ષ્યરાજ સિંહે બીજ થીમ પર રેકોર્ડ બનાવ્યો છે. આ થીમ દેશના બાળકોના ઉજ્જવળ ભવિષ્ય અને પર્યાવરણ સંરક્ષણ પર રાખવામાં આવી છે. લક્ષ્યરાજ સિંહ અને તેમની ટીમે માત્ર 40 મિનીટમાં 21 હજાર 58 છોડ તૈયાર કરી દીધા છે.સોશિયલ મીડિયા પર પૂર્વ રાજપરિવારના સદસ્ય લક્ષ્યરાજ સિંહના વિશ્વ રેકોર્ડની ચર્ચા છે અને લોકો સામાજીક અને પર્યાવરણ સંરક્ષણ માટે કરેલા કાર્યોને ખુબ બિરદાવી રહ્યા છે. 


લક્ષ્યરાજ સિંહના જુદા જુદા રેકોર્ડ પર નજર કરીએ તો 


પહેલો રેકોર્ડ
વર્ષ 2019માં જરૂરિયાતમંદ લોકોને 3 લાખ 29 હજાર 250 વસ્ત્રો દાન કરીને પ્રથમ વિશ્વ વિક્રમ બનાવ્યો હતો.આ વસ્ત્રોને આસપાસના દેશોથી મંગાવીને એકત્રિત કરીને વિતરણ કરવામાં આવ્યા હતા..


બીજો રેકોર્ડ
બીજા રેકોર્ડની વાત કરીએ તો વર્ષ 2019માં 24 કલાકમાં બાળકોને 20 ટનથી વધુ સ્ટેશનરીનું વિતરણ કરીને ગિનીઝ રેકોર્ડ બનાવ્યો હતો


ત્રીજો રેકોર્ડ
વર્ષ 2020માં માત્ર 20 સેકન્ડમાં 4035 છોડ લગાવીને ત્રીજો રેકોર્ડ બનાવ્યો હતો


લીલા બટાકા સહિત આ 4 વસ્તું ભૂલેચૂકે ન ખાવી જોઈએ, કારણ ખાસ જાણો નહીં તો પસ્તાશો


આ શિવલિંગ પર દૂધ ચઢાવવાથી બદલાઈ જાય છે રંગ, લોકો કહે છે આ તો ચમત્કાર!


પરણિત મહિલાઓમાં લોકપ્રિય બની રહી છે આ એપ! લફરા વધવા પાછળનું એક મોટું કારણ?


ચોથો રેકોર્ડ
જાન્યુઆરી 2021માં માત્ર એક કલાકમાં 12 હજાર 508 સ્વચ્છતા પ્રોડક્ટ વિતરણ કરીને ચોથો ગિનીઝ રેકોર્ડ બનાવ્યો.


પાંચમો રેકોર્ડ
જાન્યુઆરી 2022માં એક કલાકમાં 2800થી વધુ સ્વેટરનું વિતરણ કરીને પાંચમો વિશ્વ વિક્રમ બનાવ્યો.


છઠ્ઠો રેકોર્ડ
જાન્યુઆરી 2022માં એક કલાકમાં 2800 ભોજનના પેકેટનું વિતરણ કરીને છઠ્ઠો વર્લ્ડ રેકોર્ડ બનાવ્યો


સાતમો રેકોર્ડ
આ વખતે જાન્યુઆરી 2023માં બીજ ભવિષ્ય અભિયાન અંતર્ગત 21 હજાર 58 બીજનું બીજારોપણ કરીને સાતમો રેકોર્ડ બનાવ્યો..


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube