નવી દિલ્હીઃ કાશ્મીરી પંડિતોની ઘાટીમાંથી હકાલપટ્ટી પર બનેલી ફિલ્મ 'શિકારા' જોઈને ભારતના વરિષ્ઠ નેતા લાલકૃષ્ણ અડવાણી રોઈ પડ્યા હતા. દેશના પૂર્વ નાયબ વડાપ્રધાન અડવાણીએ પુત્રી પ્રતિભાની સાથે ફિલ્મના સ્પેશિયલ સ્ક્રીનિંગમાં પહોંચ્યા હતા. કાશ્મીરી પંડિતોના દુખને જોઈને અડવાણી પોતાના આસું રોકી ન શક્યા. ડાયરેક્ટર વિધુ વિનોદ ચોપડાએ આ ભાવુક ક્ષણનો વીડિઓ ટ્વીટર પર શેર કર્યો છે, જે ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

વિધુ વિનોદ ચોપડાએ ફિલ્મ્સ તરફથી ટ્વીટમાં લખ્યું, 'શિકારાના સ્પેશિયલ સ્ક્રીનિંગમાં શ્રી. એલ.કેઅડવાણી. અમે તમારા આશીર્વાદ અને હાજરી માટે આભારી છીએ.' વીડિયોમાં લખવામાં આવ્યું છે કે અડવાણી શિકારા જોયા બાદ પોતાના આંસુઓને રોકી ન શક્યા. વીડિઓમાં ચોપડા અડવાણીને સંભાળતી જોવા મળી રહી છે. ફિલ્મ શુક્રવારે રિલીઝ થઈ છે. 


ફિલ્મ ''શિકારા' 1990માં કાશ્મીરી પંડિતોના ઘાટીમાંથી પલાયન પર આધારિત છે. ખાસ વાત છે કે આ ફિલ્મમાં 4000થી વધુ કાશ્મીરી પંડિત શર્ણાર્થીઓએ અભિનય કર્યો છે અને 1990ની હકાલપટ્ટીના દ્રષ્યને ફરી જીવીત કરવાનો પ્રયત્ન કર્યો છે. એક નેતા તરીકે લાલ કૃષ્ણ અડવાણીએ કાશ્મીરી પંડિતોના દુખને નજીકથી જોયું છે. 


Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube


દેશના સમાચાર જાણવા માટે કરો ક્લિક...