IRCTC કૌભાંડ: મની લોડ્રિંગ કેસમાં લાલુનો પરિવાર આજે દિલ્હી કોર્ટમાં થશે હાજર
આઇઆરસીટીસી હોટલ ફાળવણી મામલે સીબીઆઇ બાદ બાદ ઇડીએ પટિયાલા હાઉસ કોર્ટમાં લાલુ અને તેના પરિવાર પર ચાર્જશીટ દાખલ કરી હતી.
નવી દિલ્હી: IRCTC કૌભાંડ સાથે જોડાયેલા મની લોડ્રિંગ કેસમાં લાલુ પ્રસાદ યાદવના પરિવારની દિલ્હી ખાતે આવેલી પટિયાલા હાઉસ કોર્ટમાં શનિવારે હાજર કરવામાં આવશે. પહેલાની સુનવણી દરમિયાન કોર્ટે લાલુ પ્રસાદ યાદવ અને તેના પરિવાર સામે ઇડીની ચાર્જશીટ પર ધ્યાન આપવામાં આવ્યું હતું, સાથે જ કોર્ટે લાલુ યાદવ, રાબડી દેવી, તેજસ્વી યાદલ અને અન્ય લોકોને આરોપી જાહેર કરી 6 ઓક્ટોબરે કોર્ટમાં હાજર કરવાનો આદેશ આપ્યો હતો.
મહત્વનું છે, કે IRCTC હોટલ ફાળવણી કૌભાંડમાં સીબીઆઇ બાદ ઇડીએ પટિયાલા હાઉસ કોર્ટમાં લાલૂ અને તેના પરિવાર વિરૂદ્ધમાં ચાર્જશીટ દાખલ કરી છે. ચાર્જશીટમાં ઇડીએ મહત્વપૂર્ણ પૂરાવાઓ અંગે વાત કરી હતી, ચાર્જશીટમાં ઇડીએ લાલુ યાદવ અને બિહારના પૂર્વ મુખ્યમંત્રી રાબડી દેવી તથા તેજસ્વી યાદલ, પૂર્વમંત્રી પ્રેમચંદ ગુપ્તા, તેની પત્ની સરલા ગુપ્તા અને તત્કાલીન અમડી બી.કે અગ્રવાલ સિવાય અન્ય લોકોને આરોપી બતાવ્યા છે.
આ પહેલા આઇઆરસીટીસી ટેન્ડર માટે સીબીઆઇ વધુ એક કૌભાંડ અંગે તપાસ કરી રહ્યું છે. ત્યારે બીજી બાજુ ઇડી મની લોન્ડ્રિંગના કેસમાં તપાસ કરી રહ્યું છે. આ પહેલા સીબીઆઇ તરફથી ફાઇલ ચાર્જશીટ પર કોર્ટ દ્વારા લાલુ અને તેના પરિવારને હાજર થવાના આદેશ આપ્યા હતા. તેજસ્વી યાદવ અને બિહારના પૂર્વ મુખ્યમંત્રી રાબડી દેવીને દિલ્હીની પટિયાલા હાઉસ કોર્ટ તરફથી 31 ઓગસ્ટે રાહત મળી હતી.
તેજસ્વી યાદવ રાબડી દેવી અને અન્ય આરોપિયોને એક-એક લાખ રૂપિયાની સામાન્ય રકમ પર જામીન આપવામાં આવ્યા હતા. જ્યારે જેલમાં રહેવાના કરાણે લાલુ પ્રસાદ યાદવને કોર્ટ સમક્ષ રજૂ કરી શકાય તેમ નથી. આ માટે જ કોર્ટે સીબીઆઇની માંગ પર પ્રોડક્શન વોરંટ જાહેર કરીને લાલુ યાદવને 6 ઓક્ટોબરે કોર્ટમાં રજૂ કરવાના આદેશ આપવામાં આવ્યા છે.
શુ છે સમગ્ર ઘટના?
આ ઘટના ઇન્ડિયન રેલ્વે કેટરિંગ એન્ડ ચૂરિઝમ કોર્પોરેશન(આઇઆરસીટીસી) દ્વારા રાંચી અને પુરીમાં ચલાવનારી બે હોટલોમાં સરસંભાળ અંગેનું કામ સુજાતા હોટલ્સનામની એક કંપનીને આપવામાં આવ્યું હતું. વિનય અને વિજય કોચર નામના બે વ્યક્તિઓ આ કંપનીના માલિકો છે. ત્યાર બાદ કથિત રીતે લાલુને પટનામાં બેનામી સંપત્તિના રૂપમાં ત્રણ એકડ જમીન મળી હતી. એફઆઇઆરમાં કહેવામાં આવ્યુ છે, કે લાલુએ કંપનીઓને ફાયદો કરવા માટે તેના પદનો દુરઉપયોગ કર્યો હતો.
જેના બદલે તેને બેનામી કંપની ડિલાઇટ માર્કેટીંગ તરફથી વધુ એક કિંમતી જમીન મળી હતી. સુજાતા હોટલના કોન્ટ્રાક્ટ મળ્યા બાદ 2010 અને 2014ની વચ્ચે ડિલાઇટ માર્કેટિંગ કંપનીના માલિકનો હક સરલા ગુપ્તા થી રાબડી દેવી અને તેજસ્વી યાદવ પાસે આવી ગયો હતો. મહત્વનું છે, કે આ દરમિયાન લાલુ પ્રસાદ યાદવ રેલ મંત્રી તરફથી રાજીનામું આપી બેઠા હતા.