Lalu Prasad Yadav in ICU after fell from stairs: રાષ્ટ્રીય જનતા દળના અધ્યક્ષ અને બિહારના પૂર્વ મુખ્યમંત્રી લાલુ પ્રસાદ યાદવ હાલ ICU માં દાખલ છે. રવિવારે તેઓ સીડી પરથી પડી ગયા હતા અને તેમને ખભામાં ફ્રેક્ચર થઈ ગયું. તેમને બેભાન હાલતમાં હોસ્પિટલ લઈ જવાયા. હાલ તેમની સ્થિતિ સ્થિર છે. એવું કહેવાય છે કે લાલુ યાદવની પીઠમાં પણ ઈજા થઈ છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

લાલુ યાદવના પરિવારના એક નીકટના સૂત્રએ જણાવ્યું કે આરજેડી સુપ્રીમો લાલુ યાદવ હાલ પટણામાં પત્ની અને પૂર્વ મુખ્યમંત્રી રાબડી દેવીના ઘરે રહે છે. જ્યાં તેઓ સીડી પરથી પડી ગયા. ત્યારબાદ લાલુ યાદવને તરત હોસ્પિટલ લઈ જવાયા. અત્રે જણાવવાનું કે તેઓ પહેલેથી જ કેટલીક સમસ્યાઓ સામે ઝઝૂમી રહ્યા છે. 


લાલુ યાદવને તબિયત નરમ ગરમ રહે છે. જેલમાં હતા ત્યારે પણ તેમને અનેક પરેશાનીઓનો સામનો કરવો પડ્યો હતો અને ઘણીવાર હોસ્પિટલ દાખલ થવું પડ્યું હતું. લાલુ યાદવ ડાયાબિટિસ, બ્લડ પ્રેશર, હ્રદય રોગ, કિડનીની બીમારી, તણાવ, થેલીસિમિયા, પ્રોસ્ટેટનું વધવું, યુરિક એસિડ વધવો, બ્રેઈન સંબંધિત બીમારી, નબળી ઈમ્યુનિટી, ખભાની સમસ્યા, પગના હાડકાની સમસ્યા, આંખમાં મુશ્કેલી, અને હ્રદય સંબંધિત બીમારીઓ સામે ઝઝૂમી રહ્યા છે. 


ચારા કૌભાંડના અનેક કેસમાં દોષિત ઠરેલા આરજેડી સુપ્રીમો લાલુ યાદવને થોડા સમય પહેલા રાંચી સ્થિત સીબીઆઈની એક વિશેષ કોર્ટે જામીન આપ્યા હતા. ત્યારબાદથી તેઓ જેલમાંથી બહાર છે અને 10 સર્ક્યુલર સ્થિત રાબડી દેવીના સરકારી ઘરે સ્વાસ્થ્યના લાભ લઈ રહ્યા છે. 


Maharashtra: શિંદે સરકારની આજે 'અગ્નિ પરીક્ષા', ફ્લોર ટેસ્ટ પહેલા શરદ પવારના એક નિવેદને ખળભળાટ મચાવ્યો


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube