Lalu Prasad Yadav Bail: લાલૂ પ્રસાદ યાદવને ઝારખંડ હાઇકોર્ટમાંથી મોટી રાહત મળી છે. જસ્ટિસ અપરેશ સિંહની કોર્ટમાંથી તેમને જામીન મળ્યા છે. ઘાસચારા કૌભાંડ સાથે જોડાયેલા ડોરંડા કેસમાં લાલૂને 5 વર્ષની સજા થઇ હતી. નિચલી કોર્ટના નિર્ણયલે લઇને હાઇકોર્ટમાં પડકાર ફેંક્યો છે. કોર્ટે શુક્રવારે 10 લાખ રૂપિયાના વ્યક્તિગત બોન્ડ પર જામીન મંજૂર કર્યા છે. તેમને સજાની અડધી અવધિ જેલમાં પુરી કરી લેવાના આધાર પર જામીન આપવામાં આવ્યા છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

તમામ કેસમાં મળ્યા જામીન
લાલૂ પ્રસાદ યાદવને અત્યાર સુધી કુલ 4 કેસમાં સજા મળી છે અને હવે તેમને તમામ કેસમાં જામીન મળી ગયા છે. ત્યારબાદ તેમને જેલમાંથી નિકાળવાની રાહ પ્રશસ્ત થઇ ગઇ છે. સીબીઆઇએ આ મામલે કાઉન્ટર એડિફેવિટ ફાઇલ કરી દીધી છે કે લાલૂ પ્રસાદે સજાની અડધી અવધિ પુરી કરી નથી. કોર્ટ સીબીઆઇની દલીલને નકારી કાઢી છે. 

Ration Service: હવે નહી લાગે લાંબી લાઇનો, ઘરે બેઠા મંગાવી શકશો રાશન


સીબીઆઇ કોર્ટ સંભળાવી હતી 5 વર્ષની સજા
તમને જણાવી દઇએ કે રાંચી સ્થિત સીબીઆઇ કોર્ટે ગત 21 ફેબ્રુઆરીના રોજ રાંચીના ડોરંડા કોષાગારમાંથી 139 કરોડના ગેરકાયદેસર ઉપાડના મામલે લાલૂ પ્રસાદને દોષી ગણાવતાં પાંચ વર્ષની સજા સંભળાવી હતી. સીબીઆઇ કોર્ટના આદેશ વિરૂદ્ધ લાલૂ પ્રસાદ યાદવે ઝારખંડ ઉચ્ચ અદાલતમાં 24 ફેબ્રુઆરીના રોજ અપીલ દાખલ કરી હતી.

Palmistry: રોકાણ કરી પૈસા કમાતા નથી પણ ગુમાવે છે આવા લોકો, તમે પણ ચેક કરો તમારા હાથની રેખા


દિલ્હી એમ્સમાં ચાલી રહી છે સારવાર
હાઇકોર્ટની જે બેંચમાં લાલૂ યાદવનો કેસ સૂચીબદ્ધ હતો, તે બેંચ 1 એપ્રિલના રોજ બેઠી નહી. ત્યારબાદ સુનાવણી 8 એપ્રિલના રોજ થઇ. સુનાવણી દરમિયાન સીબીઆઇએ કાઉન્ટર એફિડેવિટ ફાઇલ કરવા માટે કોર્ટ પાસે સમય માંગ્યો. કોર્ટે સીબીઆઇના આગ્રહને સ્વિકાર કરતાં 22 એપ્રિલના રોજ સુનાવણીની તારીખ નક્કી કરી હતી. હાલ લાલૂ પ્રસાદ યાદવ ન્યાયિક કસ્ટડીમાં છે. બિમારીના લીધે નવી દિલ્હી સ્થિત એમ્સમાં તેમની સારવાર ચાલી રહી છે. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube