રાંચીઃ રાષ્ટ્રીય જનતા દળ (RJD) ના પ્રમુખ લાલૂ યાદવનો જેલમાંથી બહાર આવવાનો માર્ગ મોકળો બની ગયો છે. લાલૂ યાદવ (Lalu yadav) ને દુમકા કોષાગારમાંથી 3.13 કરોડ રૂપિયા કાઢવાના મામલામાં ઝારખંડ હાઈકોર્ટે જામીન આપ્યા છે. તે હાલમાં ચારા કૌભાંડ મામલામાં સજા કાપી રહ્યાં છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ચારા કૌભાંડ મામલા સંબંધિત અન્ય કેસમાં લાલૂ યાદવને પહેલાથી જામીન મળેલા છે. દઈબાસા અને દેવધર કૌષાગાર મામલામાં લાગૂને પહેલા જ જામીન મળી ગયા હતા. દોરાંડા કોષાગાર મામલામાં હજુ ટ્રાયલ ચાલી રહી છે. હવે લાલૂ યાદવ જેલમાંથી બહાર આવશે. 


લાલૂ યાદવને સાત વર્ષની સજા ફટકારવામાં આવી હતી. લાલૂ યાદવ અડધી સદા કાપી ચુક્યા છે ત્યારબાદ તેમને જામીન મળ્યા છે. જસ્ટિસ અપ્રેશ સિંહે લાલૂ યાદવે 42 મહિના 11 દિવસની સજા કાપી છે. આ અડધી સજાથી વધુ છે. તેમણે કહ્યુ કે, લાલૂ યાદવ એક-એક લાખના બે સિક્યોરિટી બોન્ડ અને આઈપીસી તથા પીસી એક્ટ હેઠળ પાંચ-પાંચ લાખનો દંડ ભર્યા બાદ જેલમાંથી બહાર આવી શકશે. 


આ પણ વાંચોઃ Modi's Asansol Rally: બે મેએ જનતા 'દીદી'ને આપશે ભૂતપૂર્વ CMનું સર્ટિફિકેટઃ PM મોદી


લાલૂ યાદવના પુત્ર તેજ પ્રતાપે ટ્વિટર પર લખ્યુ કે, ગરીબો, વંચિતો, પછાતોના મસીહા આવી રહ્યા છે. જણાવી દો અન્યાય કરનારને કે અમારા નેતા આવી રહ્યા છે. 


ઉલ્લેખનીય છે કે 23 જાન્યુઆરીએ લાલૂ યાદવની તબીયત વધુ ખરાબ થયા બાદ રિમ્સના મેડિકલ બોર્ડે તેમને સારી સારવાર માટે દિલ્હી એમ્સમાં લઈ જવાની ભલામણ કરી હતી. ત્યારબાદ લાલૂ યાદવને એક મહિનો એમ્સ મોકલવાની મંજૂરી જેલ તંત્રએ આપી હતી. હાલ એમ્સમાં લાગૂ યાદવની સારવાર ચાલી રહી છે. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube