નવી દિલ્હી: આરજેડી (RJD) સુપ્રીમો લાલુ પ્રસાદ યાદવના નાના પુત્ર અને બિહાર વિધાનસભામાં નેતા વિપક્ષ તેજસ્વી યાદવ આજથી જીવનની નવી ઈનિંગની શરૂઆત કરશે. તેજસ્વી યાદવની આજે દિલ્હીમાં સગાઈ થવા જઈ રહી છે. સગાઈની તૈયારીઓ જોરશોરથી ચાલુ છે. અત્રે જણાવવાનું કે દિલ્હીમાં મીસા ભારતીના સૈનિક ફાર્મ હાઉસમાં તેજસ્વીની સગાઈનો કાર્યક્રમ હશે. સૂત્રો પાસેથી મળેલી માહિતી મુજબ લગ્નનો કાર્યક્રમ પણ મોડી રાત સુધી હશે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

માત્ર 50થી 60 લોકોને અપાયું છે આમંત્રણ
મળતી માહિતી મુજબ સગાઈનો કાર્યક્રમ ખુબ જ ગુપ્ત રીતે કરવામાં આવી રહ્યો છે. સમગ્ર કાર્યક્રમને લઈને 3 સ્તરે તપાસ થઈ રહી છે. સગાઈ કાર્યક્રમમાં ફક્ત એવા લોકોને એન્ટ્રી છે જેમને નિમંત્રણ મળ્યું છે. પ્રોગ્રામમાં ફક્ત 50 થી 60 લોકોને નિમંત્રણ અપાયું છે. કાર્યક્રમને લઈને તમામ તૈયારીઓ શરૂ કરવામાં આવી છે. 


હેલિકોપ્ટર ક્રેશ થયા બાદ જીવિત હતા CDS જનરલ બિપિન રાવત, બચાવકર્મીએ કહ્યું- હિન્દીમાં આ શબ્દો બોલ્યા હતા


કાર્યક્રમ એકદમ ગુપ્ત રખાયો છે
દિલ્હીમાં તેજસ્વી યાદવની સગાઈની સાથે સાથે આજે અન્ય કાર્યક્રમ પણ થઈ શકે છે. સગાઈનો કાર્યક્રમ મહેરોલીમાં મીસા ભારતીના ફાર્મ હાઉસ પર થશે, જ્યારે એક કાર્યક્રમ દિલ્હીની એક મોટી ફાઈવ સ્ટાર હોટલમાં થશે. જો કે આવું પહેલીવાર બનશે કે લાલુ યાદવના પરિવારનો કાર્યક્રમ આટલો ગુપ્ત રખાશે. ખાસ વાત એ છે કે આવતી કાલે એટલે કે 10 ડિસેમ્બરે લાલુની પુત્રી અને રાજ્યસભા સાંસદ મીસા ભારતીના લગ્નની વર્ષગાંઠ છે. આવામાં લાલુ પરિવાર માટે આ બેવડી ખુશીનો સમય છે. જ્યારે ગઈ કાલે આખો દિવસ અટકળોનો પ્રવાહ વહી રહ્યો હતો પરંતુ બપોર સુધીમાં લાલુ યાદવની પુત્રી રોહિણી આચાર્યએ ટ્વીટ કરીને લગ્નની પુષ્ટિ કરી દીધી. 


મોડી રાતે લગ્નનો કાર્યક્રમ
સૂત્રો પાસેથી મળેલી જાણકારી મુજબ મોડી રાતે લગ્નનો કાર્યક્રમ સંપન્ન થશે. કાર્યક્રમ બે જગ્યાએ રખાયો છે. એક ફાર્મ હાઉસમાં સગાઈ અને દિલ્હીની મોટી હોટલમાં લગ્ન થઈ શકે છે. જો કે લગ્ન અંગે કોઈ કન્ફર્મેશન બંને પક્ષમાંથી કોઈ તરફથી થયું નથી. 


CDS બિપિન રાવતનું હેલિકોપ્ટર કેવી રીતે થયું ક્રેશ?, અકસ્માતની થોડી ક્ષણો પહેલાનો વીડિયો આવ્યો સામે


કોણ છે તેજસ્વીની દુલ્હન
સગાઈની ખબરો વચ્ચે એ ચર્ચા તેજ થઈ છે કે તેજસ્વી યાદવના લગ્ન કોની સાથે થઈ રહ્યા છે. અત્યાર સુધીમાં આ અંગે જે ખબરો આવી રહી છે તે મુજબ તેજસ્વીની થનારી દુલ્હન યાદવ નથી. એટલે કે તેજસ્વી સાથે લગ્ન કરનારી યુવતી અન્ય જાતિમાંથી છે. કહેવાય છે કે તેની થનારી પત્ની તેજસ્વી યાદવની ખુબ જૂની મિત્ર છે. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube