પટના : રાષ્ટ્રીય જનતા દળ (રાજદ) ના અધ્યક્ષ લાલુપ્રસાદનાં મોટા પુત્ર અને બિહારના પૂર્વ સ્વાસ્થય મંત્રી તેજપ્રતાપ યાદવની પત્ની એશ્વર્યા રાયે રાબડી દેવીઅને મીસા ભારતી પરત શારીરિક સતામણીનો આરોપ લગાવ્યો છે. રાબડી દેવી બિહારના પૂર્વમુખ્યમંત્રી અને એશ્વર્યાનાં સાસુ છે. બીજી તરફ મીસા તેમની નણંદ છે. એશ્વર્યાએ કહ્યું કે, મને ખાવાનું પણ નહોતું મળતું. તેમણે કહ્યું કે,મને રસોડામાં પણ જવા દેવામાં આવતું નહોતું આવતું માટે તેમનું ભોજન તેમના પિંયરથી આવ્યું છે અને તેને ખાવાને પણ તેમણે પોતે જ લેવાનું હોય છે. ઘરનું કોઇ અન્ય વ્યક્તિ પણ તેમના માટે ઘરથી બહાર નથી લાવતા.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ટેલિફોન પર પ્રતિબંધ નહી, કાશ્મીરમાં 41 હજાર લોકોનાં મોત માનવાધિકારનું ઉલ્લંઘન
એશ્વર્યાએ કહ્યું લાલુ હોત તો બધુ જ સારુ કરી દીધું હોત.
લાલુ યાદવ પર વિશ્વાસ વ્યક્ત કરતા કહ્યું કે, જો મારા સસરા અહીં હોત તો તેઓ તમામ બાબત થાળે પાડી દીધી હોત, પરંતુ તેઓ હાલ અહીં નથી. તે લાલુ યાદવની વાત કરી રહ્યા હતા જે હાલના સમયમાં ચારા ગોટાળા મુદ્દે સજા ભોગવી રહ્યા ચે અને બિમાર હોવાનાં કારણે રિમ્સ હોસ્પિટલમાં દાખલ છે. તેજ પ્રતાપ યાદવ અને તેમની પત્ની એશ્વર્યા રાયની વચ્ચે લાંબા સમયથી સંબંધોમાં ખટાશ આવી ગઇ હતી. બંન્નેનાં છુટાછેડા માટે અરજી દાખલ કરી છે. હાલમાં જ એશ્વર્યાએ લાલુ નિવાસ છોડી દીધો હતો. તેઓ રડતા રડતા ઘરની બહાર નિકળ્યા હતા.


મહારાષ્ટ્ર-હરિયાણા ઈલેક્શનને લઈને દિલ્હીમાં બીજેપીનું મનોમંથન શરૂ, પીએમ મોદી પણ હાજર રહેશે
લો બોલો! પાકિસ્તાની PM ઇમરાને ભુત સાથે કર્યા છે લગ્ન? નથી દેખાતો પડછાયો
15 દિવસ પહેલા જ ઘરેથી રડતા રડતા નિકળી હતી એશ્વર્યા
અત્રે ઉલ્લેખનીય છે કે, ગત્ત 13 સપ્ટેમ્બરે એશ્વર્યા પોતાનાં સસુરાલમાંથી પગપાળા બહાર નિકળતી હોય તેવો વીડિયો વાઇરલ થયો હતો. આ વીડિયોમાં એશવર્યા પોતાની સાસુ અને પૂર્વ મુખ્યમંત્રી રાબડી દેવીનાં આવાસથી પગપાળા બહાર  નિકળતી જોવા મળી હતી અને તેમનો ચહેરો તમતમાયેલો હતો. વીડિયોમાં તેમની આંખોમાંથી નિકળતા આંસુ પણ સ્પષ્ટ રીતે દેખાતા હતા.