અમદાવાદ : ઇન્ડિયન આર્મીએ એક તસ્વીર ટ્વીટ કરી છે. એક વૃદ્ધ માથે ટોપી, શરીર પર શાયદ ફિરન પહેરીને રડી રહ્યા છે. રડતા -રડતા આંખો બંધ છે. તેમની સામે સેનાની વરદી પહેરીને આર્મીના એક અધિકારી ઉભા છે. તેમણે વૃદ્ધને સાંત્વના આપી રહ્યા છે. તેઓ રડી રહેલા વૃદ્ધને ચુપ કરાવી રહ્યા છે. હિમ્મત બાંધી રહ્યા છે. વૃદ્ધ પણ તેમના ખભાની મદદ લઇને ધ્રુસ્કે ધ્રુસ્કે રડી રહ્યા છે. તેમને એક હાથ અધિકારીના ગળા પર છે. 



COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ વૃદ્ધ છે, તેઓ એક શહીદનાં પિતા છે. નજીર અહેમદ વાની 34 રાષ્ટ્રીય રાયફલ્સમાં લાન્સ નાયક હતા. એક સમયમાં તેઓ પોતે મિલિટેંટ રહ્યા હતા. પછી સરેન્ડર કરીને સેના જોઇન કરી લીધી. 25 નવેમ્બરે સવારે જમ્મુ કાશ્મીરના શોપિયામાં એક એન્કાઉન્ટર થયું. સિક્યોરિટી ફોર્સેઝનાં હાથે 6 આતંકવાદીઓ ઠાર મરાયા હતા. આ છ ઉપરાંત વધારે એક મૃત્યું ત્યાં થયું. નઝીર અહેમદ વાનીનું. અહ26 નવેમ્બરે તેનાં ગામમાં 21 તોપોની સલામી આપીને તેમના અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા.
કુલગામમાં નઝીરનું ગામ આવેલું છે. 26 નવેમ્બરે ત્રિરંગામાં લપેટાયેલી નઝીરની લાશ તેમના ઘરે પહોંચી. રડતા રડતા પરિવારનું કાળજુ ત્યારે ફાટી પડ્યું જ્યારે પોતાનાં યુવાન પુત્રનો દેહ સામે પડેલો જોયો હતો. નઝીરનો દેહ લઇને ઘરે પહોંચેલા એક જવાને ખુબ જ રડી રહેલા તેમનાં પિતાને જવાને કાબુમાં લીધા હતા. 28 નવેમ્બરે ઇન્ડિયન આર્મીનાં ADG PIએ ફોટો ટ્વીટ કરી હતી. તેના કેપ્શનમાં લખ્યું છે, તમે એકલા નથી. 



નઝીર પોતાની પાછળ માતા-પિતા, પત્ની અને બે બાળકોનો પરિવાર મુકીને ગયા છે. શહીદોને સેના અને સરકાર પાસેથી જે મદદ મળે છે તે નઝીરનાં પરિવારને મળશે. કદાચ તેમને રૂપિયા - પૈસાની સમસ્યા ન થાય. પરંતુ જે વ્યક્તિ જતો રહ્યો છે, તે ક્યારે પણ પરત નહી ફરે.