ચંદ્રયાન-2 : વડાપ્રધાને કહ્યું ઐતિહાસિક પળ મુદ્દે ઉત્સાહીત, મમતાએ કહ્યું ગેરમાર્ગે દોરી રહી છે સરકાર
ચંદ્રયાન જ્યારે ચંદ્રની સપાટી પર ઉતરીને ઇતિહાસ રચવા જઇ રહ્યું છે ત્યારે મમતા બેનર્જીએ આ મુદ્દે પણ રાજકારણ ચાલુ કરી દીધું છે
નવી દિલ્હી : ચંદ્રયાન-2 ચંદ્રની સપાટી પર ઉતરીને ઇતિહાસ રચવા જઇ રહ્યું છે. વૈજ્ઞાનિકોની સાથે સાથે નાગરિકો પણ આ ઐતિહાસિક પળનો રાહ જોઇ રહ્યા છે. વડાપ્રધાન મોદીએ દેશવાસીઓને અપીલ કરી છે કે તેઓ આ ઐતિહાસિક પળનાં સાક્ષી બને અને તેની તસ્વીરો સોશિયલ મીડિયા પર શેર કરેતેમણે ટ્વીટ કરીને જણાવ્યું કે, 130 કરોડ દેશવાસીઓ આ ઐતિહાસિક પળની રાહ જોઇ રહ્યા છે. થોડી કલાકોમાં ચંદ્રયાન-2 ચંદ્રના દક્ષિણ ધ્રુવને સ્પર્શસે. ભારત સમગ્ર વિશ્વ સમક્ષ આ વૈજ્ઞાનિક ઇતિહાસ રચશે.
ચંદ્રયાન-2: અંતરિક્ષમાં મોકલવામાં આવતા ઉપકરણને શા માટે સોનાના પડમાં લપેટાય છે?
વડાપ્રધાન મોદીએ ટ્વીટ કરીને જણાવ્યું કે, ભારતનાં આ ઐતિહાસિક અંતરિક્ષ કાર્યક્રમને જોવા માટે હું ખુબ જ ઉત્સાહીત છું અને મને આનંદ છે કે હું બેંગ્લુરૂનાં ISRO સેન્ટરમાં હાજર રહીશ. તેમણે કહ્યું કે, જે યુવાઓ સાથે હું આ સમય વિતાવવાનો છું તેમણે ઇસરો ક્વિઝ જીત્યા છે. આ યુવાનો ખુબ જ પ્રતિજ્ઞાશાળી છે.
ચંદ્રયાન-2 : જાણો ચંદ્રયાન-2 સાથે ગયેલા ઓર્બિટર, લેન્ડર વિક્રમ અને રોવર પ્રજ્ઞાનની વિશેષતાઓ
ચંદ્રયાન-2: દુનિયાના સુપરપાવર ગણાતા દેશો જે નથી કરી શક્યાં, તે કરવા જઈ રહ્યું છે ભારત
જો કે પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જી દેશનાં મુન મિશનને રાજકારણમાં ઘસડી રહ્યા છે. મમતાએ આરોપ લગાવ્યો છે કે મોદી સરકાર દેશની ખસતા અર્થવ્યવસ્થા તરપથી લોકોનું ધ્યાન ભટકાવવા માટે ચંદ્રયાન-2નો ઉપયોગ કરી રહી છે. ચંદ્રમા પર ચંદ્રયાન-2ના લેન્ડિંગના થોડા સમય પહેલા પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીએ કેન્દ્રની મોદી સરકારની ટીકા કરી છે. મમતા બેનર્જીએ પોતાનાં એક ભાષણમાં કહ્યું કે, કેન્દ્રની મોદી સરકાર ચંદ્રયાન મિશનનો પ્રચાર કંઇક એવી રીતે કરી રહી છે, જાણે આ અગાઉ ભારતે ક્યારે સ્પેસ મિશન જ કર્યું ન હોય. સરકાર પોતાની આર્થિક મોર્ચે નિષ્ફળતા છુપાવવા માટે કેન્દ્ર સરકાર ચંદ્રયાન-2ના અભિયાનનો ઉપયોગ કરી રહી છે.
ચંદ્રયાન-2: ચંદ્રમાના દક્ષિણ ધ્રુવ પર જ કેમ લેન્ડિંગ કરશે 'વિક્રમ'? ખાસ જાણો કારણ
પશ્ચિમ બંગાળ વિધાનસભામાં નેશનલ રજીસ્ટર ઓફ સિટિજન્સ (NRC) મુદ્દે એક પ્રસ્તાવ અંગે ચર્ચા દરમિયાન મમતાએ મોદી સરકાર પર તીખો શાબ્દિક પ્રહાર કર્યો. તેમણે કહ્યું કે, અસમમાં NRC મુદ્દે એક પ્રસ્તાવ પર ચર્ચા દરમિયાન મમતાએ મોદી સરકાર પર તીખો હુમલો કર્યો. તેમણે કહ્યું કે, અસમમાં એનઆરસી યાદીમાંથી અસલી ભારતીયોનાં નામોને બહાર કરી દેવામાં આવ્યા છે. મમતાએ દાવો કર્યો કે, તેમની બિહારના મુખ્યમંત્રી નીતીશ કુમાર સાથે પણ ચર્ચા થઇ અને તેમણે પણ કહ્યું કે, તેઓ પણ એનઆરસીને પરવાનગી નહી આપે.