પ્રયાગરાજ: મુઘલ બાદશાહ જલાલુદ્દીન મોહમ્મદ અકબરના નવરત્નોમાં સામેલ અને આર્થિક મામલાના જાણકાર રાજા ટોડરમલનો મહેલ હવે જીર્ણ અવસ્થામાં છે. ટોડરમલના વંશજ આર્થિક તંગીના કારણે આ ઐતિહાસિક ધરોહરની મરમ્મત કરાવવા માટે અસમર્થ છે. પરંતુ તેનું અસ્તિત્વ ટકાવી રાખવા માટે ખુબ ચિંતિત છે. ભૂમિ બંદોબસ્ત અને માલગુજારી વ્યવસ્થા લાગુ કરાવનારા ટોડરમલની  16મી પેઢીના વંશજ અરુણ કુમાર અગ્રવાલે જણાવ્યું કે અમારા દાદીએ મહેલના કેટલાક રૂમ ભાડે આપ્યા હતાં. કિલ્લાના રૂમમાં હજુ પણ 12 ભાડૂઆતો છે. જેમાંથી કેટલાક ભાડૂઆતો 70 વર્ષ જૂના છે અને 50-100 રૂપિયા માસિક ભાડે નામ માત્ર ભાડુ ચૂકવે છે. આપણે દેશમાં અંગ્રેજોના જમાનાના ભાડાપટ્ટાના કાયદાથી બંધાયેલા છીએ. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

કિલ્લાના એક ભાગમાં રહેતા અગ્રવાલે કહ્યું કે ગંગા નદીના તટ પર દારાગંજમાં સન 1585માં ટોડરમલે મહેલનો પાયો નાખ્યો અને પાંચ વર્ષમાં તે બનીને તૈયાર થયો. 40 હાજર વર્ગ ફૂટ વિસ્તારમાં બનેલા કિલ્લામાં આજે પણ નક્શીદાર પાયાવાળો આલીશાન દરબાર હોલ, દીવાન એ ખાસ, દીવાન એ આમ અને અસ્તબલનું અસ્તીત્વ હજુ છે. પરંતુ સમયની થપાટે તેની રંગત બગાડી નાખી છે. બીજા માળે બનેલા દીવાનખાના અને રાજા ટોડરમલના કક્ષ આ મહેલની આન, બાન અને શાનની ભૂલી બિસરી યાદોના સાક્ષી છે. 


આ એક ઐતિહાસિક તથ્ય છે કે એક જમાનામાં મહેલમાં ટોડરમલનું સચિવાલય ચાલતુ હતું. પ્રથમ ખંડ પર શસ્ત્રાગાર અને મંત્રી, અન્ય લોકો રહેતા હતાં. 12 જૂન 1857ના રોજ બ્રિટિશ હકૂમતના છેલ્લા ગવર્નર કર્નલ નીલે આ કિલ્લા પર હુમલો કર્યો હતો. ત્યારે તોપગોળા છોડીને છમાંથી પાંચ ફાટકને નુકસાન પહોંચ્યું હતું. ત્યાર બાદથી કિલ્લામાં  બીજા ફાટક લાગ્યા નથી. બ્રિટિશ સેનાએ મહેલમાં ખુબ લૂટફાટ પણ મચાવી હતી. 


જુઓ LIVE TV


દેશના વધુ સમાચારો વાંચવા માટે કરો ક્લિક...