નવીન શર્મા, ભિવાની: હરિયાણા (Haryana) ના ભિવાની (Bhiwani) માં એક ભેષણ અકસ્માત સર્જાયો છે. અહી એક પહાડ તૂટી પડ્યો છે. તેના કારણે ઘણી ગાડીઓ કાટમાળ નીચે દબાઇ ગઇ છે. 1 વ્યક્તિના મોતની પણ પુષ્ટિ થઇ ગઇ છે. આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે કે 5-10 લોકો દબાઇ ગયા છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ભિવાનીમાં રેસ્ક્યૂ ઓપરેશન શરૂ
હરિયાણા પોલીસના અનુસાર આ અકસ્માતમાં બે લોકો ઘાયલ થયા છે. તેમને સારવાર માટે હોસ્પિટલમાં લઇ જવામાં આવ્યા છે. ઘટનાસ્થળે રેસ્ક્યૂ ઓપરેશન (Rescue Operation) ચાલુ છે. કાટમાળમાં ફસાયેલા ત્રણ લોકોને પણ નિકાળવામાં આવ્યા છે. 


કાટમાળમાં દબાઇ ગઇ અડધો ડઝન ગાડીઓ ખનન દરમિયાન પહાડ સરકી જતાં અડધો ડઝન ગાડીઓ પહાડ કાટમાળ નીચે દબાઇ ગઇ છે. આ ગાડીઓમાં ઘણા લોકો હાજર હતા. જાણકારી અનુસાર ભિવાની જિલ્લાના તોશામ વિધાનસભા ક્ષેત્રના ડડમ ગામમાં ખનનનું કામ થાય છે.  

New Year 2022: નવા વર્ષે મોટી ભેટ! 100 રૂપિયા સસ્તો થયો LPG સિલિન્ડર


પહાડનો મોટો ભાગ ખસક્યો
તમને જણાવી દઇએ કે (શનિવારે) સવારે લગભગ સવા આઠ વાગે ખનન દરમિયાન પહાડનો એક ભાગ અચાનક સરકી ગયો, જેના લીધે ત્યાં ઉભેલી અડધો ડઝન ગાડીઓ લગભગ મશીનો અને ડંપર નીચે દબાઇ ગઇ. કાટમાળમાં ફસાયેલા લોકોને બહાર નિકાળવાનો પ્રયત્ન કરવામાં આવી રહ્યો છે. સામાન્ય લોકોને ઘટનાસ્થળથી દૂર અટકાવી દેવામાં આવ્યા છે. 


ખાનક-ડાડમ ક્રેશર એસોસિએશનના ચેરમેન માસ્ટર સતબીર રતેરાએ જણાવ્યું કે જે સમયે આ ઘટના થઇ ત્યારે ખનનનું કામ થઇ રહ્યું ન હતું. ખનન ક્ષેત્ર બંને તરફથી જંગલી એરિયાથી ઘેરાયેલી છે. જંગલી એરિયા ક્ષેત્રથી હજારો ટનનો પહાડ સરકીને ખનન ક્ષેત્રની તરફ આવ્યો. તેમાં ઘણા લોકો ઘાયલ થયા અને એક મજૂરનું મોત થયું. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube