જમ્મુઃ દક્ષિણી કાશ્મીરના અનંતનાગ જિલ્લાના રાનીપોરા વિસ્તારના કારીગામમાં સુરક્ષા દળો અને આતંકીઓ વચ્ચે ચાલી રહેલી અથડામણમાં સેનાને ત્રણ આતંકીઓ ઢેર કરવામાં સફળતા મળી છે. આ અથડામણમાં આતંકી સંગઠન લશ્કર-એ-તૈયબાના જિલ્લા કમાન્ડર આરિફ અહમદ હજ્જમને સદૂરાનો રહેવાસી છે તે પણ માર્યો ગયો છે. અન્ય બે આતંકીઓની ઓળખ હજુ થઈ નથી. 


જાણકારી અનુસાર આજે શનિવારે અનંતનાગ જિલ્લાના કારીગામ વિસ્તારમાં સુરક્ષાદળોને આતંકીઓ છુપાયા હોવાની સૂચના મળી હતી. આ ઉપરાંત સુરક્ષાદલોએ પોલીસ, સેનાની 19 રાષ્ટ્રીય રાઇફલ અને સીઆરપીએફની સાથે સંયુક્ત સર્ચ ઓપરેશન ચલાવ્યું હતું. આ દરમિયાન એક જગ્યા પર છુપાયેલા આતંકીઓએ સુરક્ષા દળો પર ફાયરિંગ શરૂ કર્યું. તેવામાં સુરક્ષાદળોએ આતંકીઓને આત્મ સમર્પણ કરવા માટે કહ્યું પરંતુ આતંકીઓએ ત્યારબાદ પણ ફાયરિંગ જારી રાખ્યું હતું. ત્યારબાદ સુરક્ષાદળોની જવાબી કાર્યવાહીમાં ત્રણ આતંકીઓના મોત થયા છે. હાલમાં આ વિસ્તારમાં સર્ચ ઓપરેશન ચાલી રહ્યું છે. 


Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube