ભોપાલ : ભય્યુજી મહારાજના અંતિમ સંસ્કાર બુધવારે ઇંદોરમાં કરવામાં આવ્યા. તેમની મોટી પુત્રી કુહૂએ તેને મુખાગ્નિ આપી. જો કે ભય્યુજીના અંતિમ સંસ્કારમા મધ્યપ્રદેશના કોઇ પણ મોટા નેતાઓ જોડાયા નહોતા. ભૈયુજીના અંતિમ સંસ્કારમા મહારાષ્ટ્રથી મોટા પ્રમાણમાં લોકો આવ્યા. મુખ્યમંત્રીએ દેવેન્દ્ર ફડણવીસે પોતાનાં ઓએસડીને મોકલ્યા. શિવસેનાના એક સાંસદ અને બે ધારાસભ્યો પણ અંતિમ સંસ્કારમાં હાજર રહ્યા હતા.

COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

મધ્યપ્રદેશના મુખ્યમંત્રી શિવરાજસિંહ ચૌહાણ અને ઇન્દોરના મોટા નેતા કૈલાશ વિજયવર્ગીય અંતિમ સંસ્કારમાં નહોતા પહોંચ્યા. દાવો કરવામાં આવી રહ્યો છે કે ભૈયુજી વડાપ્રધાન નરેન્દ્ર મોદીની પણ નજીક હતા. બીજી તરફ પોલીસ હવે આ આત્મહત્યાને ભૈયુજી મહારાજનાં પરિવારના કલહ સુધી જ સીમિત રાખવા જોઇએ. કદાજ આ જ કારણ છે કે હવે તેમના મોબાઇલની કોલ ડિટેલ અને અન્ય મુદ્દાઓ પર પોલીસ વાત જ નથી કરી રહી. 

કોણ હતી તે શંકાસ્પદ મહિલા ? 
પોલીસ તેમ પણ નથી જણાવી રહી કે આખરે એવું તે કયું કારણ હતું કે પુણે જઇ રહેલા ભૈયુજી મહારાજ રસ્તા વચ્ચેથી પરત ફરી ગયા ? પરત ફરીને તેઓ એક રેસ્ટોરન્ટમાં કોઇ મહિલાને મળ્યા હતા ? આશરે એક કલાક સુધી તેઓ તેની સાથે રહ્યા હતા. પોલીસ અત્યાર સુધી તે પણ નથી જણાવી રહી કે આલીશાન ઘર અને આશ્રમ હોવા છતા પણ ભૈયુજી મહારાજ તે મહિલાના રેસ્ટોરન્ટમાં કેમ મળ્યાં. રેસ્ટોરન્ટના સીસીટીવી ફુટેજમાં તે મહિલાનીગાડીનો નંબર પણ સ્પષ્ટ રીતે દેખાઇ રહ્યો છે. 

પોલીસ હેડક્વાર્ટર સુત્રો અનુસાર ભૈયુજી મહારાજ મોબાઇલની પ્રાથમિક તપાસ દરમિયાન જે તથ્યો સામે આવ્યા છે તે તેની છબી અનુરુપ નથી. આ જ કારણ છે કે પોલીસ અધિકારીઓએ મુખ્યમંત્રી અને અન્ય વરિષ્ઠ નેતાઓને અંતિમ સંસ્કારમાં હાજર નહી રહેવાની સલાહ આપી હતી. એવું પણ કહેવાઇ રહ્યું છે કે ભૈયુજી મહારાજની મોબાઇલ ડિટેલ્સ પર વધારે ધ્યાનનહી આપતા આત્મહત્યાને પારિવારિક કલહ સુધી જ સીમિત રાખવી જોઇએ.