પૂર્વ પ્રધાનમંત્રી ડો. મનમોહન સિંહના આજે પૂરા રાજકીય સન્માન સાથે દિલ્હીના નિગમ બોધ ઘાટ પર અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા. મનમોહન સિંહના અંતિમ સંસ્કાર વખતે રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂ, ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડ,  પીએમ નરેન્દ્ર મોદી, ગૃહમંત્રી અમિત શાહ, અને રક્ષામંત્રી રાજનાથ સિંહ, લોકસભામાં વિપક્ષના નેતા અને કોંગ્રેસના સાંસદ રાહુલ ગાંદી, ઓમ  બિરલા પણ હાજર રહ્યા. આ પહેલા નવી દિલ્હી સ્થિત તેમના નિવાસ સ્થાને તેમને શ્રદ્ધાંજલિ આપ્યા બાદ તેમનું પાર્થિક શરીર કોંગ્રેસ હેડક્વાર્ટર લાવવામાં આવ્યું હતું. જ્યાં પૂર્વ પીએમ ડો. મનમોહન સિંહના પત્ની ગુરુશરણ કૌર અને તેમના પુત્રી દમનસિંહએ એઆઈસીસી હેડક્વાર્ટરમાં તેમને અંતિમ શ્રદ્ધાંજલિ આપી. 

COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

નિગમ બોધ ઘાટ પર અંતિમ સંસ્કાર
પૂર્વ પીએમ મનમોહન સિંહના રાજકીય સન્માન સાથે દિલ્હીના નિગમ બોધ ઘાટ ખાતે અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા. એવું કહેવાય છે કે તેમની મોટી પુત્રીએ તેમને મુખાગ્નિ આપી. 

પૂર્વ પીએમ મનમોહન સિંહના પાર્થિવ દેહને 21 તોપોની સલામી આપવામાં આવી. મનમોહન સિંહ અમર રહેના નારા સાથે કોંગ્રેસ નેતાઓએ તેમને વિદાય આપી. તમામ નેતાઓએ ચિતા પર પોત પોતાની લાકડી મૂકી. રાહુલ ગાંધીએ પણ મનમોહન સિંહના પાર્થિવ દેહની ચિતા પર લાકડી મૂકી. અંતિમ યાત્રા વખતે મનમોહન સિંહને તેમની મનગમતી બ્લ્યૂ પાઘડી  પહેરાવવામાં આવી. મુખાગ્નિ આપતા પહેલા પંજાબી રીતિ રિવાજથી અરદાસ પઢવામાં આવી. અંતિમ યાત્રામાં દેશ વિદેશના ગણમાન્ય લોકો નિગમબોધ પર હાજર રહ્યા. રાહુલ ગાંધીએ અર્થીને ટેકો આપ્યો હતો. 

રાહુલ ગાંધી સહિત અનેક નેતાઓએ મૂકી લાકડી

પૂર્વ પીએમ મનમોહન સિંહનું પાર્થિવ શરીર અંતિમ સંસ્કાર પહેલા લગભગ એક કલાક સુધી કોંગ્રેસ હેડક્વાર્ટરમાં રાખવામાં આવ્યું હતું. અહીં કોંગ્રેસ સંસદીય દળના અધ્યક્ષ સોનિયા ગાંધી, લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધી, કોંગ્રેસ સાંસદ પ્રિયંકા ગાંધી સહિત કોંગ્રેસી કાર્યકરો અને સાથે સાથે દેશના અન્ય નાગરિકોએ પણ તેમના અંતિમ દર્શન કર્યા. અત્રે જણાવવાનું કે ગુરુવારે 26 ડિસેમ્બરના રોજ મનમોહન સિંહનું દિલ્હી એમ્સ હોસ્પિટલમાં નિધન થયું હતું. તેમની તબિયત બગડતા તેમને હોસ્પિટલમાં દાખલ કરાયા હતા. 

અંતિમ યાત્રા
પૂર્વ પીએમ મનમોહન સિંહની કોંગ્રેસ હેડક્વાર્ટરથી 11 કિલોમીટર જેટલી લાંબી અંતિમ યાત્રા કાઢવામાં આવી હતી. પૂર્વ પીએમ મનમોહન સિંહના પાર્થિવ દેહને કોંગ્રેસ ઓફિસથી અકબરોડ રોડથી ઈન્ડિયા ગેટ, ઈન્ડિયા ગેટથી તિલક માર્ગ, તિલક માર્ગથી આઈટીઓ રેડ લાઈટથી ડાબે વાળીને પછી જૂના પોલીસ હેડક્વાર્ટરની સામે થઈને રિંગ રોડ પર લેફ્ટ લઈ જવામાં આવ્યા. ત્યારબાદ અંતિમ યાત્રા સીધા રસ્તે નિગમ બોધ ઘાટ પહોંચી હતી.